Assembly Election 2021 Date: ચૂંટણી પંચે કરી જાહેરાત, 5 રાજ્યોમાં આ તારીખે યોજાશે વિધાનસભાની ચૂંટણી

પશ્ચિમ બંગાળ અને કેરળ સહિત 4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની (Assembly Election 2021) તારીખની આજે જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે (Election Commission) સાંજે 4.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું

Assembly Election 2021 Date: ચૂંટણી પંચે કરી જાહેરાત, 5 રાજ્યોમાં આ તારીખે યોજાશે વિધાનસભાની ચૂંટણી

Assembly Election 2021 Date: પશ્ચિમ બંગાળ અને કેરળ સહિત 4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની (Assembly Election 2021) તારીખની આજે જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે (Election Commission) સાંજે 4.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં કેન્દ્રીય ચૂંટણી પંચે તારીખની જાહેરાત કરી હતી. તમને જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળ ઉપરાંત અસમ, કેરળ, તમિલનાડુ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે. આ પાંચે રાજ્યોમાં 27 માર્ચથી તબક્કાવાર ચૂંટણી પક્રિયા શરૂ થશે જે 29 એપ્રિલના રોજ પૂર્ણ થશે. ત્યારબાદ 2 મેના રોજ તમામ રાજ્યોમાં મત ગણતરી હાથ ધરવામાં આવશે.

ચૂંટણી પંચની ટીમ પ્રેસ કોન્ફરન્સ માટે દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવન પહોંચી છે. ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ પ્રેસ કોન્ફરન્સ શરૂ કરી છે. ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું કે, કોરોના બાદ અમે નવી વસ્તુઓ શીખી છે. અમે તમામ કોરોના ડોક્ટર, નર્સ, વૈજ્ઞાનિકો અને ચૂંટણી ડ્યૂટી પર અમારા તમામ અધિકારીઓને સલામ કરીએ છેએ. બિહારમાં કોરોના વાયરસ મહામારી છતાં સૌથી વધુ મતદાન થયું છે. મોટી સંખ્યામાં મહિલાઓએ બિહાર વિધાનસભા ચૂંટણીમાં મતદાન કર્યું હતું.

ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર, અમે 5 રાજ્યોમાં રાજકીય પાર્ટીઓ, ચૂંટણી અધિકારીઓ સાથે વાત કરી છે. અસમ બાદ ચૂંટણી પંચની ટીમે પશ્ચિમ બંગાળની મુલાકાત લીધી હતી. 24 મે 2021 ના તમિલનાડુમાં વિધાનસભા કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં 30 મેના વિધાનસભા કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. અસમમાં 31 મેના વિધાનસભા કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે. 4 રાજ્યોમાં અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 824 વિધાનસભા બેઠક મતદાન થશે. દરેક જગ્યાએ મતદાન કેન્દ્ર ગ્રાઉન્ડ ફ્લોર પર હશે, તેની સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. આ વિધાનસભા ચૂંટણીમાં 18 કરોડથી વધારે મતદાતાઓ વોટિંગ કરશે.

ચૂંટણી કમિશનરે વધુમાં જણાવ્યું કે, તમામ ચૂંટણી અધિકારી ફ્રન્ટલાઈન વર્કર્સ હશે, જેમને તૈનાતીના એક કલાક પહેલા કોરોના વેક્સીન આપવામાં આવશે. આ વોરિયર્સ 80 થી વધુ ઉંમરના મતદારોને બૂથ સુધી લઇ જવામાં મદદ કરશે. ડોર ટૂ ડોર કેમ્પેનમાં માત્ર 5 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. જ્યારે રોડ શોમાં માત્ર 5 ગાડીઓ સામેલ થઇ શકશે. ચૂંટણી દરમિયાન રાજ્ય અને કેન્દ્રીય દળ સાથે મળીને કામ કરશે. તમામ જગ્યા ચૂંટણી પ્રક્રિયાનું વેબકાસ્ટિંગ થશે. CCTVની નજર હેઠળ વોટિંગ પ્રક્રિયા પૂર્ણ થશે.

