ચારા કૌભાંડ: RJD પ્રમુખ લાલુને હવે આવતી કાલે સંભળાવવામાં આવશે સજા

ચારા કૌભાંડમાં દોષી ઠરેલા રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)ના સુપ્રીમો તથા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવને આજે સજા સંભળાવવામાં આવશે.

Updated By: Jan 3, 2018, 11:43 AM IST
ચારા કૌભાંડ: RJD પ્રમુખ લાલુને હવે આવતી કાલે સંભળાવવામાં આવશે સજા
ફાઈલ તસવીર

નવી દિલ્હી: ચારા કૌભાંડમાં દોષી ઠરેલા રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)ના સુપ્રીમો તથા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવને આવતી કાલે સજા સંભળાવવામાં આવશે. આજે સજાની જાહેરાત થવાની હતી પરંતુ એડવોકેટ વિન્દેશ્વરી પ્રસાદનું અવસાન થવાથી આજે સજા સંભળાવવાનું મુલતવી રહ્યું. હવે સજાની જાહેરાત કાલે કરવામાં આવશે. લાલુ સહિત 16 લોકોને 23 ડિસેમ્બરના રોજ સીબીઆઈની વિશેષ કોર્ટે ચારા કૌભાંડ સંબંધિત દેવઘર કોષાગારથી 89,27,000 રૂપિયા ગેરકાયદેસર કાઢવાના મામલે દોષી ઠેરવ્યાં હતાં. પોલીસે લાલુ સહિત તમામને તે જ દિવસે કસ્ટડીમાં લઈને રાંચીની બિરસા મુંડા સેન્ટ્રલ જેલ મોકલી દીધા હતાં. 

સીબીઆઈની વિશેષ કોર્ટે લાલુ પ્રસાદ યાદવને ધોખાધડી કરવા, કાવતરું રચવા અને ભ્રષ્ટાચારના આરોપ  બદલ આઈપીસીની કલમ 420, 120-બી અને પીસી એક્ટની કલમ 13(2) હેઠળ દોષી ઠેરવ્યા હતાં. 1994થી 1996 દરમિયાન દેવઘર જિલ્લા કોષાગારથી ગોલમાલ કરીને 84.5 લાખ રૂપિયા કાઢવામાં આવ્યાં હતાં. મળતી માહિતી મુજબ તમામ દોષીતોને સજા સંભળાવવા દરમિયાન કોર્ટમાં હાજર કરવામાં આવશે. 

અત્રે જણાવવાનું કે સીબીઆઈએ આ મામલે દેવઘર કોષાગારથી નકલી બિલ બનાવીને રકમ કાઢવાના તમામ પર આરોપ લગાવ્યાં હતાં. આપૂર્તિકર્તાઓ પર સામાન વગર આપૂર્તિ કરવાના બિલ આપવાના અને વિભાગના અધિકારીઓ પર તપાસ વગર તેને પાસ કરવાના આરોપ હતાં. લાલુપ્રસાદ પર ગડબડીની જાણકારી હોવા છતાં તેના પર રોક નહીં લગાવવાના આરોપ લાગ્યા હતાં. ડો.જગન્નાથ મિશ્ર પર પશુપાલન વિભાગના જે અધિકારીઓ કૌભાંડમાં સામેલ હતાં તે અધિકારીઓની સેવા વિસ્તારની ભલામણનો આરોપ હતો. 

23 ડિસેમ્બરે રાંચીની વિશેષ સીબીઆઈ કોર્ટમાં પેશી પર પહોંચેલા લાલુપ્રસાદનું નામ જ્યારે પોકારાયું તો તેમણે કોર્ટમાં ઊભા રહીને હાથ ઉપર કરીને પોતાની હાજરી આપી હતી. ત્યારબાદ જ્યારે કોર્ટે ચારા કૌભાંડમાં લાલુને દોષી ઠેરવ્યાં ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા હતાં. લાલુ યાદવના મોઢાંમાથી અચાનક શબ્દો નિકળ્યા હતાં કે ડોક્ટર સાહેબ(જગન્નાથ મિશ્ર)ને છોડી દીધા...ગજબ કર્યો.