Happy Diwali 2018 : જૂઓ તસવીરો... દેશભરમાં કેવી રીતે ઉજવાઈ રહી છે દિવાળી

સમગ્ર ભારત વર્ષમાં પ્રકાશના પર્વ તરીકે ઉજવાતી દિવાળીની ઉજવણી હવે દુનિયામાં જ્યાં-જ્યાં ભારતવાસીઓ વસે છે ત્યાં પણ થવા લાગી છે, આ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્રો દ્વારા એક પોસ્ટ ટિકિટ પણ બહાર પાડવામાં આવી છે 

Happy Diwali 2018 : જૂઓ તસવીરો... દેશભરમાં કેવી રીતે ઉજવાઈ રહી છે દિવાળી

નવી દિલ્હીઃ આજે સમગ્ર દેશમાં પ્રકાશનું પર્વ દિવાળી મનાવવામાં આવી રહ્યું છે. વડા પ્રધાન મોદીએ ભારત અને ચીનની સરહદ પર ઉત્તરકાશીમાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર ફોર્સના જવાનો સાથે દિવાળી ઉજવી હતી.

આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. 

— President of India (@rashtrapatibhvn) November 7, 2018

સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારમણે પણ અરૂણાચલ પ્રદેશમાં ટોચ પર આવેલી ચોકીઓ પર જઈને સૈનિકો સાથે દિવાળી ઉજવી હતી.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને દેશવાસીઓને પ્રકાશ પર્વ નિમિત્તે સુખ-સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી હતી. 

My best wishes to all Indians, on the auspicious occasion of Diwali. I wish you all peace & happiness.

— Rahul Gandhi (@RahulGandhi) November 7, 2018

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ભારત-પાક. સરહદ નડાબેટ ખાતે જવાનો સાથે દિવાળી ઉજવી હતી. 

આ પ્રસંગે અમેરિકાના વિદેશ મંત્રીએ જણાવ્યું કે, દુનિયાભરમાં લગભગ એકઅબજ લોકો દીવા પ્રગટાવીને એ વાતને યાદ કરશે કે આખરે બુરાઈ પર સદગુણ, અજ્ઞાનતા પર જ્ઞાન અને દુશ્મની પર દયાનો વિજય થાય છે. 

સંયુક્ત રાષ્ટ્રએ દિવાળીને યાદગાર બનાવવા માટે એક પોસ્ટ ટિકિટ બહાર પાડી હતી અને તેના વડા મથકને હેપ્પી દિવાલીની રોશનીથી શણગાર્યું હતું. 

During the festival of lights, which is celebrated in India & by followers of many faiths across the world, clay lamps are lit to signify the victory of good over evil. Find Diwali @UNStamps here: https://t.co/jetZGjk2Ar pic.twitter.com/qT6LTXkkAf

— United Nations (@UN) November 7, 2018

દિવાળી પર સંયુક્ત રાષ્ટ્રએ કર્યું કંઈક એવું કે, જાણીને દરેક ભારતીય ગર્વથી ફુલાઈ જાય

વડા પ્રધાન મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં દિવાળીના પ્રસંગે એક વિશેષ આરતીનું આયોજન કરાયું હતું. 

મુંબઈમાં છત્રપતિ શિવાજી ટર્મિનલને જુદા-જુદા રંગોમાં સજાવાયું હતું. રંગબેરંગી શિવાજી ટર્મિનસ અત્યંત સુંદર દેખાતું હતું. 

બંગાળમાં હુબલી નદી પર બનેલા હાવડા બ્રિજને દિવાળીના પ્રસંગે લાઈટોથી શણગારવામાં આવ્યું હતું. આ સાથે જ હાવડા બ્રિજ પર દીવા પણ પ્રગટાવાયા હતા, જેના કારણે રાત્રે અત્યંત સુંદર મનોરમ્ય દૃશ્ય સર્જાયું હતું. 

અમૃતસરનું સુવર્ણ મંદિર પણ દીવાઓથી ઝગમગાઈ ગયું છે. અહીં હજારોની સંખ્યામાં લોકો દિવાળી ઉજવવા પહોંચેલા છે. 

— ANI (@ANI) November 7, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news