કોર્ટની ફટકાર, કહ્યું-ગેરકાયદેસર રીતે બનાવેલા મંદિરથી શું પ્રાર્થના ઈશ્વર સુધી પહોંચશે?

દિલ્હીમાં વધતા અતિક્રમણ અને સાર્વજનિક સ્થાનો પર ધાર્મિક સ્થળોના નિર્માણ પર દિલ્હી હાઈકોર્ટે દિલ્હીની અન્ય એજન્સીઓને ખુબ ફટકાર લગાવી છે.

કોર્ટની ફટકાર, કહ્યું-ગેરકાયદેસર રીતે બનાવેલા મંદિરથી શું પ્રાર્થના ઈશ્વર સુધી પહોંચશે?

નવી દિલ્હી: દિલ્હીમાં વધતા અતિક્રમણ અને સાર્વજનિક સ્થાનો પર ધાર્મિક સ્થળોના નિર્માણ પર દિલ્હી હાઈકોર્ટે દિલ્હીની અન્ય એજન્સીઓને ખુબ ફટકાર લગાવી છે. આ સાથે જ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ધાર્મિક સ્થળો ઉપર પણ સવાલો ઉભા કરી દીધા. હાઈકોર્ટે પૂછ્યું કેશું રસ્તા પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા મંદિરોથી તમારી પ્રાર્થના ભગવાન સુધી પહોંચશે? આ સવાલ કોર્ટે મધ્ય દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં 108 ફૂટ ઊંચી હનુમાનની મૂર્તિ પાસે અતિક્રમણ હટાવવાના મામલે સુનાવણી દરમિયાન પૂછ્યું. કાર્યવાહીક મુખ્ય જજ ગીતા મિત્તલ અને જજ સી.હરિશંકરની પેનલે પૂછ્યું કે જો તમે રસ્તા પર ગેરકાયદેસર અતિક્રમણથી પ્રાર્થના કરો છો તો શું તે ઈશ્વર સુધી પહોંચશે ખરા? કોર્ટે ચેતવણી આપી કે મંદિર સહિત અનાધિકૃત નિર્માણ માટે જવાબદાર તમામ વ્યક્તિઓને પહોંચી વળવામાં આવશે. 

કોર્ટે ઉત્તર દિલ્હી નગર નિગમ (NDMC)ને પૂછ્યું કે કોના અધિકાર ક્ષેત્રમાં આ વિસ્તાર પડે છે. કોર્ટે એનડીએમસીને તે રસ્તાઓ અને પાટાઓના નિર્માણ સંબંધિત રેકોર્ડ રજુ કરવા જણાવ્યું જેની આસપાસ ગેરકાયદેસર અતિક્રમણ છે. લોક નિર્માણ વિભાગ તરફથી હાજર થયેલા દિલ્હી સરકારના વકીલ સત્યકામે પેનલને કહ્યું કે રસ્તા અને પાટાઓ નગર નિગમની જવાબદારી છે તેવું કહેતા કોર્ટે આ નિર્દેશ આપ્યાં હતાં. તેમણે કહ્યું કે જ્યાં મૂર્તિનો એક પગ પાટા પર છે, ત્યાં પ્રતિમાનો બીજો ભાગ દિલ્હી વિકાસ પ્રાધિકરણ (ડીડીએ)ની જમીન પર છે. 

કોર્ટે અધિકારીઓને પૂછ્યું કે શું વિસ્તારમાં વ્યવસાયિક ગતિવિધિઓ અને કાર પાર્કિંગની પરવાનગી આપવામાં આવી છે. કોર્ટે કહ્યું કે તે નિગમ અને ડીડીએના તે અધિકારીઓ સામે કેસ ચલાવશે જેમના કાર્યકાળમાં મૂર્તિ લગાવવામાં આવી અને અન્ય અતિક્રમણ થયું. દિલ્હી પોલીસ તરફથી પણ ઉપસ્થિત સત્યકામે કહ્યું કે પ્રતિમા સહિત મંદિરની દેખભાળ અને સંચાલન એક ટ્રસ્ટ કરી રહ્યું છે. જેના બેંક ખાતાની એજન્સી તપાસ કરી રહી છે. પેનલે પોલીસને તપાસ પૂરી કરવા અને કાયદાનું પાલન કરવા અને તેને લાગુ કરવાનું કહ્યું. કોર્ટે ડીડીએની જમીન પર મંદિર બનાવવા અને તેની દેખભાળ કરવા બદલ ટ્રસ્ટના પ્રાદિકાર ઉપર પણ સવાલ કર્યો. 

અત્રે જણાવવાનું કે કોર્ટે દિલ્હીના કારોલ બાગ વિસ્તારમાં ગેરકાયદેસર નિર્માણ અને અતિક્રમણ સંબંધે દાખલ થયેલી જનઅરજીઓ પર સુનાવણી કરી હતી. આ અગાઉ કોર્ટે  કહ્યું હતું કે ધાર્મિક નિર્માણોના ખાનગી લાભ માટે સાર્વજનિક જમીન પર અતિક્રમણની મંજૂરી આપી શકાય નહીં. કારોલ બાગમાં 108 ફૂટની હનુમાનની મૂર્તિને એરલિફ્ટ કરીને બીજી જગ્યાએ શિફ્ટ  કરવાનો વિચાર આદેશ અપાયો હતો. કોર્ટે  કહ્યું હતું કે આ પ્રતિમાના કારણે અતિક્રમણ વધી રહ્યું છે. આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news