ભારત પાસે છે દુનિયાનો સૌથી ઘાતક બોમ્બ, પરમાણુ બોમ્બ કરતા 1500 ગણો શક્તિશાળી, આખું પાકિસ્તાન ધ્વસ્ત થઈ જાય
આ બોમ્બ ભારત ઉપરાંત અમેરિકા, બ્રિટન, ચીન, ફ્રાન્સ, રશિયા અને ઈઝરાયેલ પાસે છે. આ બોમ્બ પરમાણુ બોમ્બની સરખામણીમાં 1500 ગણો શક્તિશાળી છે.
Trending Photos
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો જવાબ ભારતે ઓપરેશન સિંદૂરથી આપ્યો. આ ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન સહિત સમગ્ર દુનિયા આશ્ચર્યચકિત છે. ભારતની ત્રણેય સેનાઓની ચારેકોર વાહવાહ થઈ રહી છે. આજે અમે ભારત પાસે રહેલા પરમાણુ હથિયારોમાંથી એક વિશે જણાવીશું. ભારત પાસે પોતાની સુરક્ષા માટે એટલા ખૌફનાક બોમ્બ છે જેનાથી સમગ્ર પાકિસ્તાન સાફ થઈ શકે છે. જાણો એવો તે કયો બોમ્બ છે જે પરમાણુ બોમ્બ કરતા પણ શક્તિશાળી છે.
ભારત પાસે છે આ શક્તિશાળી બોમ્બ
ભારતીય વૈજ્ઞાનિકોએ વર્ષ 1998માં મે મહિનામાં 7 પરમાણુ પરીક્ષણ કર્યા હતા. ભારતીય વૈજ્ઞાનિક હાઈડ્રોજન બોમ્બની ટેક્નોલોજી પર 1996માં મહારથ હાંસલ કરી ચૂક્યા હતા. વૈજ્ઞાનિક ચિદમ્બરમ હાઈડ્રોજન બોમ્બને 98 વિન્ટેજ કહેતા હતા.
હાઈડ્રોજન બોમ્બ પરમાણુ બોમ્બ કરતા અલગ કઈ રીતે
પરમાણુ બોમ્બ અને હાઈડ્રોજન બોમ્બની ઉર્જાનો સ્ત્રોત અલગ હોય છે. હાઈડ્રોજન બોમ્બ પરમાણુ બમ્બની સરખામણીમાં વધુ શક્તિશાળી હોય છે. હાઈડ્રોજન બોમ્બ, પરમાણુ બોમ્બ (1945માં હિરોશીમાં પર ઝીંકાયો હતો) ની સરખામણીમાં 1500 ગણો વધુ શક્તિશાળી માનવામાં આવે છે.
ભારત ઉપરાંત કોની કોની પાસે
ભારતે 1998માં હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું હતું. આ બોમ્બ અમેરિકા, બ્રિટન, ચીન, ફ્રાન્સ, રશિયા અને ઈઝરાયેલ પણ બનાવી ચૂક્યા છે. પહેલીવાર આ બોમ્બનું પરીક્ષણ 1954માં અમેરિકાએ કર્યું હતું. હાઈડ્રોજન બોમ્બને તેની તાકાતને આધારે દુનિયાનો સૌથી ઘાતક અને શક્તિશાળી હથિયાર ગણવામાં આવે છે.
પરમાણુ બોમ્બના હુમલાથી કેટલો વિનાશ
આંકડા દર્શાવે છે કે 1945માં અમેરિકાએ જાપાન પર ઝીંકેલા પરમાણુ બોમ્બથી 1,40,000 લોકો માર્યા ગયા હતા. અનેક શહેરો તબાહ થયા હતા. પરમાણુ બોમ્બની સરખામણીમાં 1500 ગણો શક્તિશાળી ગણાતા હાઈડ્રોજન બોમ્બથી વિનાશ તો આના કરતા પણ કેટલો વધુ હશે તે તમે જ વિચારી લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે