ગુજરાતી ન્યૂઝIndiaUPSC ના પરિણામોમાં ગુજરાતનો ડંકો વાગ્યો, ટોપ-30 માં 3 ગુજરાતી, હર્ષિતા આખા દેશમાં બીજા ક્રમે

UPSC ના પરિણામોમાં ગુજરાતનો ડંકો વાગ્યો, ટોપ-30 માં 3 ગુજરાતી, હર્ષિતા આખા દેશમાં બીજા ક્રમે

UPSC Result 2024 Topper List : UPSCનું પરિણામ જાહેર... ટોપ 30માં ત્રણ ગુજરાતીઓ... ગુજરાતની હર્ષિતા ગોયલ બીજા નંબરે... UPSCમાં મહિલાઓએ ફરી બાજી મારી... UPSCમાં ગુજરાતની માર્ગી શાહ ટોપ 5માં 

UPSC ના પરિણામોમાં ગુજરાતનો ડંકો વાગ્યો, ટોપ-30 માં 3 ગુજરાતી, હર્ષિતા આખા દેશમાં બીજા ક્રમે

UPSC Toppers 2025 : UPSC ના પરિણામોમાં ગુજરાતીઓએ ડંકો વગાડ્યો છે. યુપીએસસી ટોપ-30 માં ત્રણ ગુજરાતીઓ સામેલ છે. જેમાં પહેલીવાર ટોપ 30 માં ગુજરાતની ત્રણ વિદ્યાર્થીઓ સામેલ છે. પરિણામ આવ્યા બાદ સફળતા મેળવનાર વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી. SPIPA માં સફળ વિદ્યાર્થીઓએ ઢોલ નગારાના તાલે ઉજવણી કરી.

  • હર્ષિતા ગોયલ ઓલ ઈન્ડિયા રેન્કમાં બીજા ક્રમાંકે છે
  • માર્ગી શાહે UPSC માં ચોથો ક્રમાંકે
  • સ્મિત પંચાલ UPSC માં 30 માં ક્રમાંકે 

UPSC સિવિલ સર્વિસ એક્ઝામિનેશન (CSE) 2024નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા આપનાર ઉમેદવારોની આતુરતાનો આખરે અંત આવ્યો છે. UPSC પરિણામની સાથે ટોપર્સની યાદી પણ બહાર પાડવામાં આવી છે જે UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાહેર કરવામાં આવી છે. આ વખતે શક્તિ દુબેએ પરીક્ષામાં ટોપ કર્યું છે જ્યારે છોકરીઓમાં હર્ષિતા ગોયલે પ્રથમ સ્થાન મેળવ્યું છે જેણે ઓવરઓલ સેકન્ડ રેન્ક મેળવ્યો છે. નીચે UPSC CSE પરિણામ ટોપર્સની યાદી તપાસો.

Add Zee News as a Preferred Source

 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 22, 2025

 

ટોપ-10 ટોપર્સની યાદી

  • શક્તિ દુબે (Shakti Dubey)
  • હર્ષિતા ગોયલ  (Harshita Goel)
  • ડોંગરે અર્ચિત પરાગ (DONGRE ARCHIT PARAG)
  • શાહ માર્ગી ચિરાગ (SHAH MARGI CHIRAG)
  • આકાશ ગર્ગ (AAKASH GARG)
  • કોમલ પુનિયા (KOMAL PUNIA)
  • આયુષી બંસલ (AAYUSHI BANSAL)
  • રાજ કૃષ્ણ ઝા (RAJ KRISHNA JHA)  
  • આદિત્ય વિક્રમ અગ્રવાલ (ADITYA VIKRAM AGARWAL) 
  • મયંક ત્રિપાઠી (MAYANK TRIPATHI)

UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર થયા પછી, સફળ ઉમેદવારોને તેમની પસંદગી, ક્રમ અને ઉપલબ્ધતાના આધારે વિવિધ સેવાઓ અને કેડર આપવામાં આવશે. આ ફાળવણી ભારત સરકારની નીતિઓ અનુસાર થશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news