ચારા ગોટાળામાં જેવું 2જી અને ચવ્હાણનું થયું એવું મારૂ થશે : લાલુ યાદવ

ચારા ગોટાળાનાં એક કેસમાં શનિવારે (23 ડિસેમ્બરે) રાંચીમાં સીબીઆઇની ખાસ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવી શકે છે. આ મુદ્દે બિહારનાં બે પુર્વ મુખ્યમંત્રી આરોપી છે. લાલુ યાદવ અને જગન્નાથ મિશ્ર રાંચી પહોંચી ચુક્યા છે. બીજી તરફ ચારા ગોટાળાનાં ચુકાદા પહેલા રાજદ સુપ્રીમ લાલુ યાદવે જણાવ્યું કે, અમે ન્યાયીક વ્યવસ્થામાં વિશ્વાસ ધરાવીએ છીએ અને તેનો આદર કરીએ છીએ. ભાજપનાં ષડયંત્રને સફળ નહી થવા દઇએ. જેવું 2જીમાં થયુ. અશોક ચવાણનું થયું તેવું જ મારા કેસમાં પણ થશે.

Updated By: Dec 22, 2017, 10:25 PM IST
ચારા ગોટાળામાં જેવું 2જી અને ચવ્હાણનું થયું એવું મારૂ થશે : લાલુ યાદવ

પટના : ચારા ગોટાળાનાં એક કેસમાં શનિવારે (23 ડિસેમ્બરે) રાંચીમાં સીબીઆઇની ખાસ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવી શકે છે. આ મુદ્દે બિહારનાં બે પુર્વ મુખ્યમંત્રી આરોપી છે. લાલુ યાદવ અને જગન્નાથ મિશ્ર રાંચી પહોંચી ચુક્યા છે. બીજી તરફ ચારા ગોટાળાનાં ચુકાદા પહેલા રાજદ સુપ્રીમ લાલુ યાદવે જણાવ્યું કે, અમે ન્યાયીક વ્યવસ્થામાં વિશ્વાસ ધરાવીએ છીએ અને તેનો આદર કરીએ છીએ. ભાજપનાં ષડયંત્રને સફળ નહી થવા દઇએ. જેવું 2જીમાં થયુ. અશોક ચવાણનું થયું તેવું જ મારા કેસમાં પણ થશે.

દેવઘર કોષાગારમાંથી બિનકાયદેસર નિકળવા બાબતે રાંચીમાં સીબીઆઇની ખાસ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. 1990થી 1994 વચ્ચે દેવઘર ટ્રેઝરીમાંથી 84.53 લાખની બિનકાયદેસર રોકડ ઉપાડવામાં આવી હતી. આ દરમિયાન જગન્નાથ મિશ્ર અને લાલુ યાદવ બિહારનાં મુખ્યમંત્રી હતા. 1995માં CAGનાં રિપોર્ટ બાદ તપાસ ચાલુ કરવામાં આવી. નિગરાનીએ એક મહિનામાં પોતાની તપાસ પુરી કરી હતી.

15 મે 1996એ સીબીઆઇએ જગન્નાથ મિશ્રા અને લાલુ પર કેસ દાખલ કર્યો. કુલ 34 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી. 28 ઓક્ટોબર 1997એ સીબીઆઇએ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી. આશરે 21 વર્ષ સુધી સીબીઆઇની કોર્ટમાં તેની સુનવણી થઇ. 13 ડિસેમ્બર 2017એ સીબીઆઇ કોર્ટમાં ચર્ચા પુરી થઇ। સુનવણી દરમિયાન 11 આરોપીઓનાં મોત થઇ ચુક્યા છે. સરકારી ગવાહો પી.કે જયસવાલ અને સુશીલ ઝાએ ગુનાહ કબુલી લીધા હતા.

રાંચીમાં સીબીઆઇનાં ખાસ ન્યાયાધીશ શિવપાલસિંહની કોર્ટ ચુકાદો આપશે. કોર્ટે તમામ આરોપીઓને ફરજીયાત હાજર રહેવાનો આદેશ આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મુદ્દે દોષીત જાહેર થયેલા આરોપીઓને 2થી 7 વર્ષ સુધી કેજની સજા થઇ શકે છે. 
64A/96નાં આરોપી
પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ
ડો. જગન્નાથ મિશ્ર
પુર્વ સાંસદ જગદીશ શર્મા
ડો.આર.કે રાણા
પુર્વ પશુપાલન મંત્રી વિદ્યાસાગર નિષાદ
પુર્વ પીએસી અધ્યક્ષ ધ્રુવ ભગત અને ઘણા આઇએએસ અધિકારી
લાલુ યાદવ હાલ રાંચીમાં છે. લાલુ યાદવની સાથે તેનાં પુત્ર તેજસ્વી યાદવ ઉપરાંત પાર્ટીનાં ઘણા મોટા નેતાઓ પણ રાંચી પહોંચી ચુક્યા છે. રાંચી પહોંચ્યા બાદ લાલુ યાદવે કેન્દ્ર સરકાર પર ભડાશ કાઢી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્રીય તપાસ એજન્સી તેને તથા તેનાં પુત્રને ફસાવવાનો પ્રયાસ કરી રહી છે. લાલુએ કહ્યું કે તેને ન્યાયી પ્રક્રિયા પર સંપુર્ણ ભરોસો છે.