ચારા ગોટાળાનાં ચોથા કેસમાં લાલુ દોષીત: મિશ્રાને મુક્ત કરવામાં આવ્યા

ઝારખંડની રાંચી સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલ રાષ્ટ્રીય જનતા દળ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની વિરુદ્ધ ચારા ગોટાળાનાં ચોથા કિસ્સાનો ચુકાદો આવી ચુક્યો છે. તેમને દોષીત જાહેર કરવામાં આવ્યા છે. દુમકા કોષાગારમાં બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તેમની સાથે મહેન્દ્ર સિંહ બેદી, અધીપ ચંદ, ધ્રુવ ભગત અને આનંદ કુમારને પણ મુક્ત કરી દેવામાં આવ્યા છે. જો કે લાલુને દોષીત જાહેર કરાયો છે.

Updated By: Mar 19, 2018, 02:17 PM IST
ચારા ગોટાળાનાં ચોથા કેસમાં લાલુ દોષીત: મિશ્રાને મુક્ત કરવામાં આવ્યા

રાંચી : ઝારખંડની રાંચી સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલ રાષ્ટ્રીય જનતા દળ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની વિરુદ્ધ ચારા ગોટાળાનાં ચોથા કિસ્સાનો ચુકાદો આવી ચુક્યો છે. તેમને દોષીત જાહેર કરવામાં આવ્યા છે. દુમકા કોષાગારમાં બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તેમની સાથે મહેન્દ્ર સિંહ બેદી, અધીપ ચંદ, ધ્રુવ ભગત અને આનંદ કુમારને પણ મુક્ત કરી દેવામાં આવ્યા છે. જો કે લાલુને દોષીત જાહેર કરાયો છે.

લાલુ હાલ બિમાર હોવાનાં કારણે તેને રાંચી ઇસ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાઇન્સ (રિમ્સ)માં ભર્તી કરવામાં આવ્યા હતા. જો કે તેમ છતા પણ લાલુ કોર્ટમાં આવ્યા હતા. તે છેલ્લા ત્રણ દિવસથી હોસ્પિટલમાં દાખલ છે. તે અગાઉ શનિવારે જ ચારા ગોટાળાનાં ચોથા મુદ્દે ચુકાદો આવવાનો હતો જો કે તેને કેટલાક કારણોથી ટાળી દેવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે કેસ દુમકા કોષગારમાંથી બિનકાયદેસર રીતે નાણા ઉપાડવાનાં મુદ્દે છે.

બિહારનાં પુર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવને રાંચીની સીબીઆઇની ખાસ કોર્ટે ચારા ગોટાળાનાં દૂમકા ટ્રેઝરી મુદ્દે દોષીત ઠેરવ્યા છે. જ્યારે બિહારનાં અન્ય એક પુર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રને મુક્ત કરી દીધા છે. લાલુની સાથે અન્ય 28 આરોપીઓને પણ દોષીત ઠેરવ્યા છે. લાલુ યાદવ અને જગન્નાથ મિશ્ર તથા અન્ય પહેલાથી જ ચારા ગોટાળા મુદ્દે દોષીત ઠેરવવામાં આવ્યા બાદ બિરસા મુંડા જેલ, રાંચી ખાતે સજા ભોગવી રહ્યા છે. 
સીબીઆઇનાં વિશેષ ન્યાયાધીશ શિવપાલ સિંહનું પ્રશિક્ષણ કાર્યક્રમ  હોવાનાં કારણે શનિવારે કોર્ટમાં ન્યાયીક કાર્ય થઇ શક્યું નહોતું. જેનાં કારણે ચારા ગોટાળાનાં દુમકા ટ્રેઝરી અંગેનાં કેસનો ચુકાદો 17 માર્ચે આવવાનો હતો, જે આજે સોમવારે આવ્યો હતો.