ગોવા, મુંબઈ અને ગુજરાતમાં હાઇ એલર્ટ કારણ કે...

ગોવાના પોર્ટ મિનિસ્ટરે કરી મહત્વની જાહેરાત

ગોવા, મુંબઈ અને ગુજરાતમાં હાઇ એલર્ટ કારણ કે...

પણજી : ગોવાના રસ્તે માછલી પકડવાના શિપથી આતંકીઓ ભારતમાં ઘુસણખોરી કરી છે એવી આશંકાની ગુપ્તચર સુચના મળવાને પગલે રાજ્યમાં સમુદ્ર તટના તમા્મ જહાજ અને કેસિનો માટે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યના પોર્ટ મિનિસ્ટર જયેશ સાલગાંવકરે જણાવ્યું છે કે ભારતીય કોસ્ટગાર્ડ દળે પશ્ચિમ કિનારા પર આતંકી હુમલાની ગુપ્તચર માહિતી આપી છે. આ માહિતી પછી સમુદ્ર કિનારે આવેલા તમામ કેસિનો, વોટર સ્પોર્ટ સંચાલકો તેમજ નૌકાઓને એલર્ટ જાહેર કરી દેવામાં આ્વ્યું છે. 

જયેશ સાલગાંવકરે કહ્યું છે કે ''એલર્ટ માત્ર ગોવા માટે જ નથી. આ ઘટનાક્રમ મુંબઈ કે ગુજરાતના તટ પર પણ બની શકે છે પણ અમે તમામ શિપ તેમજ એેને લગતી એજન્સીઓને એલર્ટ આપી દીધું છે. પાકિસ્તાન દ્વારા જપ્ત કરાયેલી માછલી પકડવાની નૌકાને તો છોડી દેવામાં આવી છે અને એવી ગુપ્તચર સુચના છે કે આવી બોટ મારફતે આતંકીઓ આવી શકે છે.''

કેપ્ટન ઓફ પોર્ટસ જેમ્સ બ્રેગાંઝાએ ગોવાના પર્યટન વિભાગ તેમજ તમામ વોટર સ્પોર્ટસ સંચાલકો, કેસિનો અને ક્રુઝ શિપને લખેલા સંદેશમાં કહ્યું છે કે ''જિલ્લા કોસ્ટગાર્ડ દળથી ગુ્પ્તચર સુચના મળી છે કે રાષ્ટ્રવિરોધી તત્વો કરાચીમાં પકડાયેલી ભારતીય નૌકામાં સવાર થઈને ભારતીય તટ પર પહોંચી શકે છે. આ આતંકીઓ મહત્વની સંસ્થાઓ પર હુમલો કરી શકે છે. તમામ શિપની સુરક્ષા વધારી દેવામાં આવે અને કોઈ સંદિગ્ધ ગતિવિધિ લાગે તો તરત સંબંધિત અધિકારીઓને આ વાતની સુચના આપે.''

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news