નવી દિલ્હી: અમેરિકામાં યોગી મોડલ ચર્ચામાં છે. જી હાં! તમને સાંભળીને આશ્વર્ય થશે કે અમેરિકામાં યોગી મોડલનું શું કામ પરંતુ સચ્ચાઇ એ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 'યોગી મોડલ' પસંદ છે. યૂપીના યોગી મોડલની ગૂંજ લખનઉથી 12,346 કિલોમીટર દૂર અમેરિકાના વ્હાઇટ હાઉસમાં સંભળાઇ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત વર્ષે ડિસેમ્બર 2019માં નાગરિકતા કાનૂન વિરૂદ્ધ આખા દેશમાં પ્રદર્શનના નામે તોફાની તત્વોએ હિંસા, આગચંપી અને તોડફોડ કરી હતી. હિંસા ઉત્તર પ્રદેશમાં પણ તોડફોડ થઇ હતી અને ઠેર-ઠેર આગ લગાવીને ગાડીઓ, પોલીસ ચોકીઓ અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું પરંતુ એવી ઘટનાઓ વિરૂદ્ધ ઉત્ત પ્રદેશની યોગી સરકારે એક નવી શરૂઆત કરી હતી તોફાની તત્વોને પાઠ ભણાવવાની પુરી વ્યવસ્થા કરવામાં આવી હતી. યૂપી સરકારે 100થી વધુ જગ્યાઓ પર પોસ્ટર્સ લગાવામાં આવ્યા હતા અને આ પોસ્ટર્સ પર 57 તોફાની તત્વોના નામ, તેમનું સરનામું અને તેમના વસૂલવામાં આવતી રકમ લખવામાં આવી હતી. 


યૂપીના આ યોગી મોડલની ગૂંજ લખનઉથી 12346 કિલોમીટર દૂર અમેરિકાના વ્હાઇટ હાઉસમાં સંભળાઇ રહી છે. વ્હાઇટ હાઉસની પાસે લેફાયેટ્ટે સ્કાયર થયેલા રમખાણો 15 આરોપીઓના ફોટા પોસ્ટરમાં લગાવવામાં આવ્યા છે. તેના પર વ્હાઇટ હાઉસની પાસે આવેલી પૂર્વ રાષ્ટ્રપતિ એડ્ર્યૂ જેક્સનની પ્રતિમાને તોડી પાડવાનો પ્રયત્ન કરવાનો આરોપ છે. 


રમખાણોની વસૂલીનું 'યોગી મોડલ'
યૂપીમાં CAA હિંસક પ્રદર્શનમાં તોફાની તત્વોને પકડવાની બ્લૂ પ્રિંટ તૈયાર થઇ. 
પછી   CCTV, વીદિયો ફૂટેજથી તોફાની તત્વોની ઓળખ કરવામાં આવી.
તોફાની તત્વોના વસૂલીના પોસ્ટર લગાવ્યા.
તોફાની તવોને વસૂલીની નોટીસ મોકલવામાં આવી.
તોફાની તત્વોએ પકડવા માટે પોલીસને રેડ પડી હતી.
જોકે પછી ઇલાહાબાદ હાઇકોર્ટે યૂપી સરકારે હિંસાના આરોપીઓના પોસ્ટર લગાવવાના આદેશ પર પ્રતિબંધ લગાવી દીધો. 


આગરામાં યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અમેરિકા રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત પણ થઇ હતી, જ્યારે તે તાજેમહેલ જોવા આગરા આવ્યા હતા. આ પોસ્ટર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્વિટ કરતાં કહ્યું કે ''ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે, ઘણા લોકોની તલાશ ચાલુ છે જેના પર લેફાયેટ્ટે સ્ક્વેરમાં સાર્વજનિક સંપત્તિ તોડવાનો આરોપ છે. તેમાં 10 વર્ષની જેલની સજાની જોગવાઇ છે.''


અશ્વેત અમેરિકી નાગરિક જોર્જ ફ્લોયર્ડની પોલીસના હાથે મોત થયા બાદ હિંસક પ્રદર્શન થયું હતું. આ વિરોધ પ્રદર્શનકારીઓએ મૂર્તિ પર ચઢીને તેને દોરી વડે બાંધીને તેને ખેંચીને તોડવામાં આવી. 19મી શતાબ્દીમાં રાષ્ટ્રપતિ રહી ચૂકેલા જૈક્સનના અમેરિકાના મૂળ નિવાસીઓ વિરૂદ્ધ સારો વ્યવહાર રહ્યો નથી જેના લીધે તે વંશવાદનો વિરોધ કરનારાને નિશાન પર છે. રાષ્ટ્ર્પતિ ટ્રમ્પે પણ આ તોફાનીતત્વો વિરૂદ્ધ યૂપીના યોગી મોડલને જ અપનાવવા લાગ્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube