નવી દિલ્હી : શરાબ બનાવનારી કંપની યૂનાઇટેડ બ્રેવરીઝ લિમિટેડ (UBL) એ સોમવારે કહ્યું કે, બેંગ્લુરૂ ખાતે દેવા વસુલી ન્યાયાધિકરણ (DRT)એ યૂનાઇટેડ બ્રૂઅરીઝ (હોલ્ડિંગ્સ)  લિમિટેડ (UHBL) ના નામનાં તેના શેર તેને હસ્તાંતરિત કરી દીધા છે. UHBL ફરાર દારૂના વેપારી વિજય માલ્યાની કંપની છે. માલ્યા પાસે UBLની 2.80 ટકા ભાગીદારી હતી. તેની પાસે જેટલા શેર હતા તેની કિંમત 1025 કરોડ રૂપિયાની નજીકની છે. યૂનાઇટેડ બ્રેવરીઝ લિમિટેડનાં શેર બજારને આપેલી માહિતીમાં બેગ્લુરૂમાં DRT-2નાં વસુલી અધિકારી પ્રથમે 74, 04,932 ઇક્વિટી શેરનું સ્થાનાંતર કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોઇંગ 737-800 પ્લેન મુદ્દે સમગ્ર વિશ્વમાં ખોફ: 2 એરલાઇન્સે ઉડ્યન અટકાવી

ડિસેમ્બર ત્રિમાસિકમાં મુંબઇ શેર બજારને અપાયેલ આંકડા અનુસાર યૂનાઇટેડ બ્રુઅરીઝ લિમિટેડમાં માલ્યા સાથે જોડાયેલ યૂનાઇટેડ બ્રુઅરીઝ (હોલ્ડિંગ્સ) લિમિટેડ ની 2.80 ટકા હિસ્સેદારી હતી. આઠ માર્ચ 2019નાં રોજ યૂનાઇટેડ બ્રુઅરીઝ લિમિટેડનાં એક શેરની કિંમત 1389.90 રૂપિયા હતી. જે દ્રષ્ટી 74,04,932 ઇક્વિટી શેરની આશરે કિંમત 1029.23 કરોડ રૂપિયા થાય છે. 


રાહુલ ગાંધીએ કહ્યું "મસુદ અઝહરજી", ભાજપે કહ્યું તમારી ભાષા પાકિસ્તાન જેવી

બેંક સહિત અલગ અલગ લેણદારો દ્વારા માલ્યા પાસે દેવા વસુલી માટે યૂનાઇટેડ બ્રુઅરીઝ લિમિટેડ પર પ્રેશ કરવામાંઆવી રહ્યું છે. વિજય માલ્યાએ બેંકો પાસેથી 9 હજાર કરોડ રૂપિયાથી વધારેની લોન લીધેલી હતી. હાલ તે ફરાર છે. બ્રિટનમાં વસી ગયો છે. ભારત તરફથી તેના પ્રત્યાર્પણ માટેના પ્રયાસો કરવામાંઆવી રહ્યા છે.