Cyrus Mistry Death: ડિસેમ્બર 2012માં રતન ટાટાને ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ટાટા ગ્રુપે દોઢ વર્ષ સુધી શોધ કર્યા બાદ આ પદ માટે સાયરસ મિસ્ત્રીની પસંદગી કરી હતી. ટાટા સન્સના ચેરમેન બનાવ્યાના 4 વર્ષ બાદ 2016માં તેમને અચાનક જ પદ પરથી હટાવવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું રવિવારે માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. તેઓ 54 વર્ષના હતા. મિસ્ત્રી શાપૂરજી પલોનજી પરિવારના હતા અને ટાટા સન્સના સૌથી મોટા શેરહોલ્ડર હતા. નોંધનીય છે કે શાપૂરજી પલોનજી ગ્રુપ ટાટા સન્સમાં 18.37 ટકા હિસ્સો ધરાવે છે.


2012માં મળી હતી ટાટા સન્સની કમાન 
2006 માં પલોનજી મિસ્ત્રીના સૌથી નાના પુત્ર સાયરસ મિસ્ત્રી ટાટા સન્સમાં જોડાયા. ત્યારબાદ ડિસેમ્બર 2012માં રતન ટાટાના સ્થાને ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે ટાટા ગ્રુપે દોઢ વર્ષ સુધી શોધ કર્યા બાદ આ પદ માટે સાયરસ મિસ્ત્રીની પસંદગી કરી હતી. ટાટા સન્સના ચેરમેન બનાવ્યાના 4 વર્ષ બાદ 2016માં તેમને અચાનક જ પદ પરથી હટાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ટાટા જૂથ સાથેના વિવાદને લઈને સતત ચર્ચામાં રહ્યા હતા.


સાયરસ ટાટા ગ્રુપના હતા છઠ્ઠા ચેરમેન 
સાયરસ મિસ્ત્રી ટાટા સન્સના છઠ્ઠા ચેરમેન બન્યા હતા. જ્યારે રતન ટાટાએ ડિસેમ્બર 2012માં આ પદ પરથી નિવૃત્તિ લીધી હતી. તેની સાથે સાયરસ મિસ્ત્રી ટાટા સન્સના સૌથી યુવા ચેરમેન પણ હતા. ઉલ્લેખનીય છે કે, મિસ્ત્રી પરિવાર ટાટા સન્સમાં બીજા નંબરનો સૌથી મોટો શેરધારક છે. જૂથમાં પરિવારનો 18.4 ટકા હિસ્સો છે. 2016 માં ચેરમેન પદ પરથી હટાવ્યા બાદ રતન ટાટાએ ફરીથી વચગાળાના અધ્યક્ષ તરીકે જૂથની બાગડોર સંભાળી હતી.


લંડનથી કર્યો હતો બિઝનેસનો અભ્યાસ
સાયરસ મિસ્ત્રીએ લંડન બિઝનેસ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. સાયરસે 1991માં પરિવારના પલોનજી ગ્રુપમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેઓ 1994માં શાપૂરજી પલોનજી ગ્રુપના ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા હતા. તમને જણાવી દઈએ કે, પલોનજી મિસ્ત્રી ગ્રુપનો બિઝનેસ કપડાંથી લઈને રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને બિઝનેસ ઓટોમેશન સુધી ફેલાયેલો છે. સાયરસ મિસ્ત્રીના નેતૃત્વ હેઠળ તેમની કંપનીએ ભારતમાં સૌથી ઊંચા રહેણાંક ટાવરનું નિર્માણ, સૌથી લાંબા રેલ પુલનું નિર્માણ અને સૌથી મોટા બંદરનું નિર્માણ સહિત ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે.


જૂન 2022 માં થયું હતું પિતાનું અવસાન
નોંધપાત્ર રીતે આ વર્ષે પલોનજી મિસ્ત્રી પરિવારને બે મોટા આંચકાઓનો સામનો કરવો પડ્યો છે. હકીકતમાં આ વર્ષે 28 જૂન 2022ના રોજ સાયરસ મિસ્ત્રીના પિતા અને બિઝનેસ ટાયકૂન પલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની વયે અવસાન થયું હતું. ત્યારબાદ પરિવારને આ બીજો સૌથી મોટો આઘાત લાગ્યો છે, જ્યારે સાયરસનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. સાયરસ અને તેના પિતાના મૃત્યુ પછી પરિવારમાં હવે તેમની માતા પેટ્સી પેરીન ડુબાસ, ભાઈ શાપુર મિસ્ત્રી ઉપરાંત બે બહેનો લૈલા મિસ્ત્રી અને અલુ મિસ્ત્રીનો સમાવેશ થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube