ભૂતિયા મતદારોને નાબૂદ કરવા સરકારનો મોટો નિર્ણય, હવે ચૂંટણી કાર્ડને પણ આધાર કાર્ડ સાથે કરવું પડશે લીંક

Aadhaar Card Voter ID Linkage: આગામી મહિનાઓમાં વોટર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું અભિયાન વધુ તેજ કરવામાં આવશે. ચૂંટણી પંચ EPICને આધાર નંબર સાથે લીંક કરવા માટે અનુચ્છેદ 326, RP એક્ટ, 1950 અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો અનુસાર બંધારણીય માળખામાં યોગ્ય પગલાં લેશે.

ભૂતિયા મતદારોને નાબૂદ કરવા સરકારનો મોટો નિર્ણય, હવે ચૂંટણી કાર્ડને પણ આધાર કાર્ડ સાથે કરવું પડશે લીંક

Aadhaar Card Voter ID Linkage: આ સંદર્ભમાં UIDAI અને ECIના નિષ્ણાતો વચ્ચે ટેકનિકલ પરામર્શ ટૂંક સમયમાં શરૂ થશે. ચૂંટણી પંચે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની આગેવાની હેઠળ ચૂંટણી કમિશનર ડો. સુખબીર સિંહ સંધુ અને ડો. વિવેક જોશી સાથે આજે પોતાની મુખ્યમથક નિર્વચન સદન ખાતે કેન્દ્રીય ગૃહ સચિવ, કાયદા મંત્રાલયના સચિવ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયના સચિવ અને UIDAIના CEO અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાતો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

ભારતીય બંધારણના અનુચ્છેદ 326 મુજબ મતદાનનો અધિકાર ફક્ત ભારતના નાગરિકોને જ આપી શકાય છે. જ્યારે આધાર કાર્ડ માત્ર વ્યક્તિની ઓળખ સ્થાપિત કરે છે. તેથી એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, EPICને આધાર સાથે લિંક કરવાનું કાર્ય બંધારણની કલમ 326, લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 23(4), 23(5) અને 23(6) ની જોગવાઈઓ અનુસાર તથા WP (સિવિલ) સંખ્યા 177/2023માં સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર કરવામાં આવશે.

ટેકનિકલ નિષ્ણાતો વચ્ચે ટૂંક સમયમાં શરૂ થશે વાતચીત
UIDAI અને ECIના ટેકનિકલ નિષ્ણાતો વચ્ચે ટેકનિકલ પરામર્શ પણ ટૂંક સમયમાં શરૂ થશે. દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચે મતદાર યાદીમાં ગેરરીતિના આક્ષેપોનો કાયમી અને વૈજ્ઞાનિક ઉકેલ શોધવાનો નિર્ણય લીધો છે. આ પગલું એવા મતદારોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવી રહ્યું છે, જેઓ એક કરતાં વધુ જગ્યાએ મતદાર તરીકે નોંધાયેલા છે.

રાજકીય પક્ષોએ ઉઠાવ્યા પ્રશ્નો 
આ બેઠક એવા સમયે આયોજિત કરવામાં આવી છે જ્યારે તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના (UBT), NCP (SCP) અને BJD જેવા અનેક રાજકીય પક્ષોએ એક જ EPIC નંબર ધરાવતા મતદારોનો મુદ્દો ઉઠાવ્યો છે. કમિશને સ્વીકાર કર્યો છે કે, કેટલાક રાજ્યોમાં ખરાબ આલ્ફાન્યૂમેરિક સીરિઝને કારણે ભૂલથી એ જ નંબરો ફરીથી જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ આને છેતરપિંડી ન કહી શકાય. હવે પંચે આ મુદ્દાનો નક્કર ઉકેલ શોધવા સક્રિય પગલાં લીધાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news