UP: કારમાં પાણીની બોટલ રાખતા હોવ તો સાવધાન...એન્જિનિયરના મોતનું કારણ બની, ખાસ જાણો શું છે મામલો

એક નાનાકડી ભૂલ પણ ક્યારેક માણસ માટે જીવલેણ નીવડી શકે છે.

UP: કારમાં પાણીની બોટલ રાખતા હોવ તો સાવધાન...એન્જિનિયરના મોતનું કારણ બની, ખાસ જાણો શું છે મામલો

નવી દિલ્હી: એક નાનાકડી ભૂલ પણ ક્યારેક માણસ માટે જીવલેણ નીવડી શકે છે. આવું જ કઈક નોઈડા-ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર જોવા મળ્યું. જ્યાં કારમાં પાણીની એક બોટલના કારણે એન્જિનિયરનું મોત નિપજ્યું. 

વાત જાણે એમ છે કે દિલ્હીના રહીશ એન્જિનિયર અભિષેક ઝા મિત્ર સાથે કારથી ગ્રેટર નોઈડા જઈ રહ્યો હતો. આ દરમિયાન અભિષેકની ગાડી રોડના કિનારે ઊભેલી ટ્રક સાથે ટકરાઈ જેના કારણે એન્જિનિયરનો જીવ જતો રહ્યો. જ્યારે તેનો મિત્ર ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસે અકસ્માતનું કારણ કારમાં રહેલી પાણીની એક બોટલ ગણાવ્યું છે. 

પોલીસના જણાવ્યાં મુજબ જ્યારે અભિષેક કાર ચલાવતો હતો ત્યારે તે સમયે સીટની પાછળ રાખેલી પાણીની બોટલ સરકીને અભિષેકના પગ પાસે આવી ગઈ. ટ્રકને જોઈને કારને કાબૂમાં કરવા માટે અભિષેકે બ્રેક મારી પરંતુ બ્રેક પેડલની નીચે બોટલ  હોવાના કારણે બ્રેક લાગી ગઈ અને કાર ટ્રક સાથે જઈ ટકરાઈ. 

પોલીસે જણાવ્યું કે આ અકસ્માત સેક્ટર 144ની પાસે થયો જેમાં ગાડી ચાલક અભિષેકનું મોત નિપજ્યું. મળતી માહિતી મુજબ અભિષેક ગ્રેટર નોઈડાની એક કંપનીમાં એન્જિનિયર હતો. પોલીસના જણાવ્યાં મુજબ અભિષેક શુક્રવારની રાતે મિત્ર સાથે રીનોલ્ટ ટ્રાઈબર ગાડીથી નોઈડાથી ગ્રેટર નોઈડા જવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન સેક્ટર 144 ની પાસે તેની પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર બગડેલી ટ્રક સાથે અથડાઈ. રિપોર્ટ મુજબ પાણીની બોટલ બ્રેક પેન્ડલની નીચે આવી જવાના કારણે આ અકસ્માત સર્જાયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news