Gyanvapi ASI Survey: ઉત્તર પ્રદેશમાં બાબા વિશ્વનાથની નગરી કાશી એટલે કે વારાણસીમાં કોર્ટના આદેશ બાદ ચાલી રહેલા જ્ઞાનવાપી સર્વે દરમિયાન આજે ASI ની ટીમને એક પથ્થર જેવી વસ્તુ મળી આવી છે. આજે જ્ઞાનવાપીમાં રડાર ટેકનિકનો પણ ઉપયોગ થશે. મળતી માહિતી મુજબ આજે જ જ્ઞાનવાપી ગુંબજની નીચેની જમીનનો સર્વે થશે. આ સર્વે માટે આધુનિક મશીનો મંગાવવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્ઞાનવાપી પરિસરમાંથી મળી આ વસ્તુ
જ્ઞાનવાપી સર્વે સંલગ્ન એક મોટા સમાચારની વાત કરીએ તો સૂત્રોના જણાવ્યાં મુજબ સર્વે દરમિયાન પરિસરમાં જમીન નીચેથી એક પિંડી જવી આકૃતિ મળી આવી છે. જ્ઞાનવાપી સર્વે આજે રવિવારે પણ ચાલુ છે. હિન્દુ અને મુસ્લિમ પક્ષના લોકો સર્વે દરમિયાન હાજર છે. એવું કહેવાય છે કે આજે જ એએસઆઈની ટીમ ગુંબજ નીચે જશે. 


ગત વર્ષે હિન્દુ પક્ષે શિવલિંગને નુકસાન પહોંચાડવાનો મોટો આરોપ લગાવ્યો હતો. જ્યાર મુસ્લિમ પક્ષ તરફથી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે સર્વેવાળા વીડિયોને જાહેર કરવામાં ન આવે. હિન્દુ અને મુસ્લિમ પક્ષ લાંબા સમયથી પોત પોતાની દલીલો રજૂ કરી રહ્યા છે. તે દરમિયાન હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે વજૂખાનામાં શિવલિંગ છે, એ જ શિવલિંગ જેને નુકસાન પહોંચાડવામાં આવ્યું. 


કલાકૃતિઓની સૂચિ બનશે
કોર્ટના આદેશ મુજબ ઈમારતમાંથી મળી આવેલી તમામ કલાકૃતિઓની એક યાદી તૈયાર કરવામાં આવશે. આ કલાકૃતિઓની ઉંમર અને પ્રકૃતિની જાણકારી મેળવવામાં આવશે. ઈમારતની ઉંમર, નિર્માણની પ્રકૃતિ અંગે પણ ભાળ મેળવવામાં આવશે. જીપીઆર સર્વેક્ષણ સાથે પુરાવા ભેગા કરવામાં આવી રહ્યા છે. જાણકારોનું માનવું છે કે આ સર્વેનું કામ પૂરું થયા બાદ કાનૂની વિવાદને યોગ્ય રીતે ઉકેલવામાં મદદ મળશે. 


જ્ઞાનવાપીનું સત્ય સામે આવશે
વારાણસી સ્થિત જ્ઞાનવાપી પરિસરના વૈજ્ઞાનિક સર્વેથી દુનિયા સામે ઈતિહાસનું સત્ય સામે આવશે. એએસઆઈની આ ટીમમાં દેશના અનેક શહેરોના એએસઆઈ વિશેષજ્ઞ સામેલ છે. 43 સભ્યની ટીમ ઉપરાંત અનેક વકીલો અને પોલીસ અધિકારીઓ પણ હાજર હોય છે. સર્વેની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીની પણ વ્યવસ્થા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube