IPS પૂરન કુમારની આત્મહત્યા પર હોબાળો, જાણો છેલ્લા 10 વર્ષમાં કેટલા IPSએ કર્યું સુસાઈડ?
IPS Puran Kumar: હાલમાં હરિયાણામાં IPS ઓફિસર પૂરન કુમારની મોતને લઈ ખૂબ જ હોબાળો મચી ગયો છે. ચાલો તમને જણાવીએ કે, છેલ્લા 10 વર્ષમાં કેટલા IPS અધિકારીઓએ આત્મહત્યા કરી છે?
Trending Photos
)
IPS Puran Kumar Suicide: હરિયાણાના IPS અધિકારી પૂરન કુમારની મોતથી હાલ દેશમાં ભારે હોબાળો મચી ગયો છે. મોતના ઘણા દિવસો બાદ પણ તેમનું પોસ્ટમોર્ટમ હજુ સુધી કરવામાં આવ્યું નથી. તેમણે 7 ઓક્ટોબરના રોજ પોતાના ઘરના સાઉન્ડપ્રૂફ બેસમેન્ટમાં પોતાની સર્વિસ ગનથી ગોળી મારીને આત્મહત્યા કરી હતી. તેમણે પોતાની સુસાઇડ નોટમાં 13 સિનિયર અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા હતા અને તેમને દોષી ઠેરવ્યા હતા. ચાલો તમને જણાવીએ કે, છેલ્લા 10 વર્ષમાં આવા કેટલા કેસો સામે આવ્યા છે, જેમાં IPS અધિકારીઓ દ્વારા આત્મહત્યાના કરી અને તેની પાછળના કારણો શું હતા?
કોણ હતા IPS અધિકારી પૂરન કુમાર?
છેલ્લા 10 વર્ષમાં કેટલા IPS અધિકારીઓએ આત્મહત્યા કરી છે તે જાહેર કરતા પહેલા, ચાલો જાણીએ કે, IPS અધિકારી પૂરન કુમાર કોણ હતા, જેમના મોતથી વિવાદ ઊભો થયો છે. IPS અધિકારી પૂરન કુમાર આંધ્રપ્રદેશના રહેવાસી હતા. તેઓ અનુસૂચિત જાતિ સમુદાયના હતા. આત્મહત્યા પહેલા પણ તેમણે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) પર આરોપ લગાવ્યો હતો. તાજેતરમાં જ તેમનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. તેમણે પોતાની સુસાઈડ નોટમાં અનેક ગંભીર આરોપો લગાવ્યા, જેમાં તેમણે જણાવ્યું કે, 2020માં તેમની સાથે ભેદભાવ, અપમાન અને માનસિક ઉત્પીડન શરૂ થયું. તત્કાલીન DGP મનોજ યાદવે તેમને ત્રાસ આપવાની શરૂઆત કર્યું હતું.
તેમણે ગંભીર આરોપ લગાવતા લખ્યું કે, હરિયાણા કેડરના અન્ય અધિકારીઓ આજે પણ તેમને હેરાન કરી રહ્યા છે. રજા અંગે પણ તેમણે લખ્યું કે, તત્કાલીન ATS ગૃહ રાજીવ અરોરાએ તેમને રજા આપવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે તેઓ તેમના બીમાર પિતાને મળવા જઈ શક્યા નહીં. આ ઉપરાંત તેમણે આરોપ લગાવ્યો કે, મારા વિરુદ્ધ ઉપનામો હેઠળ દુર્ભાવનાપૂર્ણ ફરિયાદો દાખલ કરવામાં આવી. જાહેરમાં મારું અપમાન કરવામાં આવ્યું. મારી ફરિયાદોની તપાસ પણ કરવામાં આવી ન હતી. તેમણે લખ્યું કે, નવેમ્બર 2023માં મારી પાસેથી સરકારી વાહન પણ છીનવી લેવામાં આવ્યું હતું. હવે હું ખૂબ જ વધારે હેરાનગતિ સહન કરી શકતા નથી, તેથી મેં બધું જ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.
તેમણે પોતાની સુસાઇડ નોટમાં જે અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે તેમાં અનુરાગ રસ્તોગી (મુખ્ય સચિવ), ટી.વી.એસ.એન. પ્રસાદ (પૂર્વ મુખ્ય સચિવ), રાજીવ અરોરા (પૂર્વ એસીએસ), શત્રુજીત કપૂર (ડીજીપી), મનોજ યાદવ (પૂર્વ ડીજીપી) અને અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓ સામેલ છે.
છેલ્લા 10 વર્ષમાં IPS અધિકારીઓની આત્મહત્યાઓ
છેલ્લા 10 વર્ષમાં IPS અધિકારીઓની આત્મહત્યાઓની વાત કરવામાં આવે તો, 18 ઓક્ટોબર 2015થી 14 ઓક્ટોબર 2025સુધીમાં ત્રણ IPS અધિકારીઓના નામ સામે આવ્યા છે. તેમાં સૌથી પહેલું નામ કે. સાશી કુમારનું આવે છે, જેમણે 16 થી 17 જૂન 2016ની વચ્ચે પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી હતી. 2012 બેચના IPS અધિકારી સાશી કુમાર તે સમયે આંધ્રપ્રદેશના વિઝાગ એજન્સીના પાડેરુમાં પોલીસ અધિક્ષક તરીકે પોસ્ટેડ હતા. ઘણા મીડિયા રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ છે કે, તેમણે તેના માટે કોઈને દોષી ઠેરવ્યા ન હતા. તેમણે જ્યારે આત્મહત્યા કરી હતી, તે સમયે તેમની ઉંમર 29 વર્ષ હતી.
ત્યારબાદ બીજું નામ હિમાંશુ રોયનું છે, જેઓ 1988 બેચ (મહારાષ્ટ્ર કેડર)ના IPS અધિકારી હતા. તેમણે મુંબઈ પોલીસમાં જોઈન્ટ કમિશનર ઓફ ક્રાઈમ, મહારાષ્ટ્ર ATSના ચીફ અને બાદમાં ADGP (એસ્ટાબ્લિશમેન્ટ) જેવા મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા હતા. તેઓ "સુપરકોપ" તરીકે જાણીતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમણે 11 મે 2018ના રોજ મોઢામાં ગોળી મારીને આત્મહત્યા કરી હતી. તેઓ લાંબા સમયથી કેન્સરથી પીડાતા હતા. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, બે વર્ષથી વધુ સમય બીમાર રહ્યા બાદ તેમણે આ પગલું ભર્યું હતું. ત્રીજું નામ IPS અધિકારી પૂરન કુમારનું છે, જેમનો કેસ હાલમાં ચર્ચામાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














