મોદી સરકારની કિસાનેને ભેટ, ખરીફ પાક માટે MSPમાં 62 ટકાનો વધારો
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યાજોયેલી કેબિનેટની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ખરીફ પાક માટે એમએસપીમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં ખરીફ પાકની એમએસપી (ટેકાનો ભાવ) વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે વિવિધ ખરીફ પાકની એમએસપીમાં 50થી 62 ટકાનો વધારો કર્યો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની જાણકારી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આપી છે.
કેબિનેટના નિર્ણય પ્રમાણે સીઝન 2021-22 માટે ખરીફ પાક માટે એમએસપીને મંજૂરી આપવામાં આવી છે. પાછલા વર્ષની તુલનામાં એમએસપીમાં સૌથી વધુ સંપૂર્ણ વૃદ્ધિ ભલામણ તલ માટે 452 રૂપિયા પ્રતિ ક્લિન્ટલ કરવામાં આવી છે. આ સિવાય તુર અને અળદ માટે 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની ભલામણ કરવામાં આવી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube