)
આજથી નવલા નોરતા શરૂ થઈ રહ્યા છે ત્યારે આજથી જ જીએસટી રિફોર્મ્સ (GST 2.0) લાગૂ થયા છે. આ સાથે જ રોજબરોજની વસ્તુઓ જેમ કે કરિયાણાનો સામાન, ડેરી પ્રોડક્ટ્સથી લઈને ટીવી, એસી, કાર બાઈક્સ વગેરેના ભાવમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. જ્યારે કેટલીક વસ્તુઓ જેમ કે હાનિકારક વસ્તુ, ભોગ વિલાસની વસ્તુઓ વગેરે પર ટેક્સનો માર વધી રહ્યો છે. ત્યારે શું મોંઘુ થશે અને શું સસ્તુ થશે તે પણ ખાસ જાણો.
આ સામાન પર ઝીરો જીએસટી
સરકારે જીએસટી રિફોર્મ હેઠળ અનેક વસ્તુઓના જીએસટી સ્લેબમાં ફેરફાર કર્યો છે. તો ઘણી આઈટમોને જીએસટી ફ્રી પણ કરી છે. જેના પર ઝીરો જીએસટી લાગશે તેમાં મુખ્ય રીતે ફૂડ પ્રોડક્ટ્સ સામેલ છે. 5 ટકાથી લઈને 18 ટકા સુધીના સ્લેબમાં આવતી અનેક વસ્તુઓ જીએસટી ફ્રી કરી છે. જેમાં યુએચટી દૂધ, પનીર-માવો, પિઝા, તમામ પ્રકારના બ્રેડ, રેડી ટુ ઈટ રોટી, રેડી ટુ ઈટ પરોઠા છે. આ ઉપરાંત બાળકોના શિક્ષણ સંબંધિત સામાન જેમ કે પેન્સિલ, કટર, રબર, નોટબૂક, નક્શા-ચાર્ટ, ગ્લોબ, વોટર સર્વે ચાર્ટ, એટલસ, પ્રેક્ટિસ બૂક , ગ્રાફ બૂક, લેબોરેટરી નોટબૂક ઉપર પણ 12 ટકાની જગ્યાએ હવે ઝીરો જીએસટી કરાયો છે.
દવાઓ અને હેલ્થ લાઈફ પોલીસી પર જીએસટી ખતમ કરતા સરકારે રાહત આપી છે. જ્યાં 33 જીવનરક્ષક દવાઓ પર અત્યાર સુધી 12 ટકા જીએસટી હતો તેને ખતમ કરીને ઝીરો કરાયો છે. જેમાં 3 કેન્સરની દવાઓ પણ સામેલ છે. આ ઉપરાંત ઈન્ડિવિઝ્યુઅલ હેલ્થ અને લાઈફ ઈન્શ્યુરન્સ પોલીસીને પણ સંપૂર્ણ રીતે જીએસટી મુક્ત કરાઈ છે.
આ જરૂરી સામાન પણ સસ્તો થશે
સરકાર તરફથી જ્યાં ઉપર જણાવેલી વસ્તુઓ અને સેવાઓ જીએસટી ફ્રી કરાયા છે ત્યાં તમામ જરૂરીયાતની વસ્તુઓને 5 ટકાના સ્લેબમાં સામેલ કરાયા છે.
