)
દરેક ઘરમાં વપરાતા દૂધના ભાવ ટૂંક સમયમાં ઘટવાના છે. સરકારે તાજેતરમાં GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લીધો છે કે લાંબા ગાળાના UHT દૂધને 5% GSTમાંથી મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણય લાગુ થતાં જ દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક બ્રાન્ડ અમૂલ અને મધર ડેરીના દૂધના ભાવમાં તાત્કાલિક રાહત મળશે. જોકે, ડેરીના એમડી જયેન મહેતાએ મોટો ખૂલાસો કર્યો છે.
No changes in pouched milk prices because of GST 2.0: Amul MD
Read @ANI Story |https://t.co/sNl6xxBBFp#Amul #Amulmilk #GSTReforms pic.twitter.com/EQd2wlFSie
— ANI Digital (@ani_digital) September 11, 2025
પેકેજ્ડ પાઉચ મિલ્કના ભાવ 22 સપ્ટેમ્બર પછી પણ યથાવત રહેશે, કારણ કે તેના પર પહેલાંથી જ શૂન્ય ટકા GST લાગુ પડે છે. કિંમતોમાં સંભવિત ઘટાડાના અહેવાલો પછી આ જાહેરાત કરવામાં આવી છે. જોકે, GST દર 5 ટકાથી ઘટાડીને શૂન્ય કરવામાં આવતા લાંબા ગાળાનું UHT દૂધ સસ્તું થઈ શકે છે.
આ ફેરફારનો હેતુ શું છે ?
GSTની આ મુક્તિનો સીધો ફાયદો ગ્રાહકોને થશે કારણ કે આ દૂધ પરનો 5% કર દૂર કરવામાં આવશે. આ પગલાનો ઉદ્દેશ્ય વધતી જતી મોંઘવારી વચ્ચે દૂધ જેવી આવશ્યક વસ્તુને વધુ સસ્તું બનાવવાનો છે.
અમૂલ અને મધર ડેરીના વર્તમાન ભાવ
અમૂલ ઉત્પાદનોમાં ફુલ ક્રીમ દૂધ 'અમૂલ ગોલ્ડ' ની કિંમત લગભગ રૂપિયા 69 પ્રતિ લિટર છે, જ્યારે ટોન્ડ દૂધ રૂપિયા 57 પ્રતિ લિટરમાં વેચાય છે. તેવી જ રીતે, મધર ડેરીનું ફુલ ક્રીમ દૂધ રૂપિયા 69 અને ટોન્ડ દૂધ લગભગ રૂપિયા 57માં મળે છે. ભેંસ અને ગાયના દૂધના ભાવ પણ રૂપિયા 50-75ની વચ્ચે છે.
અમુલે શું કહ્યું ?
અમૂલે કહ્યું છે કે તેના પેકેજ્ડ પાઉચ મિલ્કના ભાવ 22 સપ્ટેમ્બર પછી પણ યથાવત રહેશે, કારણ કે તેના પર પહેલાથી જ શૂન્ય ટકા GST લાગુ પડે છે. જોકે, GST દર 5 ટકાથી ઘટાડીને શૂન્ય કરવામાં આવતા લાંબા ગાળાનું UHT દૂધ સસ્તું થઈ શકે છે.