પહાડોથી આવ્યા સારા સમાચાર ! ક્યારથી શરૂ થશે ઠંડી, જાણો
Winter: કાશ્મીર સહિત હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પર્વતોમાં આ વર્ષની પહેલી હિમવર્ષા બાદ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ઉત્તરાખંડના કેદારનાથ મંદિર સહિત હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના પહાડી વિસ્તારોમાં સોમવારે વરસાદ અને હિમવર્ષા થવાથી તાપમાનમાં ઘટાડો થયો છે.
Trending Photos
)
Winter: ઉત્તરાખંડના કેદારનાથ મંદિર સહિત હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં આ વર્ષની પહેલી હિમવર્ષા બાદ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ઉત્તરાખંડના કેદારનાથ મંદિર સહિત હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના પહાડી વિસ્તારોમાં સોમવારે વરસાદ અને હિમવર્ષા થવાથી તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગ પણ પહાડી વિસ્તારોમાં વરસાદની આગાહી કરી રહ્યું છે. પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાથી પહાડી વિસ્તારોની મુલાકાત લેનારા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
પર્વતોમાં થયેલી હિમવર્ષા જોઈને પ્રવાસીઓના ચહેરા ચમકી ઉઠ્યા
સોમવારે કેદારનાથ મંદિરમાં થયેલી સિઝનની પહેલી હિમવર્ષાથી કેદારનાથ સહિત આસપાસના વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હવામાન વિભાગે ચમોલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે બે દિવસ સુધી પહાડોમાં વરસાદ અને પહાડોના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા થવાની આગાહી કરી છે.
સોમવાર સવારથી બદ્રીનાથ ધામમાં હવામાનમાં ધરખમ ફેરફાર થયો હતો, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો. હવામાનમાં ફેરફારને કારણે, વહીવટીતંત્ર યાત્રાળુઓને ગરમ કપડાં પહેરવાની સલાહ આપી રહ્યું છે. વધુમાં, યાત્રાળુઓ કેદારનાથ ધામમાં બરફવર્ષાનો આનંદ માણી રહ્યા છે. જો કે કહેવામાં આવે છે કે પહાડોમાં ભારે બરફ વર્ષા બાદ ધીમે ધીમે દેશમાં ઠંડીનું પ્રમાણ વધતુ જાય છે એને લોકોને વરસાદથી રાહત મળી રહી છે.
હિમાચલના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જારી
ઓક્ટોબરની શરૂઆતમાં, કાશ્મીરના ગુલમર્ગ અને માઉન્ટ અફરવતના પર્વતીય વિસ્તારોમાં પણ મોસમની પહેલી હિમવર્ષા જોવા મળી હતી. તાજી હિમવર્ષાથી અહીં આવેલા પ્રવાસીઓના ચહેરા પર સ્મિત આવી ગયું છે, અને તેઓ બરફવર્ષાનો આનંદ માણી રહ્યા છે. હવામાન વિભાગે આગામી 36 થી 48 કલાકમાં જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે.
વધુમાં, હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં સતત બીજા દિવસે હિમવર્ષા થવાથી હવામાનમાં ઠંડક આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, લાહૌલ-સ્પિતિ જિલ્લાના ગોંધલામાં 5 સેમી અને કીલોંગમાં લગભગ 4 સેમી બરફ પડ્યો છે. હવામાન વિભાગે હિમાચલના ઘણા જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કર્યું છે અને ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














