ડોક્ટર્સ ઇચ્છે તો નક્સલવાદી બની જાય જેથી અમે ગોળી મારી શકીએ : કેન્દ્રીય મંત્રી

મહારાષ્ટ્રમાં ડોક્ટર્સની હડતાળનાં કારણે પરેશાન મંત્રી હંસરાજ અહીરે તેમને નક્સલવાદી બની જવા માટેની સલાહ આપી દીધી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે, જો ડોક્ટર લોકશાહીમાં વિશ્વાસ ધરાવતા ન હોય તો તેમણે નક્સલવાદી બની જવું જોઇએ પછી અમે તેમને ગોળી મારી દઇશું. હંસરાજે સોમવારે મહારાષ્ટ્રનાં ચંદ્રપુરમાં એક હોસ્પિટલનાં ઉદ્ધાટન પ્રસંગે કહ્યું કે, હું લોકશાહી રીતે ચુંટાયેલો મંત્રી છું. તે જાણવા છતા કે હું આવી રહ્યો છું ડોક્ટર્સ દ્વારા રજા લઇ લેવામાં આવી. જો તેઓ લોકશાહીમાં વિશ્વાસ ન ધરાવતા હોય તો તેમને નક્સલવાદીઓ સાથે જતું રહેવું જોઇએ જેથી અમે તેમને ગોળી મારી શકીએ. 

Updated By: Dec 25, 2017, 11:24 PM IST
ડોક્ટર્સ ઇચ્છે તો નક્સલવાદી બની જાય જેથી અમે ગોળી મારી શકીએ : કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં ડોક્ટર્સની હડતાળનાં કારણે પરેશાન મંત્રી હંસરાજ અહીરે તેમને નક્સલવાદી બની જવા માટેની સલાહ આપી દીધી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે, જો ડોક્ટર લોકશાહીમાં વિશ્વાસ ધરાવતા ન હોય તો તેમણે નક્સલવાદી બની જવું જોઇએ પછી અમે તેમને ગોળી મારી દઇશું. હંસરાજે સોમવારે મહારાષ્ટ્રનાં ચંદ્રપુરમાં એક હોસ્પિટલનાં ઉદ્ધાટન પ્રસંગે કહ્યું કે, હું લોકશાહી રીતે ચુંટાયેલો મંત્રી છું. તે જાણવા છતા કે હું આવી રહ્યો છું ડોક્ટર્સ દ્વારા રજા લઇ લેવામાં આવી. જો તેઓ લોકશાહીમાં વિશ્વાસ ન ધરાવતા હોય તો તેમને નક્સલવાદીઓ સાથે જતું રહેવું જોઇએ જેથી અમે તેમને ગોળી મારી શકીએ. 

કેન્દ્રીય મંત્રી હંસરાજ અહીર પહેલા પણ પોતાનાં નિવેદનો મુદ્દે ચર્ચામાં રહી ચુક્યા છે. હંસરાજે કહ્યું કે, પાકિસ્તાન ઉપરાંત ભારતનાં તથાકથિત દોસ્ત બાંગ્લાદેશ પણ દેશની સુરક્ષા માટે ખતરો છે. એસોચેમ દ્વારા આયોજીત આંતરિક સુરક્ષા સંમ્મેલનને સંબોધિત કરતા તેમણે આ વિવાદિત નિવેદન આપ્યું હતું. બાંગ્લાદેશ માત્ર એક કથિત મિત્ર છે કારણ કે સ્પષ્ટ રીતે તે માર્ગે ઘુસણખોરી કરીને ભારતને નુકસાન પહોંચાડવામાં આવે છે.

કેન્દ્રીય મંત્રીએ આ વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે, ભારત જો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર લેવા ઇચ્છે તો તેને કોઇ રોકી શકે નહી.તેમણે જણાવ્યું કે પીઓકે પણ ભારતનું જ છે. તના પર કબક્જો જમાવતા કોઇ ભારતને અટકાવી શકે નહી. કારણ કે તે અમારો જ હિસ્સો છે અને પોતાનો હિસ્સો લેતા કોઇ અટકાવી શકે નહી.