)
નવી દિલ્હીઃ લોકસભામાં નેતા વિપક્ષ અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગુરૂવાર (18 સપ્ટેમ્બર) એ પત્રકાર પરિષદ દરમિયાન ચૂંટણી પંચ પર વોટ ચોરીને લઈને ગંભીર આરોપ લગાવ્યા હતા. આ મામલે ચૂંટણી પંચનો જવાબ આવ્યો છે. ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા રાહુલ ગાંધીના બધા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. રાહુલે કહ્યુ હતુ કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વોટ ચોરોને બચાવી રહ્યાં છે.
ચૂંટણી પંચે રાહુલ ગાંધીની પત્રકાર પૂર્ણ થયા બાદ તેનો જવાબ આપ્યો છે. ચૂંટણી પંચે એક્સ પર પોસ્ટ શેર કરતા લખ્યું- રાહુલ ગાંધીના આરોપ ખોટા અને પાયાવિહોણા છે.
ચૂંટણી પંચે પોતાના જવાબમાં આ વાત કહી
- કોઈપણ સામાન્ય નાગરિક ઓનલાઈન મત ડિલીટ ન કરી શકે. રાહુલ ગાંધીએ આ મુદ્દે ખોટી જાણકારી આપી છે.
- વોટ ડિલીટ કરતા પહેલા પ્રભાવિત વ્યક્તિને સુનાવણીની તક આપવામાં આવે છે.
- 2023મા અલંદ વિધાનસભા ક્ષેત્રમાં વોટર ડિલીટ કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો, જેના પર ચૂંટણી પંચે ખુદ FIR નોંધાવી હતી.
ચૂંટણી પરિણામઃ અલંદ વિધાનસભાથી 2018મા ભાજપના સુબુધ ગુટ્ટેદાર જીત્યા, જ્યારે 2023મા કોંગ્રેસના બી.આર પાટિલ જીત્યા.
❌Allegations made by Shri Rahul Gandhi are incorrect and baseless.#ECIFactCheck
✅Read in detail in the image attached ? https://t.co/mhuUtciMTF pic.twitter.com/n30Jn6AeCr
— Election Commission of India (@ECISVEEP) September 18, 2025
રાહુલ ગાંધીએ કયા-કયા આરોપ લગાવ્યા
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ દરમિયાન કહ્યુ- કર્ણાટકના અલંદમાં વોટ ચોરી થી. અમે ચોરી પકડી લીધી. BLO એ જોયું કે તેના પરિવારજનોના મત ડિલીટ કરી દેવામાં આવ્યા હતા. તેમણે જાણકારી મેળવી તો સામે આવ્યું કે પાડોશીએ ડિલીટ કર્યા. પાડોશીએ ના પાડી કે મેં નથી કર્યાં.
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે આ માગ રાખી
રાહુલે કહ્યુ- અમારી માગ છે કે જ્ઞાનેશ કુમાર તે લોકોને ન બચાવે, જે લોકતંત્રને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમારી માગ છે કે ચૂંટણી પંચ એક સપ્તાહની અંદર કર્ણાટક CID ને જવાબ આપે. અમને બંધારણે શક્તિ આપી છે, અમારી લડાઈ બંધારણ બચાવવાની છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર તેને બચાવી રહ્યાં છે, જે બંધારણને નબળું પાડી રહ્યાં છે.