2000 Note: 2 હજાર રૂપિયાની નોટ પર પ્રતિબંધ લગાવ્યાં બાદ સરકારે આજથી બેંકોમાં નોટો સ્વીકારવાનું શરૂ કર્યું છે. સામાન્ય દિવસોની સરખામણીએ આજે બેંકોમાં વધારે ભીડ જોવા મળશે. કારણકે, ગુલાબી નોટો જેની પાસે હશે એવા લોકો ચિંતાવશ સવારે ઉઠતાવેંત જ બેંકો તરફ જઈ રહ્યાં છે. જોકે, ગઈકાલે જ આરબીઆઈના ગર્વનરે સ્પષ્ટ કરી દીધું છેકે, કોઈપણ ચિંતા કરવાની જરૂર નથી. નોટો બદલવા માટે સરકાર દ્વારા તમામ પ્રક્રિયા એકદમ સરળ બનાવવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોટો બદલવા માટે સરકારે 4 મહિનાનો સમય આપ્યો છે. આટલો સમય નોટો બદલવા માટે પર્યાપ્ત છે. તેથી કોઈપણ પ્રકારની અફવામાં દોરાવું નહીં. ઉલ્લેખનીય છેકે, બેંકમાં 2 હજાર રૂપિયાના ગમે તેટલી નોટો જમા કરી શકાશે. માત્ર બેંકમાંથી નોટ બદલવા માટે જ એક સમયમાં 20 હજાર રૂપિયા એટલેકે, 2 હજારની 10 નોટોનો નિયમ રાખવામાં આવ્યો છે. RBIના આદેશ બાદ લોકોમાં મૂંઝવણ છે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, તમે એક જ વારમાં બેંકમાંથી 2000 રૂપિયા (20000 રૂપિયા)ની 10 નોટ બદલી શકો છો. આ સિવાય રોકડ જમા કરાવવાની કોઈ મર્યાદા નથી.


2 હજારની નોટ પર પ્રતિબંધની અસર કેવી પડી રહી છે:


  • બે હજારની નોટો તિજોરીમાંથી નિકળવા લાગી બે દિવસમાં જ રૂ.450 કરોડ બેંકમાં જમા થયા

  • 500ની નવી નોટોનો ફ્લો ન આવતા બેંકો ચિતિંત, ભીડને પહોંચી વળવા અલાયદા કાઉન્ટર

  • એક જ વ્યક્તિ જુદી-જુદી બેંકમાં ચલણી નોટ બદલતો રહે એ પ્રવૃત્તિ રોકવા પણ બેંકો સક્રિય

  • બીજાના એકાઉન્ટમાં જમા કરીને વ્હાઇટ કરવાના ખેલ પર નજર

  • જમા ગમે તેટલી થઈ શકશે, બદલવા 20 હજારનો નિયમ


આ વાતનું ધ્યાન રાખજોઃ
આજથી 2 હજારની નોટ બદલી શકાશે. નોટ બદલવા માટે રખાઈ છે 20 હજારની મર્યાદા. જેને કારણે એક વખતમાં 2 હજાર રૂપિયાના 10 નોટ જ એક સાથે બદલી શકાશે. 2 હજારની નોટ બદલતી વખતે બેંક કર્મચારી એક ફોર્મ ભરીને આપશે. નાગરિકોએ આના માટે જાતે કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી. સમગ્ર પ્રક્રિયા એકદમ સરળ રાખવામાં આવી છે.