)
સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વધારો જોવા મળ્યો હતો. પરંતુ આજે આ તેજી પર વળી પાછી બ્રેક લાગી છે. રિટેલ બજારમાં સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીની ચમક પણ ઓછી થઈ છે. જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરી લો.
આજના સોના અને ચાંદીના ભાવ
ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ આજે 270 રૂપિયા ઘટીને 114044ના સ્તરે પહોંચ્યો છે જે કાલે 114314 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં પણ 362 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને ભાવ 134905 રૂપિયા પર પહોંચ્યો જે કાલે લાસ્ટ સેશનમાં 135267 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
કેરેટ પ્રમાણે ભાવ
#indicative #Retail Selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram :… pic.twitter.com/EPTnvllEJg
— IBJA (@IBJA1919) September 24, 2025
Disclaimer
IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)