વસ્તી ગણતરીનું કાઉન્ટાડાઉન શરૂ, પહેલીવાર ભારતીયોને પૂછાશે ‘ખાસ’ સવાલો

વસ્તી ગણતરી 2021 (Census 2021)નો પહેલુ ચરણ 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી કરવામા આવશે. આ ચરણનું નામ હાઉસહોલ્ડ લિસ્ટીંગ છે. વસ્તી ગણતરીના પહેલા ફેઝમાં સવાલ હાઉસહોલ્ડ (Household) પર આધારિત રહેશે, ન કે ઈન્ડિવિઝ્યુઅલ આધારિત... પહેલા ફેઝમાં ઘરના કર્તાધર્તા કોણ છે, ઘરમાં કઈ-કઈ સુવિધા છે, કેટલાક લોકો છે તે સવાલો સામેલ હશે. 

Updated By: Jan 16, 2020, 08:17 AM IST
વસ્તી ગણતરીનું કાઉન્ટાડાઉન શરૂ, પહેલીવાર ભારતીયોને પૂછાશે ‘ખાસ’ સવાલો

નવી દિલ્હી :વસ્તી ગણતરી 2021 (Census 2021)નો પહેલુ ચરણ 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી કરવામા આવશે. આ ચરણનું નામ હાઉસહોલ્ડ લિસ્ટીંગ છે. વસ્તી ગણતરીના પહેલા ફેઝમાં સવાલ હાઉસહોલ્ડ (Household) પર આધારિત રહેશે, ન કે ઈન્ડિવિઝ્યુઅલ આધારિત... પહેલા ફેઝમાં ઘરના કર્તાધર્તા કોણ છે, ઘરમાં કઈ-કઈ સુવિધા છે, કેટલાક લોકો છે તે સવાલો સામેલ હશે. 

બીજો ફેઝ 2021 ફેબ્રુઆરીમાં હશે, જેમાં વ્યક્તિગત સવાલ હશે. પહેલા ફેઝમાં ઘરમાં કેટલાક લોકો રહી રહ્યાં છે, તેની સંપૂર્ણ ડિટેઈલ લેવાશે, જેથી એ માલૂમ પડી શકે કે ગણતરી કરનારી વ્યક્તિ કેટલી વસ્તી ગણતરીને કવર કરી રહ્યો છે. 2021 મતગણતરીમાં સરકારી કર્મચારીઓ એ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી થશે, જ્યાં જવુ મુશ્કેલ હશે. જોકે, ગત 2011ની વસ્તી ગણતરીમાં તેના વિશે માહિતી મળી ગઈ હતી, પરંતુ આ વખતે તેનો વિસ્તૃત રીતે ઉપયોગ કરી શકાશે.

કમુરતા ઉતરતા આખરે BJP કાર્યકર્તાઓની ધીરજનો અંત આવશે, જલ્દી જ થશે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત

પહેલા ફેઝમાં હાઉસ લિસ્ટીંગ પ્રોસેસ પણ સામેલ હશે. જેમાં 31 ટોપિક કવર કરીને 34 સવાલ સામેલ કરાયા છે. ઘરમાં ઈન્ટરનેટ છે કે નહિ, મેલ-ફિમેલ કે ટ્રાન્સજેન્ડર છે કે નહિ, ઘરના મુખિયા કોણ છે, સોર્સ ઓફ ડ્રિંકીંગ વોટર પેકેજ કે સપ્લાય છે, આ તમામ સવાલો કંઈક આવી રીતે પૂછવામાં આવશે. 

આ વખતે પહેલીવાર આ સવાલો પૂછવામાં આવશે....

  • ઘરમાં રહેલું શૌચાલ કમ્બાઈન્ડ છએ કે, માત્ર આ ઘર માટે જ છે
  • ઘરના માલિકનું અન્ય ક્યાંય ઘર છે કે નહિ...
  • કિચનમાં એલપીજી કનેક્શન છે કે નહિ અને કુકિંગ એનર્જિનો મુખ્ય સ્ત્રોત શું છે
  • રેડિયો કે ટીવી કયા ડિવાઈસ પર ઉપયોગમાં લેવાઈ રહ્યો છે અને ટીવી ડીટીએચ કે શાનાથી કનેક્ટેડ છે
  • બેંક એકાઉન્ટ વિશે દરેકને વ્યક્તિગત રીતે પૂછવામાં આવશે. ઘરમાં મોબાઈલ નંબર આપવા માંગતા હોવ તો ઘરના લોકો આપી શકે છે

આ Tiktok Video પર ફિદા થયા બોલિવુડના અડધોઅડધ સુપરસ્ટાર્સ  

પહેલીવાર ડિજીટલ સેન્સસ

  • પહેલીવાર વસ્તી ગણતીર ડિજીટલ સેન્સસ હશે, જેમાં અધિકારી મોબાઈલના માધ્યમથી ડેટા ભરશે.
  • સેન્સસ માટે ખાસ એપ અધિકારીઓની પાસે હશે, જેનો તેઓ ઉપયોગ કરી શકશે. તેના માટે ખાસ એપ સરકાર દ્વારા બનાવવામાં આવી છે, જે ગણતરી કરનારા અધિકારીઓને પોતાના મોબાઈલ પર ડાઉનલોડ કરવાની રહેશે.
  • અધિકારીઓને ચાર ફેઝમાં ટ્રેનિંગ આપવાની રહેશે. જેમાં નેશનલ ટ્રેનર, માસ્ટર ટ્રેનર, ફીલ્ડ ટ્રેનર અને ઈન્યુમિનેટર સામેલ છે. હાલ નેશનલ ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે.

પહેલા ફેઝમાં 30 લાખ કર્મચારીઓ સામેલ રહેશે. ગત વસ્તી ગણતરીમાં એનપીઆરને છોડીને ગણતરી અધિકારીઓને 5500 રૂપિયા મળ્યા હતા. આ વખતે ગણતીર કરનારા અધિકારીઓને હાઉસ લિસ્ટીંગ, સેન્સસનું કામ અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરનું કામ કરવાનું રહેશે, તેથી તેઓને 25000 રૂપિયા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

આ VIDEO પણ ખાસ જુઓ...