અહો વૈચિત્રમ! EDએ મની લોન્ડ્રીંગ કેસમાં સંપત્તી તરીકે 7 વાંદરાઓ જપ્ત કર્યા

પ્રવર્તન નિર્દેશાલયનો (ED)  આવો પ્રથમ કેસ હશે જેમાં કાર્યવાહી કરતા ત્રણ ચિંપાજી (Chimpanzees) અને ચાર મરમોસેટ (Marmosets) એટલે કે નાના વાંદરાઓને મની લોન્ડ્રિંગ (Money Laundering Act)  હેઠળ કાર્યવાહી કરતા એટેચ કર્યા છે. આ બંદર દક્ષિણી અમેરિકામાં જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટના જાનવરોની તસ્કરીનો છે.઼
અહો વૈચિત્રમ! EDએ મની લોન્ડ્રીંગ કેસમાં સંપત્તી તરીકે 7 વાંદરાઓ જપ્ત કર્યા

કોલકાતા : પ્રવર્તન નિર્દેશાલયનો (ED)  આવો પ્રથમ કેસ હશે જેમાં કાર્યવાહી કરતા ત્રણ ચિંપાજી (Chimpanzees) અને ચાર મરમોસેટ (Marmosets) એટલે કે નાના વાંદરાઓને મની લોન્ડ્રિંગ (Money Laundering Act)  હેઠળ કાર્યવાહી કરતા એટેચ કર્યા છે. આ બંદર દક્ષિણી અમેરિકામાં જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટના જાનવરોની તસ્કરીનો છે.઼

ખેડૂતોના પ્રતિનિધિ મંડળે કૃષિ ભવનમાં અધિકારીઓ સાથે કરી મુલાકાત, 5 માગણીઓ સ્વીકારાઈ
કોલકાતા પોલીસે સુપ્રદીપ ગુહા પર કાર્યવાહી કરતા લોકલ કોર્ટે કેસ દાખલ કર્યો હતો. આરોપ હતો કે સુપ્રદીપની પાસે પ્રતિબંધિત જંગલી જાનવર છે અને તે તેની તસ્કરી કરી રહ્યા છે. વન અને વન્યજીવ વિભાગે પણ પોલીસ પાસે સુપ્રદીપ ગુહા વિરુદ્ધ આર્થિક ગોટાળાનો આરોપ પણ લગાવ્યો હતો. જેમાં આરોપ લગાવ્યો હતો કે ગુહાએ નકલી દસ્તાવેજો દ્વારા પ્રતિબંધિત પક્ષીઓનીની તસ્કરીનો પ્રયાસ કર્યો. આ તમામ દસ્તાવેજ વાઇલ્ડ લાઇફ દ્વારા ઇશ્યું કરવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થતા જ શિવસેનાએ આપ્યું મોટું નિવેદન 
તપાસમાં સામે આવ્યું કે, ગુહા એક શાતિર તસ્કર છે જે નકલી દસ્તાવેજો દ્વારા જાનવરોની તસ્કરી રહ્યો હતો અને આ જ દસ્તાવેજો દ્વારા કસ્ટમ વિભાગ અને વન અને વન્ય જીવ વિભાગને છેતરપીંડી આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સુપરદીપે કસ્ટમ વિભાગ અને વન અને વન્યજીવ વિભાગને પણ છેતરવા માટે અલગ અલગ માહિતી આપી અને નકલી દસ્તાવેજો પણ દેખાડ્યા.

વિધાનસભા ચૂંટણી: મહારાષ્ટ્ર-હરિયાણામાં 21મી ઓક્ટોબરે મતદાન અને 24મીએ પરિણામ
હાલ કેસ વાઇલ્ડ લાઇફ અંગેનો હતો અને પ્રાણીઓની તસ્વીર દ્વારા પૈસા કમાઇ રહ્યા હતા, જેથી તપાસ ઇડીને સોંપવામાં આવી. ઇડીએ મની લોન્ડ્રિંગ હેઠળ કેસ દાખલ કરીને ત્રણ ચિંપાજી અને ચાર મરમોસેટને એટેચ કર્યા છે. એટેચ કરવામાં આવેલા જાનવરોની કિંમત 81 લાખ રૂપિયા છે. એક ચિંપાજીની કિંમત આશરે 25 લાખ રૂપિયા અને એક મરમોસેંટની કિંમત 1.50 લાખ રૂપિયા છે. EDએ તમામ જાનવરોએ હાલ અલીપોરના પ્રાણીસંગ્રહાલયમાં રાખવામાં આવ્યા છે. જેથી તેની સારસંભાળ સારી રીતે થઇ શકે, દર્શકો પણ તેને જોઇ શકે અને પ્રાણીસંગ્રહાલયને કમાણી પણ થઇ શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news