EXCLUSIVE : વડાપ્રધાન મોદીએ ચૂંટણીમાં નથી ઉઠાવ્યો ભ્રષ્ટાચારનો મુદ્દો ; રાહુલ ગાંધી

ગુજરાતમાં સત્તા આવવાની સ્થિતિમાં કોંગ્રેસની પ્રાથમિકતાઓ વિશે કરી સ્પષ્ટતા 

EXCLUSIVE : વડાપ્રધાન મોદીએ ચૂંટણીમાં નથી ઉઠાવ્યો ભ્રષ્ટાચારનો મુદ્દો ; રાહુલ ગાંધી

નવી દિલ્હી : કોંગ્રેસના નવા ચૂંટાયેલા અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઝી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં નરેન્દ્ર મોદી પર હુમલો કરતા કહ્યું કે ગુજરાત ચૂંટણી પ્રચાર અભિયાનમાં વડાપ્રધાને ભ્રષ્ટાચારનો મુદ્દો નથી ઉઠાવ્યો. તેમણે સરકાર પર આરોપ લગાવીને જણાવ્યું કે જીએસટીના કારણે ગુજરાતમાં 50 ટકા જેટલી આવક ઘટી છે. ભાજપ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવે છે પણ હવે ગુજરાતની જનતા હકીકતના આધારે વોટ કરશે. 

ગુજરાતમાં સત્તા આવવાની સ્થિતિમાં કોંગ્રેસની પ્રાથમિકતા પર રાહુલ ગાંધીએ કહ્યું છે કે અમારી સરકાર પોતાના મનની વાત નહીં કરે પણ જનતાના મનની વાત કરશે. રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે ગુજરાતે મને પ્રેમ આપ્યો છે અને મારું દિલ જીતી લીધું છે. ગુજરાત માટે હંમેશા મારા દિલમાં પ્રેમ રહેશે. 

આ પહેલાં અમદાવાદમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર શાબ્દિક હુમલો કરતા કહ્યું હતું કે છેલ્લા 22 વર્ષોમાં મોદીજી અને રુપાણીજીએ એકતરફી વિકાસ કર્યો છે અને માત્ર 5-10 લોકોને ફાયદો મળ્યો છે. દરેકને તેના અધિકાર નથી આપવામાં આવ્યા. અમે જે ગુજરાત વિશે જે નિર્ણય લઇશું એ ગુજરાતની જનતાનો અવાજ સાંભળીને લઇશું. 

રાહુલ ગાંધીની મંદિર મુલાકાત મામલે થઈ રહેલા વિવાદ વિશે પોતાનો મત વ્યક્ત કરતા તેમણે કહ્યું છે કે મને જ્યારે મોકો મળે છે ત્યારે હું મંદિર જાઉં છું. કેદારનાથ પણ ગયો હતો તો શું એ ગુજરાતમાં છે? હું જે પણ મંદિરમાં ગયો છું એમાં મેં ગુજરાતના લોકો માટે 'સોનેરી ભવિષ્ય'ની કામના કરી છે અને વધારે સારા વિકાસની પ્રાર્થના કરી છે. 

રાહુલના ઇન્ટરવ્યૂની હાઇલાઇટ્સ

  • અમે ખેડૂતોનું દેવુ માફ કરવાનું કામ કરીશું
  • ગુજરાતમાં અમારી સરકાર આવશે એટલે અમે દબાણ કરીશું કે જીએસટીમાં ફેરફાર કરવામાં આવે
  • નરેન્દ્ર મોદીજી ગુજરાતને આગળ ન લઈ ગયા
  • મનમોહન સિંહ માટે અયોગ્ય ભાષા સ્વીકારવામાં નહીં આવે
  • મને ગુજરાતે પ્રેમ આપ્યો છે જેણે મારું દિલ જીતી લીધું છે
  • ગુજરાતનું વિઝન ગુજરાત અને ગુજરાતની જનતાની વાત સાંભળીને બનશે,  રાહુલ ગાંધી આ વિઝનને સ્પોર્ટ કરશે
  • અમે ગબ્બર સિંઘ ટેક્સ નથી ઈચ્છતા, અમે જીએસટી ઈચ્છીએ છીએ
  • ગુજરાતમાં એકતરફી ચૂંટણી છે, કોંગ્રેસનો ભવ્ય વિજય થશે, ચૂંટણીના પરિણામ બીજેપીને ચોંકાવી દેશે
  • ગુજરાતની હોસ્પિટલોમાં ડોક્ટર નથી
  • આ ચૂંટણી ગુજરાતની જનતા માટે છે, કોંગ્રેસે ગુજરાતની જનતાને એક પ્લેટફોર્મ આપ્યું છે
  • બીજેપી પાસે કોઈ વિઝન નથી
  • અમે ચાર મહિનાથી લોકો સાથે વાત કરી રહ્યાં છીએ, હવે લોકોની ભાવનાઓ બદલી ગઈ છે
  • કામ કરવાની ભાવના હોય તો પદથી કોઈ ફરક પડતો નથી
  • મારા પરદાદા, દાદા, દાદી, મારા પિતા, માં બધાએ માન્યું કે દેશ સૌથી મોટો છે
  • કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે
  • ગુજરાતની જનતા સત્યને આધારે મતદાન કરશે. નોટબંધીનું સત્ય તેમજ ગબ્બર સિંહ ટેક્સના સત્યને આધારે મતદાન થશે
  • ગુજરાતમાં ૯૦ ટકા એન્જિનયરિંગ કોલેજ ખાનગી ક્ષેત્રના હાથમાં છે
  • અમે અમારા મનની વાત નહીં કહીએ, અમે ગુજરાતના લોકોના મનની વાત સાંભળશું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news