)
સોનાના ભાવમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. કાલે તો એક જ ઝટકે 2000 રૂપિયા જેટલો ભાવ વધી ગયો હતો. પરંતુ આજે સોનામાં નરમાઈ જોવા મળી રહી છે. જો કે ચાંદીની ચમક યથાવત છે. જો તમે પણ સોનું લેવાનું વિચારતા હોવ તો આજે સોના-ચાંદીના ભાવ ખાસ ચેક કરો.
આજનો સોના-ચાંદીનો ભાવ
IBJA વેબસાઈટના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ આજે 659 રૂપિયા ઘટ્યો છે અને ભાવ 128141 રૂપિયા પર પહોંચ્યો છે જે લાસ્ટ સેશનમાં 128800 પર ક્લોઝ થયો હતો. 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 604 રૂપિયા ઘટીને 117377 રૂપિયા થયો છે જે લાસ્ટ સેશનમાં 117981 પર ક્લોઝ થયો હતો.
ચાંદીના ભાવ જોઈએ તો આજે ચાંદીના ભાવમાં 243 રૂપિયાનો વધારો નોંધાયો છે અને ભાવ 175423 રૂપિયા પર ખુલ્યો છે. જે લાસ્ટ સેશનમાં 175180 પર ક્લોઝ થયો હતો. કાલે સોનાના ખુલતા ભાવમાં એક જ ઝટકે 9000 રૂપિયાથી વધુનો ઉછાળો નોંધાયો હતો.
કેરેટ પ્રમાણે ભાવ
#indicative #Retail Selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram :… pic.twitter.com/eNaqsHxOpd
— IBJA (@IBJA1919) December 2, 2025
વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજાર (MCX)ની વેબસાઈટ મુજબ 5 ફેબ્રુઆરીની ડિલિવરીવાળા સોનામાં 0.25 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને આજે ભાવ 130320 રૂપિયા પર પહોંચ્યો છે. જ્યારે ચાંદીમાં પણ વાયદા બજારમાં ઘટાડો નોંધાયો છે અને 5 માર્ચની ડિલિવરીવાળી ચાંદીનો ભાવ 1.61 ટકા ઘટ્યો છે અને 179100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે.
Disclaimer
IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)