મુંબઈ: કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં ભીષણ આગ, 14ના ગૂંગળાઈ જવાથી મોત, અનેક ઘાયલ

શહેરના લોઅર પરેલ ખાતે આવેલા કમલા મિલ કમ્પાઉન્ડ સ્થિત મોજોઝ બ્રિસ્ટો રેસ્ટોરાનો ટેરેસ ફ્લોર સંપૂર્ણ નષ્ટ થઈ ગયો છે.

મુંબઈ: કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં ભીષણ આગ, 14ના ગૂંગળાઈ જવાથી મોત, અનેક ઘાયલ

મુંબઈ: શહેરના લોઅર પરેલ ખાતે આવેલા કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં ગુરુવારે મોડી રાતે ભીષણ આગ લાગતા 19 લોકોના મોત નિપજ્યાં છે તથા અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ અગાઉ કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલ (KEM)એ 14 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. આગના કારણે લંડન ટેક્સીનું ટેરસ લગભગ સંપૂર્ણ પણે નષ્ટ થઈ ગયું છે. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. આગ પર જો કે કાબુ મેળવી લેવાયો છે અને કુલિંગનું કામ ચાલી રહ્યું છે. આગના કારણે કમ્પાઉન્ડમાં આવેલા મોજો બ્રિસ્ટો રેસ્ટોરાનો ટેરેસ ફ્લોર સંપૂર્ણ પણે ખાખ થઈ ગયો છે.મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તમામના મોત ગૂંગળાઈ જવાના કારણે થયા છે. ઘાયલોમાં અનેક લોકોની હાલત ગંભીર છે. પોલીસે હાલ આ અગ્નિકાંડમાં બિન ઈરાદાપૂર્વક હત્યાનો ગુનો નોંધીની તપાસ હાથ ધરી છે. પોલીસે રેસ્ટોરાના માલિક કે.સંઘવી, જી.સંઘવી અને અભિજીત મંકર વિરુદ્ધ મામલો નોંધ્યો છે. જો કે હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ તમામ લોકોના મોત શ્વાસ રૂંધાવાના કારણે  થયા હતાં. ગુરુવારે રાતે થયેલા આ અકસ્માતમાં કેટલાક બચી જવા પણ પામ્યાં હતાં. ભાગ્યશાળી રહેલા એક ગાયનેકલોજિસ્ટ ડો. સુલભ કેજી અરોરાએ આ ઘટના અંગે ટ્વિટ પણ કર્યાં. જેમાં તેમણે જણાવ્યું કે તેમને કોઈ ચમત્કારે જ આગમાંથી બચાવ્યાં. 

— Dr Sulbha KG Arora (@SulbhaArora) December 28, 2017

ઘટનાને યાદ કરતા ડો.અરોરાએ ટ્વિટ કરતા કહ્યું કે કમલા મિલ્સમાં આગ લગભગ એક વાગ્યે  લાગી. તે વખતે હું ત્યાં જ હતી. અને ખુબ મુશ્કેલથી તેમાંથી બચીને બહાર આવી. કેટલાક લોકો ભાગ્યશાળી નહતાં. ઘાયલો અને મૃતકો માટે હું પ્રાર્થના કરી રહી છું.  આ ખુબ ભયાનક વસ્તુ હતી જેમાંથી હું બચીને બહાર નીકળી. 

બીજી એક ટ્વિટને યાદ કરતા તેમણે લખ્યું કે ત્યાં ભાગદોડ મચી ગઈ હતી અને કોઈએ મને ધક્કો માર્યો. લોકો મારા ઉપર થઈને દોડી રહ્યાં હતાં. કારણ કે મારા ઉપરની છત પણ આગમાં પડું પડું થઈ રહી હતી. મને હજું એ ખબર નથી કે હું બચી ગઈ કેવી રીતે? કેટલીક શક્તિઓ ચોક્કસપણે મારી રક્ષા કરી રહી હતી. 

— Dr Sulbha KG Arora (@SulbhaArora) December 28, 2017

રાષ્ટ્રપતિ કોવિંદે આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. એક ટ્વિટરમાં તેમણે કહ્યું કે દુ:ખની આ ઘડીમાં તેઓ પીડિત પરિવારો સાથે છે તથા ઈજાગ્રસ્તો જલદી સાજા થઈ જાય તેવી કામના કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રેસ્ટોરામાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હશે. 

— ANI (@ANI) December 29, 2017

ઘટનાની જાણકારી મળતા જ ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. KEM હોસ્પિટલના ડીને જણાવ્યું કે ઘાયલ અવસ્થામાં 21 લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. બ્રીચ કેન્ડી હોસ્પિટલે 10 થી 15 ઘાયલોને લાવવામાં આવ્યાં હોવાની પુષ્ટિ કરી છે. એક અધિકારીના જણાવ્યાં મુજબ કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જ્યારે કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. 

બીએમસીના કમિશનર અજય મહેતા અને મનપાના એડિશનલ કમિશનર આઈ એ કુંદન પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. આ બાજુ ફાયર ઓફિસના ડેપ્યુટી ચીફ કે વી હિવરાલેએ કહ્યું કે લંડન ટેક્સી બાર અકસ્માતની તપાસ કરાવવામાં આવશે. બીએમસીના ડીઝાસ્ટર મેનેજમેન્ટ શાખાએ જણાવ્યું કે ઘટનાસ્થળે ફાયરની 8 ગાડીઓ, 3 જેટી અને પાંચ ટેન્કરને તરત મોકલવામાં આવ્યાં હતાં. ફાયર બ્રિગેડના કર્મચારીઓ આસપાસ સ્થિત ઓફિસોની ઈમારતોને પણ બચાવવામાં લાગ્યાં હતાં. આગ લાગતા જ કર્મચારીઓ બહારની તરફ ભાગ્યા હતાં. 

— ANI (@ANI) December 28, 2017

ફાયર બ્રિગેડને ઘટનાની જાણકારી રાતના 12.30 વાગ્યે મળી હતી. આગ એટલી ભીષણ હતી કે ઉપરના માળ સુધી પહોંચવા માટે ફાયર કર્મચારીઓએ સ્પેશિયલ સીડીનો ઉપયોગ કરવો પડ્યો હતો. અત્રે જણાવવાનું કે હાલમાં જ ખુલેલું ટેરેસ બાર મુંબઈ યુવાઓમાં ખુબ લોકપ્રિય છે. બીજા માળે ખુલ્લી છતને થોડા દિવસો પહેલા જ ઢાંકવામાં આવ્યો હતો. નિર્માણ કાર્ય બાદ અનેક બેકાર લાકડીઓ ત્યાં પડી  રહી હતી. શક્યતા છે કે તેના કારણે આગ વધી ગઈ. શુક્રવારે અને શનિવારે રાતે આ પબમાં પ્રવેશ માટે લાંબી લાઈન લાગે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news