Priyanka Gandhi in Custody: પ્રિયંકા ગાંધીની અટકાયત, રાહુલ ગાંધી બોલ્યા- 'દેશમાં લોકશાહી નથી'

દિલ્હી પોલીસે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય કોંગ્રેસી નેતાઓને અટકાયતમાં લીધા. ત્યારબાદ પોલીસ પ્રિયંકા ગાંધી સહિત અન્ય નેતાઓને એક બસમાં બેસાડીને લઈ ગઈ. જો કે થોડીવારમાં જ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.

Priyanka Gandhi in Custody: પ્રિયંકા ગાંધીની અટકાયત, રાહુલ ગાંધી બોલ્યા- 'દેશમાં લોકશાહી નથી'

નવી દિલ્હી: નવા કૃષિ કાયદા (Farm Laws) ના વિરોધમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) ને 2 કરોડ લોકોના હસ્તાક્ષરની કોપી સોંપવા જઈ રહેલા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને અન્ય કોંગ્રેસી નેતાઓની કૂચને પોલીસે અટકાવી દીધી. આ દરમિયાન દિલ્હી પોલીસે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra)  અને અન્ય કોંગ્રેસી નેતાઓને અટકાયતમાં લીધા. ત્યારબાદ પોલીસ પ્રિયંકા ગાંધી સહિત અન્ય નેતાઓને એક બસમાં બેસાડીને લઈ ગઈ. જો કે થોડીવારમાં જ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.

— ANI (@ANI) December 24, 2020

રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર
અત્રે જણાવવાનું કે ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના તમામ સાંસદો દિલ્હીમાં વિજય ચોકથી પગપાળા કૂચ કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન દિલ્હી પોલીસે કોંગ્રેસના નેતાઓને અટકાવ્યા. રાહુલ ગાંધી અને ફકત બે નેતાઓને મળવાની મંજૂરી મળી હતી. રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી અને હસ્તાક્ષરની કોપી સોંપી. ત્યારબાદ રાહુલ ગાંધીએ કૃષિ કાયદાને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. 

— ANI (@ANI) December 24, 2020

કાયદા તરત પાછા ખેંચે સરકાર-રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે અમે રાષ્ટ્રપતિને કહ્યું છે કે આ કાયદાથી ખેડૂતોને નુકસાન થવાનું છે. દેશ જોઈ રહ્યો છે કે ખેડૂતો કાયદા વિરુદ્ધ છે. હું પ્રધાનમંત્રીને કહેવા માંગુ છું કે ખેડૂતો હટશે નહીં, જ્યાં સુધી કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી કોઈ પાછા જશે નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર સંસદનું જોઈન્ટ સત્ર બોલાવે અને આ  કાયદાને તરત પાછા ખેંચે. રાહુલે કહ્યું કે આજે ખેડૂતો દુખ અને દર્દમાં છે. કેટલાક ખેડૂતોના મોત પણ થયા છે. 

— ANI (@ANI) December 24, 2020

અસંતોષને આતંકવાદી તત્વ ગણાવાયું-પ્રિયંકા
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ સરકાર વિરુદ્ધ કોઈ પણ પ્રકારના અસંતોષને આતંકવાદી તત્વો તરીકે વર્ગીકૃત કરાય છે. અમે ખેડૂતોના સમર્થનમાં અવાજ બુલંદ કરવા માટે આ કૂચ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે જવાન ખેડૂતનો પુત્ર હોય છે, જે ખેડૂતોનો અવાજ ઠુકરાવી રહ્યો છે અને પોતાની જીદ પર અડેલો છે. જ્યારે દેશનો અન્નદાતા ઠંડીમાં બહાર બેઠો છે. આ સરકારના હ્રદયમાં જવાન, ખેડૂતો માટે આદર છે કે ફક્ત પોતાની રાજનીતિ, પોતાના પૂંજીપતિ મિત્રોનો આદર છે?

29 દિવસથી ખેડૂતો કરી રહ્યા છે પ્રદર્શન
અત્રે જણાવવાનું કે કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન 29 માં દિવસે પણ ચાલુ છે અને ખેડૂતો સતત આ કાયદા પાછા ખેંચવાની માગણી કરી રહ્યા છે. આંદોલનકારી ખેડૂતો અને સરકાર વચ્ચે એક મત બનતો જોવા મળતો નથી. આંદોલન કરી રહેલા ખેડૂતોએ જાહેરાત કરી છે કે તેઓ સંશોધન ઈચ્છતા નથી અને કૃષિ કાયદાની વાપસી વગર ચર્ચા શક્ય નથી. આ સાથે જ ખેડૂતોની માગણી છે કે સરકાર MSP પર કાયદો બનાવે. બીજી બાજુ સરકાર એ બતાવવાની કોશિશમાં છે કે આ નવા કાયદા ખેડૂતોના હિતમાં છે. મોટાભાગના ખેડૂતો એ સમજે પણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news