સર્વદળીય બેઠકમાં બોલ્યા ગુલામ નબી, વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન

ગુલામ નબી આઝાદે કહ્યું કે, કેટલાક મુદ્દા છે જેના પર સરકારે ધ્યાન આપવાની જરૂરીયા છે. ખેડુત, દુષ્કાળ અને પીવાના પાણી પર ધ્યાન આપવાની જરૂરીયા છે. દેશમાં 45 વર્ષમાં સૌથી વધારે બેરોજગારી વધી છે. તેના પર ધ્યાન આપવાની જરૂરીયાત છે.

સર્વદળીય બેઠકમાં બોલ્યા ગુલામ નબી, વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન

નવી દિલ્હી: સંસદ ભવનમાં રવિવારે સર્વદળીય બેઠક યોજાઇ હતી. તેમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, રામગોપાલ, દીપેન્દૂ ઉપાધ્યાય, પીડીપી પ્રમુખ ફારૂખ અબ્દુલ્લા, અધિરંજન ચૌધરી, લલન સિંહ, ગુલામ નબી આઝાદ, અનુપ્રિયા પટેલ, આનંદ શર્મા, ડી રાજા સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. સર્વદળીય બેઠકમાં સોથી મોટી વિપક્ષી પાર્ટી હોવાના કારણે કોંગ્રેસે નવી સરકારને શુભેચ્છાઓ પાઠવી. વરિષ્ઠ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે વિચારધારાની લડાઇ હતી, છે અને રહેશે. સેકુલરિઝ્મ જે દેશનું કલ્ચર છે, તેને બચાવવા માટે કામ કરતા રહીશું.

ગુલામ નબી આઝાદે કહ્યું કે, કેટલાક મુદ્દા છે જેના પર સરકારે ધ્યાન આપવાની જરૂરીયા છે. ખેડુત, દુષ્કાળ અને પીવાના પાણી પર ધ્યાન આપવાની જરૂરીયા છે. દેશમાં 45 વર્ષમાં સૌથી વધારે બેરોજગારી વધી છે. તેના પર ધ્યાન આપવાની જરૂરીયાત છે. 

તેમણે કહ્યું કે, Freedom of speech મામલે અમે સરકારને ધ્યાન દોર્યુ હતું કે, સત્તાધારી લોકોની તરફથી જે રીતે વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. તે ખોટું છે. કેન્દ્રીય સંસ્થાઓને નબળી કરવામાં આવી રહી છે.

જમ્મૂ કાશ્મીર પર પણ અમે સરકારથી માગ કરી. અમે સરકારને કહ્યું કે જ્યારે જમ્મૂ કાશ્મીરમાં લોકસભા ચૂંટણી થઇ શકે છે, પંચાયતની ચૂંટણી થઇ શકે છે, તો તમે વિધાનસભા ચૂંટણી કેમ નથી કરાવી શકતા. અમે તે તમામ કાયદા પાસ કરીશું જે જનતાના હિતમાં હશે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news