8th Pay Commission: 8મા પગાર પંચ અંગે મોટી અપડેટ! જાણો કેટલો વધી શકે છે સરકારી બાબુઓનો પગાર

Eighth Pay Commission: દર દસ વર્ષે લાગૂ થતાં પગાર પંચના પરિણામે સરકારી અધિકારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થાય છે. આ ઉપરાંત, તેમનું પેન્શન અને ડીએ પણ વધે છે.

 8th Pay Commission: 8મા પગાર પંચ અંગે મોટી અપડેટ! જાણો કેટલો વધી શકે છે સરકારી બાબુઓનો પગાર

Eighth Pay Commission Updates: સરકારી કર્મચારીઓ અને પેન્શનરો આઠમાં પગાર પંચની પ્રતીક્ષા કરી રહ્યાં છે. આશરે 50 લાખ સરકારી કર્મચારી અને 68 લાખ જેટલા પેન્શનરો આ ખુશખબર સાંભળવા માટે આતૂર છે. સાથે તેમાં એ વાતની જિજ્ઞાસા પણ આ સમયે બનેલી છે કે તેના પગારમાં કેટલો વધારો થશે, ફિટમેન્ટ ફેક્ટર કેટલું હશે અને ક્યારથી આ બધુ લાગૂ થશે.

દર દસ વર્ષે લાગૂ થનાર પગાર પંચથી સરકારી બાબુઓના પગારમાં સારો વધારો થાય છે. સાથે તેના પેન્શન અને મોંઘવારી ભથ્થામાં પણ વધારો થાય છે. જ્યાં સુધી તે લાગૂ થવાની વાત છે તો 2026 એટલે કે આગામી વર્ષે લાગૂ થઈ શકે છે. પરંતુ આ વિશે સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આગામી વર્ષે લાગૂ થશે આઠમું પગાર પંચ
જો મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો, આઠમા પગાર પંચના અમલીકરણમાં વિલંબ થઈ શકે છે અને સરકાર તેને 1 એપ્રિલ, 2026 થી લાગુ કરી શકે છે. સાતમા પગાર પંચનો કાર્યકાળ પણ ડિસેમ્બર 2025 માં સમાપ્ત થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે સરકારી અધિકારીઓનો પગાર ખાસ ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત હશે.

આ રીતે પણ સમજી શકાય છે કે 7મા પગાર પંચ દરમિયાન, 2.576 નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ 8મા પગાર પંચમાં, સરકાર 2.86 નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરી શકે છે.

કયા આધારે નક્કી થશે પગાર
તે પણ કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આઠમાં પગાર પંચમાં 1.92 ફિટમેન્ટ ફેક્ટર પર વિચાર કરી શકે છે. જો આ પ્રમાણે પગારની ગણતરી કરવામાં આવે તો સરકાર ફિટમેન્ટ ફેક્ટર 3 કે તેનાથી વધુ લગાવે છે તો સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થઈ શકે છે. તેવામાં મિનિમમ 19 હજાર રૂપિયાનો વધારો થઈ શકે છે અને પગાર ઓછામાં ઓછો 51 હજાર રૂપિયા ઉપર જઈ શકે છે. જ્યારે મિનિમમ પેન્શન પણ વધીને 25 હજાર રૂપિયાથી વધુ રહી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news