Rain Prediction: આ તારીખથી હવામાનમાં અચાનક આવશે પલટો, જાણો વરસાદ અંગે શું કરાઈ છે આગાહી
All India Weather Update: ગુજરાતમાં જુલાઈ મહિનો રેકોર્ડબ્રેક વરસાદનો રહ્યો પરંતુ ઓગસ્ટમાં સરખામણીઓ ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે. જો કે હવે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ....
Rain Alert 11 August: ઉત્તર પ્રદેશ અને બિહારમાં એક ચક્રવાતી પરિસંચરણની સ્થિતિ બનેલી છે. આ ઉપરાંત મોનસૂન ટર્ફ પણ પોતાની સામાન્ય સ્થિતિમાં છે. જેના કારમે હિમાલયની તળેટીમાં આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન વરસાદની સ્થિતિ રહેશે. હવામાન વિભાગ દ્વારા 11 ઓગસ્ટના રોજ સવારે આઠ વાગે બહાર પાડવામાં આવેલા રિપોર્ટ મુજબ આગામી પાંચ દિવસ સુધી દેશના અનેક રાજ્યોમાં વરસાદની ભવિષ્યવાણી કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિ પણ બનેલી છે. આ ઉપરાંત ગુજરાત માટે પણ હવામાન વિભાગે અને આગાહીકાર અંબાલાલે શું આગાહી કરી છે તે ખાસ જાણો.
આઈએમડીએ પોતાના તાજા રિપોર્ટમાં જણાવ્યું છે કે ઉત્તરાખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં 15 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશમાં પણ આ દરમિયાન અલગ અલગ સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે. પંજાબ અને હરિયાણામાં પણ 13 ઓગસ્ટ સુધી વરસાદ પડવાની શક્યતા છે. આ વિસ્તારોમાં આગામી 6 દિવસ સુધી આકાશમાં વાદળ છવાયેલા રહેશે અને વરસાદ પડતો રહેશે.
આઈએમ઼ીએ વધુમાં કહ્યું કે બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ 11થી 15 ઓગસ્ટ સુધી અલગ અલગ જગ્યાઓ પર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઉત્તર બિહારમાં 13 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા છે. સિક્કિમમાં 11 અને 12 ઓગસ્ટના રોજ ખુબ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે. દેશના અન્ય ભાગોમાં પણ આગામી સાત દિવસ સુધી અલગ અલગ જગ્યાઓ પર વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં શું રહેશે પરિસ્થિતિ
હવામાન વિભાગે લેટેસ્ટ આગાહી કરતા કહ્યું કે ગુજરાતમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. એક સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈને સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર , કચ્છ માં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.
અંબાલાલની આગાહી
બીજી બાજુ આગાહીકાર અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે તે મુજબ ગુજરાતમાં હવે ચોમાસાના ચોથા રાઉન્ડની રાહ જોવાઈ રહી છે. ત્યારે અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે. રાજ્યમાં આગામી 16,17 અને 18 ઓગસ્ટે વરસાદ પડવાની આગાહી કરી છે. એટલું જ નહીં, 21 અને 22 ઓગસ્ટે પણ રાજ્યમાં વરસાદ પડશે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. તો જન્માષ્ટમી દરમિયાન પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ રહેશે. સાથે જ તેમણે કહ્યું કે ઓગસ્ટથી દેશના હવામાનમાં પલટો આવી શકે છે. 12 ઓગસ્ટ સુધીમાં ક્રમશ વરસાદી ઝાપટામાં વધારો થશે. દક્ષિણ ગુજરાતમાં હળવા અને ભારે ઝાપટા પડવાની શક્યતા રહેલી છે. મધ્ય ગુજરાતમાં પણ હળવા વરસાદી ઝાપટા રહેશે. આ ઝાપટા 15 સુધીમાં વિવિધ રાજ્યોમાં પડશે. આગામી 16-17-18 ઓગસ્ટમાં રાજ્યમાં વરસાદની શક્યતા રહેલી છે. 21 ઓગસ્ટથી 22 ઓગસ્ટમાં સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ રહેશે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલમાં ગુજરાતમાં સોમાલિયાથી આવતા તેજ પવનોનું જોર વધ્યું છે એટલે પવન ફૂકાતા સારો વરસાદ થતો નથી અને પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળ વાયુ ગરમ થવાની શકયતા રેહતા તેની અસર ભારતના દરિયાઈ તેમાંજ ભૂ ભાગો પર અસર થઇ શકે છે. ભૂમદ્ય મહાસાગર તરફ એક ટ્રોપિકલ સ્ટ્રોમ બનવાની શક્યતા રહે, આ ટ્રોપિકલ સ્ટ્રોમ અસર તળે બંગાળ ઉપસાગરનો ભેજ ખેચાઈ શકે છે જેની સીધી અસર પશ્ચિમી ભારતના ભાગો પર પડી શકે છે. જ્યાં સુધી પૂર્વ ભારતમાં વર્ષા છે ત્યાં સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ ઓછો રહી શકે છે.