)
નવી દિલ્હીઃ દેશમાં ઈ-પાસપોર્ટ લોન્ચ થઈ ગયો છે. કારણ કે આ કોન્સેપ્ટ હજુ નવો છે. તેથી લોકોના મનમાં ઘણા સવાલો છે. જેમ કે જેની પાસે જૂનો પાસપોર્ટ છે અને તે એક્સપાયર થયો નથી, તો શું આવા પાસપોર્ટ અમાન્ય થઈ જશે?
હવે પાસપોર્ટની સાથે એક ચિપ લાગેલી આવશે. આ ચિપમાં વ્યક્તિ વિશે બધી જાણકારી હશે. આ ચિપ સામાન્ય પાસપોર્ટને ઈ-પાસપોર્ટ બનાવી દેશે.
શું જૂનો પાસપોર્ટ અમાન્ય થશે?
તમારી પાસે વર્તમાન સામાન્ય પાસપોર્ટ ત્યાં સુધી અમાન્ય થશે નહીં, જ્યાં સુધી તે એક્સપાયર ન થાય. જો તમારી પાસે રહેલ વર્તમાન સામાન્ય પાસપોર્ટ એક્સપાયર થઈ જાય તો તે અમાન્ય થઈ જશે. ત્યારબાદ તમારે પણ નવો ઈ-પાસપોર્ટ બનાવવો પડશે.
ઈ-પાસપોર્ટ, સામાન્યથી કેટલો અલગ?
જો લુકની વાત કરીએ તો ઈ-પાસપોર્ટમાં એક ચિપ લાગી છે. ઈ-પાસપોર્ટનો અર્થ તે નથી કે તમે તેને ઈ-આધારની જેમ ફોનમાં એક્સેસ કરી શકો છો. તમારે પહેલાની જેમ પાસપોર્ટ બુક સાથે લઈ જવી પડશે. પાસપોર્ટ બુકમાં પહેલાની જેમ પેજ પણ હશે.
ઈ-પાસપોર્ટ પર આ ચિપ એટલા માટે લગાવવામાં આવી રહી છે, જેથી પિચને સ્કેન કરી વ્યક્તિ વિશે બેઝિક જાણકારી સરળતાથી મેળવી શકા છે.
કયા-ડોક્યુમેન્ટ જોઈએ?
ઈ-પાસપોર્ટ બનાવવા માટે તમારે પુરાવા તરીકે કેટલાક દસ્તાવેજ આપવા પડશેઃ
ઓળખનો પુરાવો
આધાર કાર્ડ
પાન કાર્ડ
ચૂંટણી કાર્ડ
સરનામાનો પુરાવો
વીજળીનું બિલ
જન્મ તારીખનો પૂરાવો
બર્થ સર્ટિફિકેટ
e-Passport Apply Process: કઈ રીતે અરજી કરશો?
સ્ટેપ 1: સૌથી પહેલા તમારે પાસપોર્ટની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
સ્ટેપ 2: જો તમે હજુ સુધી રજીસ્ટર કર્યું નથી તો તે પ્રક્રિયા પુરી કરવી પડશે. તો જૂના યુઝર તેમાં સીધુ લોગઇન કરી શકશે.
સ્ટેપ 3: ત્યારબાદ ફોર્મમાં માંગવામાં આવેલી જાણકારી અને ડોક્યુમેન્ટ જમા કરો. પછી તમારે પાસપોર્ટ સેવા કેન્દ્ર કે પોસ્ટ ઓફિસ માટે અપોઈન્ટમેન્ટ લેવી પડશે.
સ્ટેપ 4: પછી પાસપોર્ટ સેવા કેન્દ્ર પહોંચી દસ્તાવેજની ખાતરી કરાવવી પડશે. અંતમાં તમારો પાસપોર્ટ ઘરના સરનામે આવી જશે.