ઓનલાઇન સિક્યોરિટી મની જમા કરાવી શકશો. કેરળમાં ચૂંટણી કેન્દ્રોની સંખ્યા 40 હજારથી વધુ હશે, અસમમાં 33 હજારથી વધારે પોલિંગ બુથ હશે, તમિલનાડુમાં 88 હજારથી વધારે પોલિંગ સ્ટેશન હશે, પશ્ચિમ બંગાળમાં 1 લાખ 1 હજારથી વધારે ચૂંટણી કેન્દ્રો બનાવવામાં આવશે. જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં 1500 થી વધારે પોલિંગ બૂથ હશે. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં 2 વિશેષ નિરીક્ષકો હશે. ચૂંટણીની તારીખ પર નિર્ણય લેતા સમયે CBSE પરીક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. આ ઉપરાંત જે દિવસે તહેવાર છે, તે દિવસે વોટિંગ નહીં થયા.

પુડ્ડુચેરીમાં એક ઉમેદવારનો ચૂંટણી ખર્ચ 22 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે બિહારમાં ચૂંટણી ખર્ચ સીમાને 10 ટકા વધારવામાં આવ્યો છે. રિટાયર્ડ પોલીસ અધિકારી વિવેક દુબે અને એમ. કે. દાસ પશ્ચિમ બંગાળના ઓબ્ઝર્વર હશે. કેરળમાં દીપક મીશ્રા જ્યારે તમિલનાડુમાં મધુ મહાજન અને બાલાકૃષ્ણ ઓબ્ઝર્વર હશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું કે, આ મારી અંતિમ પ્રેસ કોન્ફરન્સ છે.

અસમમાં 3 તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કો 27 માર્ચ, બીજો તબક્કો 1 એપ્રિલ અને ત્રીજો તબક્કો 6 એપ્રિલના વોટિંગ યોજાશે. 2 મેના રોજ થશે મત ગણતરી. કેરળ અને તમિલનાડુમાં 1 તબક્કામાં વોટિંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. તમિલનાડુમાં 6 એપ્રિલના વોટિંગ પ્રક્રિયા થશે અને 2 મેના રોજ મત ગણતરી યોજાશે. પુડ્ડુચેરીમાં 30 બેઠકો પર એક તબક્કામાં ચૂંટણી યોજાશે. પુડ્ડુચેરીમાં 6 એપ્રિલના રોજ વોટિંગ પ્રક્રિયા અને 2 મેના રોજ મત ગણતરી યોજાશે. 

પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કો 27 માર્ચ, બીજો તબક્કો 1 એપ્રિલ, ત્રીજો તબક્કો 6 અપ્રિલ , ચોથો તબક્કો 10 અપ્રિલ, પાંચમો તબક્કો 17 એપ્રિલ, છઠ્ઠો તબક્કો 22 એપ્રિલ, સાતમો તબક્કો 26 એપ્રિલ અને આઠમો તબક્કો 29 એપ્રિલના વોટિંગ પ્રક્રિયા યોજાશે. ત્યારે આ પાંચે રાજ્યોમાં 2 મેના રોજ મત ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

કયા રાજ્યમાં કેટલી બેઠક
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની 294 બેઠક છે અને તમિલનાડુમાં વિધાનસભાની 234 બેઠકો પર ચૂંટણી યોજાશે. કેરળમાં વિધાનસભાની 141 બેઠક છે, જેમાંથી 140 ચૂંટાયેલા અને એક બેઠક નિયુક્ત થયેલ છે. આ ઉપરાંત અસમમાં વિધાનસભાની 126 અને પુડ્ડુચેરીમાં 33 બેઠક છે.

વધારવામાં આવી શકે છે મતદાન કેન્દ્ર
કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic) વચ્ચે પ્રથમ વખત 5 રાજ્યોમાં એક સાથે ચૂંટણી યોજાઈ રહી છે. મહામારીની સ્થિતિને જોતા આ રજ્યોમાં મતદાન કેન્દ્રોની સંખ્યા વધારવાની સંભાવના છે. આ પહેલા ચૂંટણી પંચે ગત વર્ષ ઓક્ટોબર- નવેમ્બરમાં બિહારમાં વિધાનસબા ચૂંટણીનું આયોજન કર્યું હતું. જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સાથે મતદાન કેન્દ્રોની સંખ્યા વધારવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news