ફૂડ આઈટમ્સ
- વનસ્પતિ ચરબી/ તેલ 12 ટકાથી 5 ટકા
- મિણબત્તી, વનસ્પતિ મિણ 18 ટકાથી 5 ટકા
- માંસ, માછલી, ફૂડ પ્રોડક્ટ્સ 12 ટકાથી 5 ટકા
- માખણ, ઘી 12 ટકાથી 5 ટકા
- ખાંડ, સ્ટીમ મીઠાઈઓ 12 ટકા- 18 ટકાથી 5 ટકા
- ચોકલેટ અને કોકો પાઉડર 18 ટકાથી 5 ટકા
- પાસ્તા, કોર્ન ફ્લેક્સ, નૂડલ્સ, બિસ્કિટ, મેલ્ટ એક્સટ્રેક્ટ (બિન કોકો) 12-18 ટકાથી 5 ટકા
- જામ, જેલી, મુરબ્બો, માવા/ફળોની પેસ્ટ, સુકા મેવા, મેવા 12 ટકાથી 5 ટકા
- ફળોનો રસ, નારિયેળ પાણી 12 ટકાથી 5 ટકા
કન્ઝ્યૂમર અને ડોમેસ્ટિક આઈટમ્સ
- હેર ઓઈલ, શેમ્પુ, ટૂથપેસ્ટ, શિવિંગ ઉત્પાદનો, ટેલ્કમ પાઉડર 18 ટકાથી 5 ટકા
- ટોઈલેટ સાબુ (બાર/કેક) 18 ટકાથી 5 ટકા
- ટૂથબ્રશ, ડેન્ટલ ફ્લોસ 18 ટકાથી 5 ટકા
- શેવિંગ ક્રીમ/લોશન, આફ્ટર શેવ 18 ટકાથી 5 ટકા
- સામાન્ય ટેબલવેર/ કિચન વેર(લાકડી, લોઢું, તાંબુ, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક) 12 ટકાથી 5 ટકા
- બાળકોની દૂધની બોટલ, નિપ્પલ, પ્લાસ્ટિકના મોતી 12 ટકાથી 5 ટકા
- મિણબત્તીઓ 12 ટકાથી 5 ટકા
- છત્રી અને સંબંધિત વસ્તુ 12 ટકથી 5 ટકા
- સિવવાની સોઈ 12 ટકાથી 5 ટકા
- સિલાઈ મશીનો અને તેના પાર્ટ્સ 12 ટકાથી 5 ટકા
- કપાસ/ જ્યુટથી બનેલી હેન્ડ બેગ 12 ટકાથી 5 ટકા
- બાળકો માટે નેપકિન/ ડાયપર 12 ટકાથી 5 ટકા
- સંપૂર્ણપણે વાંસ, શેરડી, રતનથી બનેલું ફર્નિચર 12 ટકાથી 5 ટકા
- દૂધના ડબ્બા (લોઢા/ સ્ટીલ/ એલ્યુમિનિયમ) 12 ટકાથી 5 ટકા
ઈલેક્ટ્રોનિક સામાન
- એરકન્ડિશનર (એસી) 28 ટકાથી 18 ટકા
- વાસણ ધોવાની મશીનો 28 ટકાથી 18 ટકા
- ટીવી (એલઈડી, એલસીડી), મોનિટર, પ્રોજેક્ટર 28 ટકાથી 18 ટકા
એગ્રીકલ્ચર અને ફર્ટિલાઈઝર
- ટ્રેક્ટર (1800ccથી વધુ ક્ષમતા ધરાવતા રોડ ટ્રેક્ટરોને બાદ કરતા) 12 ટકાથી 5 ટકા
- અગાઉના ટ્રેક્ટર ટાયર/ટ્યુબ 18 ટકાથી 5 ટકા
- ખેતી/લણણી/થ્રેસિંગ માટે કૃષિ મશીનરી 12 ટકાથી 5 ટકા
- કમ્પોસ્ટિંગ મશીનો 12 ટકાથી 5 ટકા
- સ્પ્રિંકલર/ ડ્રિપ સિંચાઈ / લોન/ સ્પોર્ટ્સ રોલર્સ 12 ટકાથી 5 ટકા
- જૈવ- કિટનાશક, સુક્ષ્મ પોષક તત્વ 12 ટકાથી 5 ટકા
- ઈંધણ માટે પંપ 28 ટકાથી 18 ટકા
- ટ્રેક્ટરો માટે હાઈડ્રોલિક પંપ 18 ટકાથી 5 ટકા
હેલ્થ પ્રોડક્ટ્સ પર જીએસટી
- થર્મોમીટર, ડાયગ્નોસ્ટિક કિટ 12-18 ટકાથી 5 ટકા
- બ્લડ ગ્લૂકોઝ મોનિટર (ગ્લૂકોમીટર) 12 ટકાથી 5ટકા
- મેડિકલ ગ્રેડ ઓક્સીજન અને હાઈડ્રોજન પેરોક્સાઈડ 12 ટકાથી 5 ટકા
- ચશ્મા 12 ટકાથી 5 ટકા
