GST Collection : મંદી વચ્ચે રાહતના સમાચાર, નવેમ્બરમાં પહોંચ્યું 1 લાખ કરોડને પાર

દેશના કુલ જીએસટી કલેક્શનમાં(Total GST Collection) સીજીએસટી(CGST) રૂ. 19,592 કરોડ, એસજીએસટી(SGST) રૂ.27,144 કરોડ અને આઈજીએસટી(IGST) રૂ.49,028 કરોડ થયું છે. તેમાં આયાત(Import) પર લગાવામાં આવતા ટેક્સના રૂ.20,948 કરોડનો પણ સમાવેશ થાય છે.

GST Collection : મંદી વચ્ચે રાહતના સમાચાર, નવેમ્બરમાં પહોંચ્યું 1 લાખ કરોડને પાર

નવી દિલ્હીઃ દેશના અર્થતંત્રમાં(Economy) ચાલી રહેલી મંદીના(Slow Down) સમાચાર વચ્ચે સરકાર માટે રાહતના સમાચાર આવ્યા છે. નવેમ્બર મહિનામાં(November Month) વસ્તુ અને સેવા કર (Goods and Service Tax) કલેક્શનમાં 6 ટકાનો વધારો નોંધાયો છે. નવેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન(GST Collection) રૂ. 1.03 લાખ કરોડને(Rs. One Lac Crore) પાર પહોંચી ગયું છે. 

દેશના કુલ જીએસટી કલેક્શનમાં(Total GST Collection) સીજીએસટી(CGST) રૂ. 19,592 કરોડ, એસજીએસટી(SGST) રૂ.27,144 કરોડ અને આઈજીએસટી(IGST) રૂ.49,028 કરોડ થયું છે. તેમાં આયાત(Import) પર લગાવામાં આવતા ટેક્સના રૂ.20,948 કરોડનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત સેસ(Ses) એટલે કે ઉપકર રૂ.7,727 કરોડ (આયાતમાંથી મળેલા રૂ.869 કરોડનો ટેક્સ) પણ સામેલ છે. આ મહિને 77.83 લાખ 2બી જીએસટી રિટર્ન(GST Return) ફાઈલ કરાયા હતા. 

ઉલ્લેખનીય છે કે, સતત બે મહિનાના નેગેટિવ ગ્રોથ પછી આ મહિને જીએસટી કલેક્શનમાં(GST Collection) 6 ટકાનો વધારો નોંધાયો છે. નવેમ્બરમાં ઘરેલુ ખરીદ-વેચાણ પર જીએસટી કલેક્શનમાં 12 ટકાનો વધારો નોંધાયો છે. ચાલુ વર્ષમાં જીએસટી મહેસુલી આવકમાં નવેમ્બર મહિનામાં થયેલો સૌથી સારો માસિક વધારો છે. 

આયાત પર જીએસટી કલેક્શનમાં(GST Collection) (-13 ટકા)નો નેગેટિવ ગ્રોથ જોવા મળ્યો છે, પરંતુ તેમાં ગયા મહિનાના (-20 ટકા) કરતાં સારો સુધારો થયો છે. જુલાઈ, 2017માં જીએસટી(GST) લાગુ થયા પછી આ 8મી વખત છે જ્યારે માસિક કલેક્શને રૂ.1 લાખ કરોડથી વધુનો આંકડો પાર કર્યો છે. નવેમ્બર, 2019નું આ કલેક્શન જીએસટીની શરૂઆત થયા પછી ત્રીજું સૌથી વધુ માસિક કલેક્શન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news