સોપોરમાં આતંકવાદીઓ દ્વારા IED બ્લાસ્ટમાં 4 પોલીસ જવાન શહીદ

અલગતાવાદીઓ દ્વારા આહ્વાહીત બંધ દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલ દળને નિશાન બનાવીને બ્લાસ્ટ કરવામાં આવ્યો

સોપોરમાં આતંકવાદીઓ દ્વારા IED બ્લાસ્ટમાં 4 પોલીસ જવાન શહીદ

શ્રીનગર : જમ્મુ - કાશ્મીર સોપોરમાં શનિવારે થયેલા IED બ્લાસ્ટમાં 4 પોલીસ કર્મચારીઓ શહીદ થયા હતા. બે જવાન ઘાયલ થયા હોવાનાં પણ અહેવાલો મળી રહ્યા છે. બ્લાસ્ટ સવારે એક દુકાનની અંદર થયો હતો. પોલીસ પાર્ટી અલગતાવાદી નેતાઓ દ્વારા આહ્વાહિત બંધ દરમિયાન પેટ્રોલિંગ કરી રહી હતી. સુરક્ષા દળોનાં જવાનોએ આતંકવાદીઓને પકડવા માટે તે વિસ્તારમાં સર્ચ ઓફરેશન ચાલુ કર્યું હતું.

જો કે કાશ્મીર ખીણમાં આતંકવાદીઓને કમર તોડવા માટે લશ્કર દ્વારા છેલ્લા લાંબા સમયથી ઓપરેશન ઓલાઆઉટ ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી સૈન્ય દ્વારા 200થી વધારે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. એક સીનિયર પોલીસ અધિકારીનાં અનુસાર શનિવારે અલગતાવાદીઓ દ્વારા બંધનું આહ્વાહન કરવામાં આવ્યું હતું. જેનાં કારણે અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે પોલીસ પેટ્રોલિંગ વધારી દેવાયું હતું.

જો કે દરમિયાન આતંકવાદીઓએ બારામૂલાના સોપોરમાં IED દ્વારા બ્લાસ્ટ કર્યો હતો. બોમ્બ માર્કેટની એખ દુકાનમાં પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસની ત્રણ ચાર દુકાનોનાં ફુરચા ઉડી ગયા હતા. દુર્ઘટનામાં અન્ય પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. જેમની સારવાર માટે શ્રીનગર ખાતે ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ હૂમલાની નિંદા કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news