કર્ણાટકની રાજારાજેશ્વરી નગર સીટ પર ટળી ચૂંટણી: 28મીએ થશે મતદાન

ચૂંટણી પંચે આ સીટ પર ચૂંટણી પ્રચાર દરમિયાન મતદાતાઓને લોભાવવા માટે તમામ વસ્તુઓ વહેંચવા અને મોટા પ્રમાણમાં નકલી મતદાતા ઓળખપત્રો જપ્ત કરવા જેવી ઘટનાઓ સામે આવી હતી

કર્ણાટકની રાજારાજેશ્વરી નગર સીટ પર ટળી ચૂંટણી: 28મીએ થશે મતદાન

નવી દિલ્હી : ચૂંટણી પંચે કર્ણાટક વિધાનસભાની રાજરાજેશ્વરી નગર સીટ પર ચૂંટણી પ્રચાર દરમિયાન ચૂંટણી નિયમોનાં ઉલ્લંઘનની ફરિયાદ અંગે સંજ્ઞાન લેતા રાજ્યની 224 સીટોની સાથે 12મેનાં રોજ આ સીટ પર યોજાનાર મતદાન સ્થગિત કરી દીધું છે. પંચની તરફથી શુક્રવારે અપાયેલા આદેશ અનુસાર રાજરાજેશ્વરી નગર ખાતે હવે આગામી 28 મેનાં રોજ મતદાન અને 31મી મેનાં રોજ મતગણતરી થશે.

પંચે આ સીટ પર ચૂંટણી પ્રચાર દરમિયાન મતદાતાઓને લભાવવા માટે તમામ વસ્તુઓ વહેંચવા અને મોટા પ્રમાણમાં નકલી મતઓળખ પત્રો મળી આવવા જેવી ઘટનાઓની ફરિયાદની શરૂઆતી તપાસ સાચી ઠર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્ય ચૂંટણી આયુક્ત ઓ.પી રાવત અને ચૂંટણી આયુક્ત સુનીલ અરોડા તથા અશોક લવાસા દ્વારા અપાયેલા આદેશમાં કહેવામાં આવ્યું કે, રાજરાજેશ્વરી નગર સીટ પર ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને પૈસા, મોંઘા ઉપહાર અને અન્ય વસ્તુઓ વહેંચણી કરવાની ફરિયાદો મળી છે. નજર રાખનાર દળોએ આ વસ્તુઓની મોટા પ્રમાણમાં ધરપકડ પણ કરી.

આ ઘટનાઓમાં બે ઘટનાઓને ગંભીર માનતા પંચે આ સીટ પર મતદાન સ્થગીત કરવાનો નિર્ણય લીધો છે. તેની પહેલી ઘટના ગત્ત છ મેનાં રોજ એક ટ્રકથી સામાન મળ્યાની છે. જેની કિંમત 95 લાખ રૂપિયા આંકવામાં આવી છે. બીજી ઘટના વિધાનસભા સીટમાંથી હજારોની સંખ્યામાં નકલી મતદાન ઓળખકાર્ડ મળી આવ્યાનાં છે. ફોટોયુક્ત મતદાન યાદી અને લેપટોપ સહિત અન્ય સામગ્રી મળી આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news