ગુજરાતી ન્યૂઝIndiaભારતના આ કામે નમાવી દીધી પૃથ્વીને! જો નહીં સુધરો તો આવશે જબરદસ્ત મોટું સંકટ

ભારતના આ કામે નમાવી દીધી પૃથ્વીને! જો નહીં સુધરો તો આવશે જબરદસ્ત મોટું સંકટ

આ વાત આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ પણ એક એવું કામ ભારતમાં સતત થઈ રહ્યું છે જે પૃથ્વીનું સ્વાસ્થ્ય બગાડી રહ્યું છે. તેના સંતુલન પર એવી તે ખરાબ અસર પડી રહી છે કે તે પોતાની ધરીથી હવે ખસી રહી હોવાનું સામે આવ્યું છે. જો આ વાત આપણે સમજીને એ કામ કરવાનું નહીં અટકાવીએ તો લાંબા ગાળે એવી ખરાબ અસરો જોવા મળશે કે દાણા પાણીના સાંસા પડી જશે. 

ભારતના આ કામે નમાવી દીધી પૃથ્વીને! જો નહીં સુધરો તો આવશે જબરદસ્ત મોટું સંકટ

વાત જાણે એમ છે કે ભારતમાં ભૂગર્ભ જળનું જરૂરીયાત કરતા વધુ દોહન થઈ રહ્યું છે. દુનિયામાં જમીનથી જેટલું પાણી કાઢવામાં આવી રહ્યું છે તેના 25 ટકા જેટલો ભાગ તો ફક્ત ભારતમાં કાઢવામાં આવી રહ્યો છે. જેના કારણે પૃથ્વી પોતાની ધરીથી ખસી રહી છે અને વાંકી પણ થઈ રહી છે એવું રિપોર્ટમાં કહેવાયું છે. એટલે કે પૃથ્વીનું સંતુલન બગડી રહ્યું છે. જો આમ જ ચાલતું રહ્યું તો એક નહીં પણ અનેક સંકટો આવી શકે છે. આ મુદ્દો વિસ્તૃત રીતે સમજવા જેવો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જરૂર કરતા વધુ ભૂગર્ભજળના દોહનના કારણે પૃથ્વીની ધરી ખસી રહી છે. આ વાત એક નહીં પરંતુ અનેક વૈજ્ઞાનિક રિસર્ચમાં સામે આવી છે. 

કેવી રીતે કરે છે નુકસાન
જ્યારે જમીનની અંદરથી પાણી કાઢવામાં આવે છે ત્યારે જમીનના દ્રવ્યોનું સંતુલન બગડે છે. જેના  કારણે તેને પુર્નવિતરિત કરીને સંતુલિત કરવાની કોશિશ પૃથ્વી કરતી રહે છે. જ્યારે ભૂગર્ભ જળ જમીનમાંથી કાઢવામાં આવે છે ્યારે તે પાણી સમુદ્રમાં તો પહોંચે છે પરંતુ પૃથ્વી પર દ્વવ્યમાનું વિતરણ બદલાય છે. પૃથ્વી એક ફરતા બોલ જેવી છે જો તેના દ્વવ્યમાનનું વિતરણ બદલાય તો તેના ફરવાનો અક્ષ પણ બદલાય કે ખસી શકે છે. જેને પોલર મોશન કહે છે. 

Add Zee News as a Preferred Source

દુનિયામાં સૌથી વધુ ભૂગર્ભ જળનું દોહન ભારત કરે છે. ત્યારબાદ ચીન, અમેરિકા અને બીજા દેશોનો નંબર છે. તેનાથી સંકટ સતત વધી રહ્યું છે. પૃથ્વીનું સંતુલન બગડી રહ્યું છે. નાસા અને અન્ય સંસ્થાનોના રિસર્ચ મુજબ 1993થી 2010 વચ્ચે ભૂગર્ભ જળ કાઢવાના કારણે પૃથ્વીના ધ્રુવ (નોર્થ પોલ)ની દિશામાં ફેરફાર થયો છે. ફક્ત આ 17 વર્ષોમાં જ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનમાં ભૂગર્ભ જળના દોહનથી લગભગ 54 ટ્રિલિયન લીટર પાણી કાઢવામાં આવ્યું. જેનાથી પૃથ્વીની ધૂરી લગભગ 78 સેમી (પૂર્વ બાજુ) ખસી ગઈ. 

શું ભારત વધુ પાણી કાઢે છે?
તેનો જવાબ છે હા. ભારત દુનિયામાં સૌથી વધુ ભૂગર્ભ જળ કાઢે છે. દુનિયાભરમાં જમીન નીચેથી જેટલું પાણી કાઢવામાં આવે છે તેનો 25 ટકા એકલો ભારતમાં કાઢવામાં આવે છે. જે કોઈ પણ દેશ કરતા સૌથી વધુ છે. ભારત દર વર્ષે 250-260 ક્યૂબિક કિલોમીટર ભૂગર્ભ જળ કાઢે છે. જે અમેરિકા અને ચીનના સંયુક્ત ઉપયોગથી પણ વધુ છે. દુનિયાના 10 ટોપ ગ્રાઉન્ડવોટર યૂઝર્સમાં ભારત પહેલા નંબરે છે. ત્યારબાદ ચીન (112 Km³)  અને અમેરિકા (111 Km³) આવે છે. 

