કોલકાતા :  કોરોના સંકટ મુદ્દે શુક્રવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, રાજ્યમાં ધાર્મિક સ્થળો 1 જુનથી ખોલી દેવામાં આવશે. જો કે તેના માટે કેટલીક જરૂરી વાતો પણ થશે. જેનું પાલન કરવું પડશે. મમતાએ જાહેરાત કરી કે, એક જુનથી તમામ ધાર્મિક સ્થળો સવારે 10 વાગ્યાથી ખોલી શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાળીનાં લગ્નમાં પહોંચેલા બનેવી નિકળ્યો કોરોના પોઝિટિવ, તમામ મહેમાનો ક્વોરન્ટાઇન કરાયા

મમતા બેરન્જીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કોઇને પણ ધાર્મિક સ્થળો પર એકત્ર થવાની પરવાનગી નહીઆપવામાં આવે. એક સમયે માત્ર 10 વ્યક્તિને જ જવા દેવામાં આવશે. આ સાથે જ તેમણે કહ્યું કે, ધાર્મિક સ્થળો પર સેનિટાઇઝેશનની સંપુર્ણ વ્યવસ્થા સંસ્થાઓએ પોતે કરવાની રહેશે. મને આશા છે કે ભારત સરકાર પણ તેનો સ્વિકાર કરશે. 


અજીત જોગીને રાત્રે 2.30 વાગ્યે રાજીવ ગાંધીનો ફોન આવ્યો, કલેક્ટરી છોડીને નેતા અને CM બન્યા

આ સાથે જ શુક્રવારની પોતાની પત્રકાર પરિષદમાં મમતા બેનર્જીએ મહત્વની જાહેરાત કરાત કહ્યું કે, 8 જુનથી રાજ્યમાં તમામ સરકારી અને પ્રાઇવેટ કર્મચારીઓ ફરી પૂર્વવત્ત થશે. પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલી ઇન્ડસ્ટ્રી 1 જુનથી પોતાનાં તમામ કર્મચારીઓ સાથે ખોલી દેવામાં આવશે. આ ઉપરાંત મમતા બેનર્જી પશ્ચિમ બંગાળનાં તમામ રાજ્ય રાજમાર્ગો અને જિલ્લાનાં માર્ગોને ફરીથઈ ખોલી દેવાની જાહેરાત કરી હતી. 


''અમે સમજીએ છીએ કે...'' રેલમંત્રી Piyush Goyal એ જનતાને કરી ભાવુક અપીલ

મમતા બેનર્જીએ કહ્યું કે, પશ્ચિમ બંગાળ કોરોના અને તોફાન જેવી બેવડી સમસ્યા સામે લડી રહ્યું છે, તેવામાં લોકોએ પોતાના લક્ષણો છુપાવવા ન જોઇએ. જો કોઇને પણ કોરોના જેવા લક્ષણો દેખાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરો. દરેક તાવ કોરોના જ નથી હોતો માટે ગભરાવાની જરૂર નથી.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube