નવી દિલ્હીઃ દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની જાહેરાત બાદ હવે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી માટે તારીખની જાહેરાત થઈ ગઈ છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે 6 ઓગસ્ટે ચૂંટણી થશે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનો કાર્યકાળ 11 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે. તેવામાં તેમના કાર્યકાળની સમાપ્તિ પહેલા ચૂંટણી કરાવવી જરૂરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે 5 જુલાઈએ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. તો નોમિનેશનની છેલ્લી તારીખ 19 જુલાઈ 2022 હશે. ત્યારબાદ 20 જુલાઈએ ઉમેદવારોની સ્ક્રૂટની થશે. તો ઉમેદવારી પરત લેવાની તારીખ 22 જુલાઈ હશે. 


રાષ્ટ્રપતિ ચૂંટણી માટે જો મતદાનની જરૂર પડે છે તો 6 ઓગસ્ટે મતદાન થશે. મતદાનનો સમય સવારે 10 કલાકથી સાંજે 5 કલાક સુધી હશે. મતદાનના દિવસે જ મતની ગણતરી કરવામાં આવશે.


કઈ રીતે થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણી?
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહના સભ્યો ભાગ લે છે. આ ચૂંટણીમાં નોમીનેટ સાંસદ પણ પોતાનો મત આપી શકે છે. આ રીતે જોવામાં આવે કો આ ચૂંટણીમાં રાજ્યસભાના ચૂંટાયેલા 233 સભ્યો અને 12 નોમીનેટ સભ્યો મત આપે છે. આ સિવાય લોકસભાના 543 ચૂંટાયેલા અને બે નોમીનેટ સભ્યો મત આપે છે. પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહના સાંસદોની સાથે રાજ્ય વિધાનસભાના ધારાસભ્યો પણ મત આપે છે. 

આ પણ વાંચોઃ મદરેસામાં બાળકોને ઈશનિંદા કરનારનું માથુ કાપવાનું શીખવવામાં આવે છેઃ આરિફ મોહમ્મદ ખાન


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube