અમદાવાદ :સૂર્ય (Sun)ના ઉત્તરીય ગોળાર્ધ પર વિષવવૃત્ત રેખા હોવાને કારણે આવતીકાલે 23 સપ્ટેમ્બર (23 September) ના રોજ દિવસ અને રાત એકસરખા હશે. ખગોળીય ઘટના બાદ દક્ષિણ ગોળાર્ધમાં સૂર્ય પ્રવેશ કરશે અને ઉત્તરીય ગોળાર્ધમાં ધીરે ધીરે રાત મોટી થવા લાગશે. પૃથ્વીના મૌસમ પરિવર્તન માટે વર્ષમાં ચારવાર 21 માર્ચ, 21 જૂન, 23 સપ્ટેમ્બર તથા 22 ડિસેમ્બરના રોજ થનારી ખગોળી ઘટના સામાન્ય માણસના જીવનને પ્રભાવિત કરે છે. આવું ખગોળ વિજ્ઞાનકોનો મત છે. 23 સપ્ટેમ્બરના રોજ થનારી ઘટનામાં સૂર્ય ઉત્તર ગોળાર્ધમાંથી દક્ષિણ ગોળાર્ધમાં પ્રવેશે છે. સાથે જ તેના કિરણ ત્રાસા હોવાને કારણે ઉત્તરીય ગોળાર્ધમાંથી મોસમમાં ઠંડી રાત અનુભવાય છે. જેથી સાયન સૂર્યની તુલા રાશિમાં પ્રવેશ થવા પર 23 સપ્ટેમ્બરના રોજ દિવસ-રાત એકજેવા હશે. આ દિવસે બાર કલાકનો દિવસ અને બાર કલાકની રાત હશે. સૂર્યોદય અને સૂર્યાસ્ત એક જ સમયે થશે. 


વડોદરાના ફાર્મહાઉસમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે પાડી રેડ, 35 નબીરા પકડાયા 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે દક્ષિણ અને ઉત્તર ગોળ
પૃથ્વીની મધ્ય રેખાને ભૂમધ્ય કે વિષુવવૃત્ત કહેવાય છે. જ્યારે સૂર્ય દક્ષિણની તરફ અગ્રેસર હોય છે, તો દક્ષિણ ગોળ સૂર્ય કહેવાય છે. જ્યારે સૂર્ય ઉત્તરની તરફ જાય છે, તો ઉત્તર ગોળ કહેવાય છે. આ બંને સ્થિતિ છ મહિનાની હોય છે.  


બનાસકાંઠા : બાઈકની લક્ઝરી સાથે ટક્કરમાં ત્રણ સગાભાઈના મોત, સાથે કામ પર જવા નીકળ્યા હતા 


હકીકતમાં, પૃથ્વી સૂર્યના ચક્કર લગાવે છે અને સૂર્ય બ્રહ્માંડમાં બ્લેક હોલનો ચક્કર લગાવે છે. 27 હજાર વર્ષમાં આ ચક્કર પૂર્ણ થાય છે. આ વચ્ચે એક દિવસ આગળ-પાછળ થાય છે. એવું માનવામાં આવે છે કે આવું ક્યારેક ક્યારેક અયનાંશની ગણતરીને કારણે થાય છે. આ કારણે દિવસ-રાતની બરાબરીનો સમય ક્યારેક 22 તો ક્યારેક 23 સપ્ટેમ્બરે થાય છે. 


દર વર્ષે બે દિવસ એટલે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના રોજ દિવસ અને રાત બરાબર હોય છે. આવું એટલા માટે થાય છે કે, 21 જૂનના રોજ દક્ષિણી ધ્રુવ સૂર્યથી સૌથી દૂર હોય છે, તેથી દિવસ સૌથી મોટો હોય છે. તેના બાદ 22 સપ્ટેમ્બરના રોજ સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ પ્રવેશે છે. તેથી 24 ડિસેમ્બરે સૌથી નાનો દિવસ અને સૌથી મોટી રાત હોય છે. તેના બાદ 25 ડિસેમ્બરથી આ દિવસનો સમય વધવા લાગે છે. 


દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :