ભૂકંપના જોરદાર આંચકાથી ધરતી ધ્રૂજી; મેઘાલય સહિત 8 સ્ટેટમાં આવ્યો Earthquake, મ્યાનમારમાં કેન્દ્રબિંદુ
Earthquake: ભૂકંપના જોરદાર આંચકાથી આજે ધરતી ધ્રૂજી ઉઠી હતી. મ્યાનમારથી ભારત સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી-NCR સહિત અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ચાલો જાણીએ કે ભૂકંપની તીવ્રતા કેટલી અને ક્યાં ક્યાં આંચકા આવ્યા?
Trending Photos
Earthquake: ભારતમાં આજે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભારતનો પાડોશી દેશ મ્યાનમાર આ ભૂકંપનું કેન્દ્ર હોવા છતાં ત્યાંના આંચકા ભારત સુધી અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની નીચે 10 કિલોમીટરની ઊંડાઈમાં જોવા મળ્યું હતું. દેશના ઉત્તર-પૂર્વના રાજ્યો મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા, આસામ અને સિક્કિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અને યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) એ આ ભૂકંપની પુષ્ટિ કરી છે.
Earthquake of magnitude 4.0 on the Richter scale hits East Garo Hills in Meghalaya, says National Center for Seismology. pic.twitter.com/qF0gUwxBg0
— ANI (@ANI) March 28, 2025
મ્યાનમારમાં પણ આફ્ટરશોક
ભૂકંપનું કેન્દ્ર મધ્ય મ્યાનમારના મોનીવા શહેરથી લગભગ 50 કિલોમીટર (30 માઇલ) પૂર્વમાં સ્થિત હતું. જોરદાર ભૂકંપના કારણે મ્યાનમારમાં પણ ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. લોકો પણ પોતાનો જીવ બચાવવા ઘરની બહાર નીકળી ગયા અને રસ્તાઓ પર ચાલતા રહ્યા. 7ની તીવ્રતાના ભૂકંપ બાદ મ્યાનમારમાં આફ્ટરશોક પણ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી હતી.
EQ of M: 7.0, On: 28/03/2025 12:02:07 IST, Lat: 21.41 N, Long: 95.43 E, Depth: 10 Km, Location: Myanmar.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/Sio98vo2LR
— National Center for Seismology (@NCS_Earthquake) March 28, 2025
બેંગકોકમાં પણ ભૂકંપના આંચકા
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ થાઈલેન્ડની રાજધાની ગ્રેટર બેંગકોકમાં પણ જોરદાર ભૂકંપ આવ્યો હતો. અહીં 17 મિલિયનથી વધુ લોકો રહે છે. ભૂકંપથી ગભરાઈને બહુમાળી ઈમારતોમાં રહેતા લોકો ગીચ વસ્તીવાળા સેન્ટ્રલ બેંગકોકમાં હાઈ-રાઈઝ કોન્ડોમિનિયમ અને હોટલમાંથી બહાર આવ્યા હતા. ભૂકંપ બાદ બપોર બાદ તેઓ લાંબા સમય સુધી શેરીઓમાં રહ્યા હતા.
EQ of M: 5.0, On: 28/03/2025 12:57:53 IST, Lat: 22.97 N, Long: 95.56 E, Depth: 10 Km, Location: Myanmar.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/fYY43NO6NY
— National Center for Seismology (@NCS_Earthquake) March 28, 2025
બેંગકોકની ઉત્તરે આવેલા લોકપ્રિય પ્રવાસી શહેર ચિયાંગ માઈના રહેવાસી ડુઆંગજાઈએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. તેમણે કહ્યું કે ભૂકંપનો આંચકો ઉત્તર અને મધ્ય થાઈલેન્ડમાં અનુભવાયો હતો. મેં પણ તેના આંચકા સાંભળ્યા, હું ઘરમાં સૂતો હતો. ઘરની બહાર આવીને ખુલ્લા આકાશ નીચે ભાગ્યો. આ પછી અનેક વિસ્તારોમાંથી ઈમારતો ધરાશાયી થવાના અહેવાલો આવ્યા હતા. તેમણે પોતે એક ઈમારત ધરાશાયી થતી જોઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે