IPS પૂરનકુમાર આત્મહત્યા કેસમાં મોટો વળાંક, DGP શત્રુજીત કપૂર પર ગાળિયો કસાયો

આઈપીએસ પૂરન કુમાર આત્મહત્યા કેસમા મોટી અપડેટ આવી છે. એફઆઈઆરમાં જેમનું નામ સામેલ છે જે હરિયાણા પોલીસના ડીજીપી શત્રુજીત કપૂર સામે મોટું એક્શન લેવાયું છે. વાંચો અહેવાલ. 

IPS પૂરનકુમાર આત્મહત્યા કેસમાં મોટો વળાંક, DGP શત્રુજીત કપૂર પર ગાળિયો કસાયો

હરિયાણાના આઈપીએસ વાય પૂરનકુમારની આત્મહત્યાના મામલે મહત્વનો ઘટનાક્રમ જોવા મળ્યો છે. ડીજીપી શત્રુજીત કપૂરને રજા પર મોકલી દેવાયા છે. જ્યારે રોહતકના એસપી નરેન્દ્ર  બિજરાનિયાની અગાઉ બદલી થઈ ચૂકી છે. આ મામલે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પીએમ મોદીની સોનીપતમાં પ્રસ્તાવિત જન વિશ્વાસ-જન વિકાસ રેલી સ્થગિત કરાઈ છે. 

બીજી બાજુ વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન પણ વાય પૂરનકુમારના પરિવારને ચંડીગઢમાં મળશે. વાય પૂરનકુમારના આત્મહત્યા કેસમાં તેમની સ્યૂસાઈડ નોટના આધારે 15 અધિકારીઓ વિરુદ્ધ ચંડીગઢમાં એફઆઈઆર નોંધાઈ છે. જેમાં રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી અને રોહતકના એસપી સામેલ છે. આ એફઆઈઆર ઉત્પીડન, સતામણી, અને એસસી એસટી એક્ટ હેઠળ નોંધાઈ છે. આ કાર્યવાહી એ આરોપોનો જવાબ છે જે વાય પૂરનકુમારના પરિવારે લગાવ્યા હતા. 

Add Zee News as a Preferred Source

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ અઠાવલેએ વાય પૂરનકુમારના પરિવાર સાથે મુલાકાત કરી અને મુખ્યમંત્રી નાયબસિંહ સૈની સાથે પણ ચર્ચા કરી. તેમણે કહ્યું કે તેમનો હેતુ અમનીત પી કુમારને ન્યાય અપાવવાનો છે. અઠાવલેએ મુખ્યમંત્રીને ડીજીપી અને એસપીને તેમના પદો પરથી હટાવવાની માંગણી કરી. મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ આ મામલે સક્રિયતા દાખવી છે. તેમણે રાજ્યપાલ પ્રો. અસીમકુમાર ઘોષ સાથે વાતચીત કરી છે. આમ છતાં વાય પૂરનકુમારના મૃતદેહનું હજુ પોસ્ટમોર્ટમ  થયું નથી. 

અમનીત પી કુાર અને તેમના વિધાયક ભાઈ અમિત રતન કોટફત્તા પોલીસ ડીજીપી અને એસપીને સસ્પેન્ડ કરવાની માંગણી પર મક્કમ છે. પરિવાર અને દલિત સંગઠનોનું માનવું છે  કે જ્યાં સુધી આ અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ન્યાય નહીં મળે. કેન્દ્રીય રાજ્યમંત્રી રવનીત બિટ્ટુ અને કૃષ્ણપાલ ગુર્જરે આ વિવાદના જલદી સમાધાનની આશા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીના રાજનીતિક સચિવ અને અન્ય અધિકારીઓએ પણ અમનીત પી કુમારને મળીને તેમને મનાવવાની કોશિશ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news