ખુશખબર..સરકારે આધાર લિંક કરવાની ડેડલાઈન આગળ વધારી, જાણો છેલ્લી તારીખ કઈ?

જો તમે હજુ સુધી આધાર લિંક કરાવ્યું નથી તો આ સમાચાર તમને રાહત આપશે.

ખુશખબર..સરકારે આધાર લિંક કરવાની ડેડલાઈન આગળ વધારી, જાણો છેલ્લી તારીખ કઈ?

નવી દિલ્હી: જો તમે હજુ સુધી આધાર લિંક કરાવ્યું નથી તો આ સમાચાર તમને રાહત આપશે. સરકારે બુધવારે વેલફેર સ્કીમની સાથે આધાર લિંક કરાવવાની અંતિમ તારીખને આગળ વધારી છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું કે હવે કલ્યાણકારી યોજનાઓ સાથે આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 3 મહિના વધારીને 30 જૂન કરવામાં આવી છે. પહેલા આ ડેડલાઈન 31 માર્ચ હતી. સરકારના આ ફેસલા બાદ મનરેગા અને પીડીએસ લાભાર્થીઓને ફાયદો થવાની આશા છે. પહેલા પેનને પણ 31 માર્ચ સુધીમાં લિંક કરાવવાનું હતું. સીબીડીટી તરફથી આ ચોથીવાર સમયમર્યાદા વધારવામાં આવી છે.

પાનને આધાર સાથે લિંક કરાવવાની સમય મર્યાદા વધી
પાન કાર્ડ સાથે આધારને લિંક કરાવવાની સમય મર્યાદા વધારવા પાછળ કહેવાય છે કે સીબીડીટીનો જે તાજો આદેશ આવ્યો છે તેની પાછળ સુપ્રીમ કોર્ટનો આ મહિને આવેલો આદેશ છે. કોર્ટે આધારને વિભિન્ન અન્ય સેવાઓ સાથે જોડવાની તારીખ 31 માર્ચથી આગળ વધારવાનો આદેશ આપ્યો હતો. સરકારે આવકવેરા રિટર્ન ભરવા માટે અને નવા પાન લેવા માટે આધાર નંબર આપવો ફરજિયાત કરી નાખ્યો છે.

અત્યાર સુધી ચારવાર આગળ વધારી સમય મર્યાદા
સરકારે આ અગાઉ પહેલી જૂલાઈ, 2017ના રોજ પેનને આધાર સાથે જોડવાનું અનિવાર્ય કર્યું હતું. પહેલીવાર 31 ઓગસ્ટ 2017 સુધીમાં ત્યારબાદ 31 ડિસેમ્બર 2017 સુધી કરદાતાઓને થઈ રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. અનેક  કરદાતાઓએ 31 ડિસેમ્બર સુધીમાં પણ આધારને પાન કાર્ડ  સાથે જોડ્યા નહતાં. ત્યારબાદ સરકારે સમય મર્યાદા આ વર્ષની 31 માર્ચ સુધી વધારી હતી.

સુપ્રીમ કોર્ટે કર્યો હતો હસ્તક્ષેપ
સુપ્રીમ કોર્ટે આ મહિનાની શરૂઆતમાં આધાર સાથે વિભિન્ન સેવાઓને જોડવા માટેની સમય મર્યાદાને જ્યાં સુધી બાયોમેટ્રિક ઓળખ યોજનાની બંધારણીય માન્યતાને પડકારનારી અરજી પર ફેસલો ન આવે ત્યાં સુધી વધારી હતી. સુનાવણી દરમિયાન સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે જો જરૂરી હોય તો તે વિભિન્ન સરકારી યોજનાઓ સાથે સાથે મોબાઈલ ફોન અને બેંક  ખાતાઓને આધાર સાથે જોડવાની તારીખને આગળ વધારવા પર વિચાર કરી શકે છે.

આ યોજનાઓ માટે આધાર જરૂરી
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય પેનલનું નેતૃત્વ કરતા ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું કે સરકાર આધારને જરૂરી કરવા માટે દબાણ કરી શકે નહીં. એટલે કે સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂરી થાય અને ફેસલો ન આવે ત્યાં સુધી આધાર અનિવાર્ય હશે નહીં. હાલ  ફક્ત સબસીડી અને સર્વિસિઝ એટલે કે કલ્યાણકારી યોજનાઓ માટે જ આધાર જરૂરી રહેશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news