ન્યૂડ કોલ કરીને પુરુષોને હની ટ્રેપમાં ફસાવવામાં આવતા, રાજકોટના યુવક પાસેથી 80 લાખ પડાવ્યા, પોલીસે ગેંગ પકડી

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં બ્લેકમેઈલિંગના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. ગાઝિયાબાદ પોલીસે એક એવી ગેંગ પકડી છે જે લોકોને તેમના ન્યૂડ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી બ્લેકમેઈલ કરતી હતી.

ન્યૂડ કોલ કરીને પુરુષોને હની ટ્રેપમાં ફસાવવામાં આવતા, રાજકોટના યુવક પાસેથી 80 લાખ પડાવ્યા, પોલીસે ગેંગ પકડી

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં બ્લેકમેઈલિંગના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. ગાઝિયાબાદ પોલીસે એક એવી ગેંગ પકડી છે જે લોકોને તેમના ન્યૂડ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી બ્લેકમેઈલ કરતી હતી. આ ગ્રુપ ઘણા સમયથી આ કામમાં લાગેલું હતું. 

ગુજરાતમાં નોંધાઈ ફરિયાદ
ગાઝિયાબાદ પોલીસે રાજકોટમાં રહેતા તુષાર નામના એક વ્યક્તિની ફરિયાદના આધારે આ ગેંગનો પર્દાફાશ કર્યો છે. તુષારે રાજકોટમાં ફરિયાદ નોંધાવી હતી કે બ્લેકમેઈલિંગના નામે તેની પાસેથી 80 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા. આ મામલે ઈનપુટ મળ્યા બાદ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગુજરાત પોલીસ પાસેથી મળેલા ઈનપુટના આધારે જિલ્લાની સાઈબર સેલ આ મામલાને ટ્રેસ કરી રહી હતી. 

પાંચસો લોકોને શિકાર બનાવ્યા
આ ધંધો એક કોલસેન્ટર દ્વારા સંચાલિત થઈ રહ્યો હતો. આ કેસમાં બેંક ડિટેલ દ્વારા પોલીસને આરોપીઓનો ફોટો મળી ગયો. ત્યારબાદ નંદગ્રામ પોલીસ મથકના પોલીસકર્મીઓ સાથે મળીને સાઈબર સેલની ટીમે લોકલ ઈનપુટના આધારે ગઈ કાલે સવારે એક ફ્લેટમાં રેડ મારીને કોલ સેન્ટરનો ખુલાસો કર્યો. પોલીસે આ કોલ સેન્ટરમાંથી એક દંપત્તિ અને ત્રણ યુવતીઓની ધરપકડ કરી છે. 

સાઈબર સેલના ખુલાસાથી એવું પણ જાણવા મળ્યું છે કે અશ્લીલ વીડિયો બનાવીને લગભગ 500 લોકો પાસેથી ખંડણી વસૂલ કરવામાં આવી. આ રેકેટ દ્વારા 22 કરોડ રૂપિયાની રકમ વસૂલાઈ. આ ગેંગનો માસ્ટરમાઈન્ડ એક ઠગ દંપત્તિ છે. જે રાજનગર એક્સ્ટેન્શનની ઓફિસર સિટી પ્રથમમાં એક ફ્લેટ ભાડે લઈને કોલ સેન્ટરનું સંચાલન કરતું હતું. પોલીસે ઘટનાસ્થળેથી દંપત્તિ અને 3 યુવતીઓની પણ ધરપકડ કરી છે. 

આ રીતે પુરુષોને જાળમાં ફસાવતા હતા
પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ગેંગના માસ્ટરમાઈન્ડ એક પતિ પત્ની છે. આ કપલ અનેક લોકો પાસેથી પૈસા પડાવી ચૂક્યું છે. આ તમામ આરોપીઓ સોશિયલ સાઈટ 'સ્ટ્રીપ ચેટ ડોટ કોમ' દ્વારા લોકોને શિકાર બનાવતા હતા અને વોટ્સએપ દ્વારા પોતાના શિકારને વીડિયો કોલ કરીને તેમના અશ્લીલ વીડિયો રેકોર્ડ કરી લેતા હતા. ત્યારબાદ આરોપી આ વીડિયો તેમને મોકલીને તગડી રકમ વસૂલતા હતા. 

પત્નીએ વિદેશી પાસેથી શીખી કમાણીની રીત
ગેંગની માસ્ટરમાઈન્ડ સપનાએ આ પ્રકારે વસૂલી કરવાની તાલિમ બે વર્ષ પહેલા એક ઓસ્ટ્રેલિયન નાગરિક પાસેથી લીધી હતી. સની ફેસબુકના માધ્યમથી સપનાનો મિત્ર હતો. સેક્સ ચેટ દરમિયાન જ સનીએ સપનાને આ પ્રકારે પૈસા વસૂલવાની ટિપ્સ આપી. તેણે સપનાને જણાવ્યું કે આ યુક્તિમાં પકડાવવાનું જોખમ ઓછું છે. ત્યારથી જ સપના તેના પતિ યોગેશ ગૌતમ સાથે મળીને આ પ્રકારનો ધંધો કરતી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news