)
Betting App Case: સટ્ટાબાજી પ્લેટફોર્મ '1XBet' સાથે જોડાયેલ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શુક્રવારે મોટી કાર્યવાહી કરી છે. EDએ ઘણા ક્રિકેટરો અને અભિનેતાઓની સંપત્તિ જપ્ત કરી છે. એજન્સીએ ક્રિકેટરો યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા, અભિનેતા સોનુ સૂદ, નેહા શર્મા અને અન્ય લોકોની સંપત્તિ જપ્ત કરી છે.
અગાઉ એજન્સીએ કરી ઘણા ક્રિકેટરોની કરી હતી પુછપરછ
આ કેસમાં એજન્સીએ ઘણા ક્રિકેટરો અને બોલિવૂડ અભિનેત્રીઓની પૂછપરછ કરી ચૂકી છે, જ્યારબાદ તેમની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી. ફેડરલ તપાસ એજન્સીએ અગાઉ આ જ કેસમાં પૂર્વ ક્રિકેટર શિખર ધવન અને સુરેશ રૈનાની પૂછપરછ કર્યા બાદ તેમની 11.14 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.
આ મહિનાની શરૂઆતમાં અભિનેત્રી નેહા શર્મા ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ 1XBet સાથે જોડાયેલ મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે, શર્માનું નિવેદન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નોંધવામાં આવી રહ્યું છે. તેઓ કેટલીક જાહેરાતો દ્વારા સટ્ટાબાજી પ્લેટફોર્મ સાથે સંકળાયેલી હતી.
આ રીતે યુઝર્સને બનાવતા હતા ટાર્ગેટ
કુરાકાઓમાં નોંધાયેલ 1XBetને પોર્ટલ દ્વારા સટ્ટાબાજી ઉદ્યોગમાં 18 વર્ષનો અનુભવની સાથે વિશ્વ સ્તરે માન્યતા પ્રાપ્ત સટ્ટેબાજી એપ્લિકેશન જણાવવામાં આવી છે. EDએ જણાવ્યું કે, 1XBet ભારતમાં પરવાનગી વિના કાર્યરત હતું અને સોશિયલ મીડિયા, ઓનલાઈન વીડિયો અને પ્રિન્ટ મીડિયા દ્વારા ભારતીય યુઝર્સને લક્ષ્ય બનાવવા માટે જાહેરાતોનો ઉપયોગ કરી રહ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ ભારતમાં વાસ્તવિક રૂપિયાથી ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકતો કાયદો રજૂ કર્યો છે. આ કેસમાં બે ક્રિકેટરોની સંપત્તિ જપ્ત કરવા ઉપરાંત EDએ તેની તપાસના ભાગ રૂપે રમતગમતના હસ્તીઓ યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પા, અભિનેતા સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા (1XBet માટે ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર), મીમી ચક્રવર્તી (તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ) અને અંકુશ હઝરા (બંગાળી અભિનેતા) ની પણ પૂછપરછ કરી હતી.