નવી દિલ્હી: ભારતીય વાયુસેનાના ફાઈટર એરક્રાફ્ટ સુખોઈ-30એમકેઆઈથી દુનિયાના સૌથી તેજ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કરીને ભારતે આજે ઈતિહાસ રચી નાખ્યો છે. બંગાળની ખાડીમાં તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ સાથે જ હવામાં ભારતના ફાઈટર અભિયાનને જોતા આ પગલાને માઈલ સ્ટોન ગણવામાં આવી રહ્યો છે. દુશ્મનની સીમામાં ઘૂસીને લક્ષ્યને ભેદવામાં બ્રહ્મોસ મિસાઈલ સક્ષમ છે. અવાજની ગતિથી લગભગ ત્રણ ગણી વધુ એટલે કે 2.8 માકની ગતિથી હુમલો કરવામાં તે સક્ષમ છે. આ પરીક્ષણને ડેડલી કોમ્બિનેશન ગણાવવામાં આવી રહ્યું છે. હવાથી જમીન પર માર  કરનારી બ્રહ્મોસ મિસાઈલ દુશ્મન દેશની સીમામાં સ્થાપિત આતંકી ઠેકાણાઓ પર હુમલા કરવામાં ઉપયોગમાં  લઈ શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રહ્મોસ વિશ્વ સ્તરની મલ્ટી પ્લેટફોર્મ, મલ્ટી મિશન રોલવાળી જલ, જમીન અને હવાથી લોન્ચ કરવામાં સક્ષમ મિસાઈલ છે. આ મિસાઈલ અન્ડરગ્રાઉન્ડ પરમાણુ બંકરો, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર્સ અને સમુદ્ર પર ઉડી રહેલા એરક્રાફટ્સને દૂરથી જ નિશાન બનાવવામાં સક્ષંમ છે. ગત એક દાયકામાં સેનાએ 290 કિમીની રેન્જમાં જમીન પર માર કરનારી બ્રહ્મોસ મિસાઈલને પહેલેજ કાફલામાં સામેલ કરી લીધી છે. 



બ્રહ્મોસ ભારત અને રશિયાના સયુંક્ત ઉપક્રમનું પરિણામ છે. તેને ઈઆરડીઓ અને રશિયાની એનપીઓએમએ વિક્સિત કરી ચે. આ મિસાઈલનું નામ બ્રહ્મપુત્ર અને રશિયાની મોસ્કવા નદીના નામ પર રાખવામાં આવ્યું છે.