ભારત કેમ કાઢે છે આટલું પાણી
આપણા દેશમાં જમીનથી જે પાણી કાઢવામાં આવે છે તેમાંથી 90 ટકાનો ઉપયોગ ખેતીમાં સિંચાઈના કામ માટે થાય છે. ધાન, શેરડી, અને ઘઉ જેવા પાક વધુ પાણી ખેંચે છે. પાણીને યોગ્ય રીતે પહોંચાડવા માટે હજુ પણ નહેરોની સંરચનાનો અભાવ છે. ખેડૂતોને મફત કે સસ્તી વીજળી મળે છે જેનાથી વધુ સમય સુધી ટ્યૂબવેલ ચલાવે છે. પાણીની વધુ માંગણીના કારણે પણ જરૂર કરતા વધુ  દોહન થાય છે. 

કયા રાજયો સૌથી આગળ
પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ સૌથી વધુ ભૂગર્ભજળ દોહન કરનારા રાજ્યો છે. દિલ્હી, બેંગ્લુરુ, હૈદરાબાદ જેવા શહેરોમાં ભૂગર્ભ જળનું સ્તર ઝડપથી નીચે જઈ રહ્યું છે. પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં ભૂગર્બ જળનું સ્તર વાર્ષિક 0.5-1 મીટર ઘટી રહ્યું છે. 21 ભારતીય શહેરો (જેમ કે ચેન્નાઈ, બંગ્લુરુ)માં 2025 સુધી ડે ઝીરો (પાણી ખતમ થાય)ની આશંકા છે. 

જળની કમી કેમ
આપણા ત્યાં જળની કમીનું સૌથી મોટું કારણ વોટર મેનેજમેન્ટની કમી છે. વરસાદના પાણીને ભેગું કરવાની અને તેના યોગ્ય ઉપયોગના ઉપાય પૂરતા ઉપલબ્ધ નથી. હલ સૌથી મોટું જોખમ જમીન ધસવાનું છે. દિલ્હી, કોલકાતા, મુંબઈ જેવા શહેરોમાં જમીન ધસી રહી છે. કારણ કે ભૂગર્ભ જળ ખતમ થવાથી જમીન સંકોચાય છે. ભૂગર્ભ જળના વધુ પડતા દોહનથી નદીઓનો પ્રવાહ ઘટી રહ્યો છે. જેમ કે યમુના, ગોદાવરી. 

પૃથ્વી સરકતી રહી તો શું થશે
જો પૃથ્વીને ધુરી સતત સરકતી રહી તો સમજી જજો કે આ વહેલા મોડે મોટી તબાહી લઈને આવશે. તેની અસર સમગ્ર માનવ સભ્યતા પર પડશે. અને આ અસર મોટી અને ભયંકર હશે. 

હવામાનનું ચક્ર બદલાશે
પૃથ્વીની ધરીનો ઝૂકાવ હવામાનને કંટ્રોલ કરે છે. જો તે ઝૂકાવ બદલાતો રહે તો ગરમી ઠંડીનો સમયગાળો વધુ ઝડપથી બદલાશે. ધ્રુવો પર વધુ સૂર્યપ્રકાશ પડવાથી બરફ ઝડપથી ઓગળશે. ભારત જેવા દેશોમાં મોનસૂન પેટર્ન બદલાઈ શકે છે. જેનાથી દુષ્કાળ કે વધુ પડતો વરસાદ જોવા મળી શકે છે. 

ધરી ખસવાથી ધ્રુવોનું તાપમાન વધી શકે છે. જેનાથી ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકાનો બરફ ઝડપથી ઓગળશે. સમુદ્ર સ્તરમાં વધારાથી મુંબઈ, કોલકાતા, બાંગ્લાદેશ જેવા વિસ્તારો ડૂબી શકે છે. એટલાન્ટિકની ગલ્ફ સ્ટ્રીમ જેવા વિસ્તારો પ્રભાવિત થશે જેનાથી યુરોપનું તાપમાન અચાનક ગગડી શકે છે. 

રાત-દિવસમાં ફેરફાર
ધરી ખસવાથી રાત દિવસની લંબાઈમાં મામૂલી અંતર આવી શકે છે. જો ધરી વધુ પડતી નમે તો ઉત્તર ધ્રુવ પર 6 મહિનાની રાત લાંબી થઈ શકે છે. હવામાન  બદલાવાથી પાક ચક્ર પ્રભાવિત થઈ શકે. ઘઉ, ચોખા જેવા પાકનું ઉત્પાદન ઘટી શકે. 

ભૂકંપ, જ્વાળામુખી વધે
ધરીમાં ફેરફારથી પૃથ્વીનીં અંદર દબાણ બદલાઈ શકે છે. જેનાથી ટેક્ટોનિક પ્લેટ્સ સક્રિય થઈ શકે છે. રિંગ ઓફ ફાયર (પ્રશાંત વિસ્તાર)માં વધુ ભૂકંપ આવી શકે છે. સમુદ્રના તાપમાનમાં ફેરફારથી વધુ શક્તિશાળી તોફાન (જેમ કે હરિકેન, સાઈક્લોન) બની શકે છે. 

શું આ ફેરફાર હાલ ચિંતાજનક છે?
તેનો જવાબ છે હાલ તત્કાળ તો  જોખમ નથી. હાલ ધરીનું ખસવું ખુબ જ ધીમું છે. (-10 સેમી પ્રતિ વર્ષ) અને તેના ગંભીર પ્રભાવોમાં સેંકડો વર્ષો લાગશે. પરંતુ ભૂગર્ભ જળ દોહન, ગ્લોબલ વોર્મિંગ અને બરફ પીગળવો આ બધાની ઝડપ વધારી રહ્યું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news