ગુજરાતના 22 મુસાફરો યાત્રાધામ ઋષિકેશમાં સુપરસ્પ્રેડર બન્યા, કોરોના પોઝિટિવ નીકળ્યા

ગુજરાતના કોરોના કેસોએ હાહાકાર મચાવ્યો છે. ત્યાં ગુજરાતથી ઋષિકેશ બસમાં ગયેલા તમામ 22 યાત્રીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બસ 4 દિવસ પહેલા ગુજરાતથી ઋષિકેષ પહોંચી હતી. ત્યારે તમામ મુસાફરોના  RTPCR ટેસ્ટ મુનિકીરેતી ખાતે કરવામાં આવ્યા હતા, જેમાં તમામ પોઝિટિવ જોવા મળ્યા હતા. 
ગુજરાતના 22 મુસાફરો યાત્રાધામ ઋષિકેશમાં સુપરસ્પ્રેડર બન્યા, કોરોના પોઝિટિવ નીકળ્યા

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના કોરોના કેસોએ હાહાકાર મચાવ્યો છે. ત્યાં ગુજરાતથી ઋષિકેશ બસમાં ગયેલા તમામ 22 યાત્રીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બસ 4 દિવસ પહેલા ગુજરાતથી ઋષિકેષ પહોંચી હતી. ત્યારે તમામ મુસાફરોના  RTPCR ટેસ્ટ મુનિકીરેતી ખાતે કરવામાં આવ્યા હતા, જેમાં તમામ પોઝિટિવ જોવા મળ્યા હતા. 

ગુજરાતથી મુનીકીરેતી નીલકંઠ વિસ્તારમાં ગુજરાતના 22 મુસાફરો ફરવા પહોંચ્યા હતા. જેમાં તમામ કોરોના પોઝિટિવ નીકળ્યા છે. ચાર દિવસ પહેલા મુનિકીરેતી ચેક પોસ્ટ પર તેમના આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા હતા. સોમવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ખાસ વાત એ છે કે, સેમ્પલ લીધા બાદ આ મુસાફરો અહીંથી નીલકંઠ મહાદેવ મંદિર ગયા હતા. જેના બાદ તેઓ મુનીકીરેતના શીશમ ઝાડી સ્થિત એક આશ્રમમાં રોકાયા હતા. હવે આરોગ્ય વિભાગની ટીમે આશ્રમમાં રહેલા લોકોના સેમ્પલ લેવાની તૈયારી કરી છે. 

આ પણ વાંચો : ચકચારી ઘટના : સગીરા તાબે ન થતા 3 નરાધમોએ તેનો દુષ્કર્મવાળો વીડિયો કરી દીધો વાયરલ

ઋષિકેશ અને આસપાસના વિસ્તારોમાં અન્ય પ્રાંતોમાંથી ફરવા આવેલા મુસાફરો પોતાની સાથે કોરોના વાયરલ લઈને આવી રહ્યાં છે. આ વાતની પુષ્ટિ ગુજરાતના મુસાફરોથી થઈ છે. જોકે, ઋષિકેશના તંત્ર માટે મોટી મુશ્કેલી એ છે કે, આ મુસાફરો અહીંથી નીકળી ચૂક્યા છે અને તેઓ કેટલા સ્થાનિક લોકોના સંપર્કમાં આવ્યા છે તે કહી શકાતુ નથી. 

ગુજરાતમાં હાલ મુસાફરોની ટ્રાવેલ હિસ્ટ્રી જાણવી બહુ જ મુશ્કેલ બની ગયું છે. મુંબઈમાં પ્રવેશતા બહારના લોકો માટે ટેસ્ટ ફરજિયાત છે. પરંતુ હજી પણ અનેક રાજ્યોમાં કોરોના ટેસ્ટ ફરજિયાત નથી. ત્યારે ગુજરાતથી ગયેલા મુસાફરો હાલ ઋષિકેશમાં સુપરસ્પ્રેડર બન્યા.  

મુનિકીરેત વિસ્તારના પ્રભારી અધિકારી ડો.જગદીશ જોશીએ જણાવ્યું કે, સ્વાસ્થય વિભાગની ટીમ તપોવન મુનિકીરેતામાં બહારથી આવનારા મુસાફરીના રેન્ડમ સેમ્પિલંગ કરી રહી છે. ગત 18 માર્ચના રોજ એક બસને ચેકપોસ્ટ પર રોકવામાં આવી હતી. તેમાં 22 મુસાફરો સવાર હતા. થર્મલ સ્કેનીંગ દ્વારા જાણવા મળ્યું કે, તમામ મુસાફરોનું ટેમ્પરેચર અપ હતું. તમામ મુસાફરોનો આરટીપીસીઆર ટેસ્ટ લઈને તપાસ કરવામાં આવી હતી. જેના બાદ આ મુસાફરો અહીથી નીકળી ગયા હતા. સોમવારે સાંજે આ તમામ મુસાફરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેના બાદ તમામ કોરોના સંક્રમિત નીકળ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news