હવે ફેસબુક વાપરવા માટે ચુકવવા પડશે નાણા, જાણો ઝકરબર્ગે શું નિર્ણય લીધો ?

યુઝર્સ નાણા ચુકવીને સંપુર્ણ સુરક્ષીત અેડ રહિત ફેસબુકનું સુરક્ષીત વર્ઝન પણ વાપરી શકશે

Updated By: May 5, 2018, 06:42 PM IST
હવે ફેસબુક વાપરવા માટે ચુકવવા પડશે નાણા, જાણો ઝકરબર્ગે શું નિર્ણય લીધો ?

નવી દિલ્હી : માર્ક જકરબર્ગે હાલમાં જ કહ્યું હતું કે, ફેસબુક હંમેશા માટે ફ્રી રહેશે. સાથે જ ફેસબુકનાં વડાએ તેમ પણ કહ્યું હતું કે, તેનું પેઇડ વર્ઝન લાવવા અંગેની સંભાવનાઓ પર વિચાર કરવામાં આવી શકે છે. હવે હાલમાં જ આવેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ટુંક જ સમયમાં ફેસબુકનું પેઇડ વર્ઝન લોન્ચ કરવામાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર ફેસબુક એક સબ્સ્ક્રિપ્શન બેસ્ઝ મોડલ લાવવા પર સંશોધન કરી રહ્યું છે. જેથી તે નક્કી કરી શકાય કે યુઝર પોતાની પ્રાઇવેસી માટે નાણા ખર્ચવા માટે તૈયાર છે. જો કે ફેસબુકનાં પ્રવક્તાએ આ અંગે કોઇ જ ટીપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. 

છેલ્લા ઘણા સમયથી ફેસબુકનાં સબ્સક્રિપ્શન બેઝ્ડ મોડેલ મુદ્દે ઘણી ચર્ચાઓ હતી. જેમાં યુઝર્સ કંપનીને પૈસા ચુકવીને પોતાની પ્રાઇવસીની સુરક્ષા વધારે મજબુત કરાવી શકતી હતી હાલ ફેસબુકનાં તમામ યુઝર્સ માટે પ્રીમાં કંપની યુઝર્સનાં ડેટા એકત્ર કરે છે. આ જ ડેટાનો ઉપયોગ કરીને ફેસબુક પોતાનાં જાહેરાત આપનારા યુઝર્સને ટાર્ગેટ પુરો કરવા માટે પહોંચાડે છે. જો કે કેમ્બ્રિજ એનાલિટિકા સ્કેન્ડલ બાદ ડેટા મુદ્દે નવો જ વિવાદ પેદા થઇ ગયો છે. ત્યાર બાદથી જ ફેસબુકને ઘણું નીચાજોણું થયું હતું. 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમય પહેલા અમેરિકાનાં સેનેટમાં માર્ક જુકરબર્ગે તીખા સવાલોનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન જ્યારે ઘણા સાંસદો દ્વારા માર્ક જુકરબર્ગને પુછવામાં આવ્યું કે, શું તેઓ ફેસબુકનું એક એડ ફ્રી વર્ઝન લાવવા અંગે વિચારી રહ્યા છે. જે પેઇડ પણ હોય. આ સવાલનો જવાબ આપતા જકરબર્ગે સાંસદ ઓરિન હેન્ચને કહ્યું કે, ફેસબુકનુ એક ફ્રી વર્ઝન હંમેશા રહેશે, જ્યારે એક પેઇડ વર્ઝન અંગે પણ વિચારી શકે છે.