કર્ણાટક ચૂંટણીની તારીખો લીક કરવાના મામલે ECએ તપાસ સમિતિની રચના કરી

ચૂંટણીપંચ દ્વારા કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કર્યા પહેલા ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે તેની જાહેરાત કરી દીધી હતી. 

 કર્ણાટક ચૂંટણીની તારીખો લીક કરવાના મામલે ECએ તપાસ સમિતિની રચના કરી

નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી લીક થવાના મામલામાં તપાસ માટે ચૂંટણી પંચે સમિતિની રચના કરી છે. પંચે આ સમિતિને સાત દિવસની અંદર રિપોર્ટ દાખલ કરવાનું કહ્યું છે. તમને જણાવી દઈએ કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણીપંચ તારીખોની જાહેરાત કરે તે પહેલા ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે તેની જાહેરાક કરી દીધી હતી. વિવાદ વધતા અમિત માલવીયે આ ટ્વીટને ડિલેટ કરી દીધું હતું. મુખ્ય ચૂંટણી કમિશનરને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું આ એક ગંભીર મામલો છે. તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે ઝી ન્યૂઝ સાથેની વાતચીતમાં અમિત માલવીયે અત્યારે કંઇપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે મંગળવારે સવારે 11 કલાકે મુખ્ય ચૂંટણી અધિકારી ઓપી રાવત ચૂંટણીની જાહેરાતને લઈને પત્રકાર પરિષદ કરી રહ્યા હતા, આ દરમિયાન અમિત માલવીયે ટ્વીટ કર્યું, કર્ણાટકમાં 12 મેએ ચૂંટણી યોજાશે, 18 મેએ મતની ગણતરી કરવામાં આવશે. પરંતુ ચૂંટણીપંચે જાહેરાત કરી છે કે, કર્ણાટકમાં 12 મેએ મતદાન થશે અને 15 મેએ મતગણતરી હાથ ધરાશે. 

— ANI (@ANI) March 27, 2018

આ મામલે ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયનો બચાવ કરતા કહ્યું કે, તેણે ટીવી ચેનલમાં જોયા બાદ ટ્વીટ કર્યું. તેમણે કહ્યું કે માલવીયનો તેવો કોઇ ઈરાદો ન હતો કે ચૂંટણીપંચને નીચે દેખાડવામાં આવે. 

અમિત માલવીયના આ ટ્વીટ પર લોતોના જુદા-જુદા રિએક્શન આવ્યા છે. તેમાંથી કેટલાક રિએક્શન તમે પણ વાંચો

amit malviya

amit malviya

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે તારીખો જાહેર કરી દીધી છે. આ સંબંધમાં ચૂંટણી પંચે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે, 12 મેએ મતદાન અને 15 મેએ પરિણામ જાહેર થશે. આ સાથે કર્ણાટકમાં ચૂંટણી આચારસંહિતા લાગુ પડી ગઈ છે. રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ થશે નહીં. ચૂંટણીપંચે કહ્યું કે, નબળા તબક્કાના મતદાતાઓને સુરક્ષા આપવામાં આવશે. રાજ્યની કુલ 224 વિધાનસભા સીટો પર ચૂંટણી થવાની છે. બહુમત માટે 113 સીટો જોઈએ. કર્ણાટકમાં તમામ ઈવીએમ પર ઉમેદવારની તસ્વીર લાગેલી હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news