- મેડિકલ/ સર્જિકલ રબરના ગ્લોવ્ઝ 12 ટકાથી 5 ટકા
- અનેક દવાઓ અને ખાસ દવાઓ 12 ટકાથી 5 ટકા કે શૂન્ય
કાર- બાઈક્સ પર ટેક્સ
- ટાયર 28 ટકા થી 18 ટકા
- મોટર વાહન (નાની કારો, ત્રણ પૈડાવાળા વાહન, એમ્બ્યુલન્સ, 350ccથી નાની મોટરસાઈકલ, કોમર્શિયલ વ્હીકલ) 28 ટકા થી 18 ટકા
- રોઈંગ બોટ/ ડોંગી 28 ટકાથી 18 ટકા
- સાઈકલો અને બિન મોટર ત્રણ પૈડાનું વાહન 12 ટકાથી 5 ટકા
ટેક્સટાઈલ પ્રોડક્ટ્સ
- સિન્થેટિક દોરા, સિવ્યા વગરના કપડાં, સિવવાના દોરા, સ્ટેપલ ફાઈપર 12 ટકા અને 18 ટકાથી 5 ટકા
- કપડાં, રેડિમેડ, 2500થી વધુ નહીં 12 ટકાથી 5 ટકા
- કપડાં રેડિમેડ 2500થી વધુ 12 ટકાથી 18 ટકા
આ સામાન ઉપર પણ ઘટશે ટેક્સ
આ ઉપરાંત નક્શીદાર કલા ઉત્પાદન (લાકડી, પથ્થર, આધાર ધાતુ, કોર્ક) 12 ટકાથી 5 ટકાના સ્લેબમાં આવશે. જ્યારે હાથથી બનેલા કાગળ અને પેપરબોર્ડ, હસ્તશિલ્પ લેમ્પ, પેન્ટિંગ, મૂર્તિઓ, પેસ્ટલ, પ્રાચીન સંગ્રહણીય વસ્તુઓ પણ આ સ્લેબમાં સામેલ થશે. તૈયાર ચામડું, ચામડાના સામાન, મોજા વગેરે પણ 5 ટકાના દાયરામાં હશે જ્યારે કન્સ્ટ્રક્શન વર્કમાં સામેલ ટાઈલ્સો, ઈટો પથ્થર વગેરે 12 ટકાથી 5 ટકામાં ટ્રાન્સફર થશે. જો કે પોર્ટલેન્ડ, સ્લેગ, હાઈડ્રોલિક સીમેન્ટ પર 28 ટકાની જગ્યાએ 18 ટકા જીએસટી લાગૂ થશે.
5 ટકાના ટેક્સ સ્લેબમાં આ સામાન પણ સામેલ
સૌર કુકર/ વોટર હીટર, બાયોગેસ / પવન, અપશિસ્ટથી ઉર્જા/ સૌર પેનલ પણ હવે 12 ટકાની જગ્યાએ 5 ટકા ટેક્સ સ્લેબમાં આવી જશે. આ સથે જ સર્વિસ સેક્ટરના ફેરફારની વાત કરીએ તો 7500 રૂપિયા દિવસથી ઓછી ઓટલ 12 ટકાથી 5 ટકા, સિનેમા (ટિકિટ 100 રૂપિયાથી ઓછી) 12 ટકાથી 5 ટકા અને સૌંદર્ય સેવા 18 ટકાથી 5 ટકા (કોઈ આઈટીસી નહીં) માં આવશે.
આ ચીજો થશે મોંઘી
જ્યાં મોટાભાગનો સામાન અને સેવાઓ 22 સપ્ટેમ્બરથી સસ્તી થવાની છે. તો અનેક જગ્યાએ સરકારે ઝટકો પણ આપ્યો છે. જો કે આ ભોગ વિલાસનો સામાન કે હાનિકારક વસ્તુઓ છે. જે સામાન પર જીએસટી વધ્યો છે તેમાં ઓટો સેક્ટરથી 350cc મોટરસાઈકલો, મોટી એસયુવી, લક્ઝરી/ પ્રિમિયમ કારો, અનેક હાઈબ્રિડ કારો, રેસિંગ કારો સામેલ છે. જેના પર 28 ટકાની જગ્યાએ 40 ટકા જીએસટી લગાવાયો છે. આ ઉપરાંત કેસીનો/ રેસ ક્લબ પ્રવેશ, સટ્ટાબાજી/ જુગાર, ઉપર પણ 28 ની જગ્યાએ 40 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે. સિગાર, સિગારેટ, તમાકુ પ્રોડક્ટ્સ પણ આ હાઈ સ્લેબમાં સામેલ થશે. જ્યારે કાર્બોનેટેડ/વાયુયુક્ત પીણા, કેફીનયુક્ત પીણા ઉપર પણ 40 ટકા ટેક્સ લાગૂ થશે.